Page:-97
એરપોર્ટ પરથી પાછા આવતા રસ્તામાં શર્વરીને કાયા ઓટોમોટીવનો શો રૂમ દેખાયો અને સહજતાથી વિચાર આવી ગયો હજી ગઈકાલે તો ચિન્ટુની જગ્યાએ આ કાયા ઓટોમોટીવનો માલિક પર્સી ખંભાતા એના ખોળામાં સુતો હતો..! પર્સીના વિચાર માત્રથી શર્વરી ફરી પછી માનસિક રીતે ગોવા જવા તૈયાર થઇ ગઈ પણ ખોળામાં સૂતેલો ચિન્ટુ એને ગોવા જવા નોહતો દેતો.. અમદાવાદથી નીકળી અને પાછી અમદાવાદ આવી એમાં તો એની જીંદગીના વિચારેલા અને ના વિચારેલા કદાચ તમામ સપના હકીકત બની અને સામે આવી અને પસાર પણ થઇ ચુક્યા હતા..અને બાકી બચેલા સપનાઓ અને જીંદગીને કેવી રીતે ગોઠવવી એ વિચાર સાથે શર્વરી પોતાની જાત સાથે જદ્દોજેહદ કરતી રહી..ચિરાગ પાસેથી દસ કરોડ મળવાના છે એને કેવી રીતે ઠેકાણે પાડવા,મિલન દવેનો ગીફ્ટ સીટીના ડાયમંડ ટાવરનો આખો ફ્લોર લેવાનો હતો, રીના ભટ્ટને ફોન કરી અને અમેરિકાથી બોલાવી અને વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ કરાવવાનું હતુ,અને બધાથી ઉપર પર્સી ,ઇશાન અને મિલન દવે આ ત્રણને હેન્ડલ કરવાના હતા..આ ત્રણે ત્રણમાંથી એક પણને હેન્ડલ કરવામાં જરાક પણ ચૂક થઇ તો બહુ મોટું નુકસાન ભોગવવાનું આવે અને એ વિચારે એકવાર તો શર્વરીને એવો વિચાર આવી ગયો કે આ બધું કેવી રીતે થશે ?પણ પછી વર્ષોથી અથડાતી, કુટાતી, ઘસાતી,તુટતી અને ફરી ઉભી થતી એની અંદર રહેલી ઓરતએ જવાબ આપી દીધો હિમત રાખ બધું થઇ પડશે, આગળ નીકળ બસ.. શર્વરી ઘરે પોહચી અને સીડીઆઈસી ની બ્રાંચ પરથી ફોન આવ્યો મેમ થોડા ડોક્યુમેન્ટસ માં તમારી સાઈન બાકી છે એક વિકથી ઘણું બધું કામ પેન્ડીંગ છે, તમે બ્રાંચ પર આવો છો કે હું તમારા ઘરે આવીનને સાઈન લઇ જઉં? શર્વરીએ કીધું ના હુ બ્રાંચ પર આવું છું અને કામના પ્રેશરમાં આવેલી શર્વરી ફટાફટ તૈયાર થઈને સીડીઆઈસીની બ્રાંચ પર પોહચી ગઈ અને પોતાના કામ પર લાગી. કામ માં ને કામમાં ક્યારે લંચનો સમય થયો એની ખબર ના રહી ,અને એના મોબાઈલ પર સિલ્વારાજ નો ફોન આવ્યો શર્વરી ક્યારે બોમ્બે જોઈન કરો છો?શર્વરીએ જવાબ આપ્યો સર મારે એકાદ અઠવાડિયુ જોઇશે, અહિયાંનું મારું પેન્ડીંગ અને રૂટીન કામ ઘણું બધું બાકી છે એ પતાવીને પછી હું બોમ્બે જોઈન કરું છું..બપોરે ઇશાનનો ફોન આવ્યો સરૂ જલ્દી મુંબઈ આવને..કામના ભારમાં શર્વરી અકળાઈ ગઈ અને બોલી ઇશાન અત્યારે ફોન મુક..અને સાંજ પડતા મિલન દવેનો ફોન આવી ગયો હું અને પર્સી આણંદ પ્લાન્ટ પર પરમદિવસે આવીએ છીએ,અમદાવાદ એરપોર્ટથી આપણે આણંદ સાથે જઈશું.. CONT..98