Page:-99
કાયા ઓટોમોટીવ માટે મિલન દવે વિના છૂટકો જ નથી.. એટલે શર્વરીને તો સીડીઆઈસીમાંથી ગમે તે રીતે ઉપાડવી જ પડે ,ગમે તેટલા ધક્કા મારે,નફરત કરે અપમાન કરે પણ શર્વરીને આજે નહિ તો કાલે ત્રીમ્પોલીમાં લેવી જ પડે ,અને એ એકલી ના આવે તો જોડે પેલા એના વાછરડા ઇશાનને પણ લેવો પડે..અને એ વિચારે ચિરાગએ શર્વરીને આઈ લવ યુ નો મેસેજ મોકલ્યો..શર્વરીની રાતની હજુ શરૂઆત હતી.. શર્વરીની બાજુમાં પથારીમાં પડ્યો પડ્યો એનો વર પીયુષ નસકોરા બોલાવતો હતો અને બીજો એક ટેક્સ્ટ મેસેજ શર્વરીના મોબાઈલ પર આવ્યો સરૂ ઓનલાઈન થા ને..ઇશાનનો મેસેજ હતો એ..શર્વરી ધીમેકથી બેડમાંથી ઉભી થઇ ગાઉન સરખું કર્યું અને બાલ્કનીમાં ગઈ લગભગ બારેક વગ્યા હતા એણે ઇશાનને ફોન લગાડ્યો બોલ શું છે ? સરૂ હું પણ આણંદ આવું છું પર્સીની જોડે શર્વરી એ પૂછ્યું પણ કેમ તારું શું કામ છે ત્યાં ? ઇશાન બોલ્યો મને નથી ખબર પણ પર્સી હમણા જ મારા ઘરે આવ્યો હતો અને માલના ત્રણ પેકેટ મૂકી ગયો છે..શર્વરી બોલી ક્યા માલના ? પેલું ગોવામાં સિગારેટમાં ભરીને પીતા હતા એ..શર્વરીના પેટમાં ફાળ પડી અને બોલી એટલે ઇશાન તે આજે પણ ડોપિંગ કર્યું ? ઇશાન બોલ્યો ના મેં એક જ વાર હશીશ વાળી સિગારેટ પીધી છે, મને ગઈકાલના હાથ પગ બહુ તુટતા હતા એટલે મેં પર્સીને ફોન કર્યો, એટલે એણે કીધું રાત્રે તારા ઘરે આવું છું અને તું કાલે મારી સાથે આણંદ આવે છે.. શર્વરી બોલી જો ઇશાન તું ફરી ડોપિંગ નહિ કરે શરીર અને હાથપગ તો મને પણ દુ:ખે છે ,અને હજી બીજા ત્રણ ચાર દિવસ દુખશે પણ જો તું આવી રીતે રોજ ડોપ લઈશ તો એડીકટ થઇ જઈશ,દુખાવાને ભૂલી જા અને છોડી દે..ઇશાન તું હવે સમજ અને સંભાળ તારી જાતને પર્સી તારો દોસ્ત આ જિંદગીમાં ના થાય ક્યાં રાજ ભોજ અને ક્યાં તું ?જો ઇશાન પર્સી તો એની ડ્રગ્સ લેવાની આદતથી મજબુર છે અને એના માટે એ તારો ઉપયોગ કરી રહ્યો છે, તું ત્યાં મુંબઈમાં એકલો રહે છે અને તારા ઘરથી વધારે બીજી કોઈ જ સેઈફ જગ્યા પર્સીની પાસે નથી, એના ડ્રગ્સ સંતાડવા માટે,પણ ગમે ત્યારે પોલીસની રેડ પડી કે કઈ પણ થયું તો ઇશાન જેલમાં તું જઈશ અને પર્સી છટકી જશે .. ઇશાન બોલ્યો પણ સરૂ પર્સી મારા એટીમ કાર્ડથી એક લાખ રૂપિયા ઉપાડીને લઇ ગયો છે,અને એણે એવું કીધું છે કે એ આણંદમાં મને પાછા આપી દેશે.. શર્વરી માટે બીજો ઝટકો હતો..તારી પાસેથી પર્સી લાખ રૂપિયા લઇ ગયો? હા સરૂ ..શર્વરીનું દિમાગ બેહર મારતું જતું હતું ,એ અને ઇશાન ક્યા ચક્કરમાં ઘુસી રહી હતી એનો હવે એને ધીમે ધીમે અંદાજ આવતો જતો હતો. CONT..100