नैनं छिन्दन्ति शस्त्राणि
नैनं दहति पावकः |
न चैनं क्लेदयन्त्य अपो
न शोषयति मरुतः ||
ભગવદ ગીતા નો આ શ્લોક …હજારો વખત છાપા મા વાંચયો …. કોઇ મોટો માણસ મરે એટલે એની પાછળ એના વારસદારો એનો ફોટા છાપે આખુ પાનુ ભરી ને …અને ઉપર ટોપ મા આ શ્લોક અને પછી મૃતઆત્મા નો ફોટો અને નીચે ઘર ના બધા મેમ્બરો ના નામ ….
ભગવદ ગીતા એક ગૂઢ રહસ્યો થી ભરેલો એક ગ્રંથ , ચોપડી, કે પુસ્તક … શુ કેહવુ… છેલલા પાંચ હજાર વરસમા જેને જેમ જે અર્થ કરવા ની ઇચ્છા થઇ તેમ કર્યા છે …મેં ઘણી વખત વાંચવા ની કોશિશ કરી પણ દરેક વખતે તત્વ જ્ઞાન અને જુદા જુદા શબ્દો પણ ભાવ એક જ કે… ભઇ આત્મા અમર છે .. શરીર નાશવંત છે …પંચમહાભૂત વાળી વાર્તા આવી.. વચ્ચે..તારુ શુ છે ?? ટૂંક મા કઇ જામ્યું નહી…
અત્યારે રાત ના દોઢ વાગ્યા છે … મારા બેડરુમ નુ એસી બગડયુ … ઊંઘ ઉડી ગઇ છે.. ભૂતકાળ યાદ આવે છે આવો જ શ્રાવણ નો મહીનો મેઘલી રાત કોલેજ નુ બીજુ વરસ … મિત્ર રુદ્રિક નુ ઘર .. હુ .. પંકજ અને જાડીયો ઉર્ફે રુદ્રિક અને ચિરાગ … ચારે સાથે વાંચતા… ચિરાગ ફીઝીક્સ રટતો હતો … બોહર નુ પરમાણુ મોડેલ …ઍટોમીક મોડેલ… અને મારુ મગજ આખી દુનિયા ની પ્રદક્ષિણા કરતુ હતુ .. એક છાપુ મારી સામે હતુ નજર પડી એક શ્રદ્ધાંજલિ ની જાહેરાત પર…અને કાને પડતુ બોહર નુ એટોમીક મોડેલ …દોસ્તો ત્યારે મારી ઝબકી .. જેમ બોહરે પરમાણુ ને સમજાવા એક થીયરેટિકલ મોડેલ તૈયાર કરયુ હતુ… તેમ આ શ્લોક તો આત્મા નુ મોડેલ છે. … જેમ પરમાણુ કે એટમ દેખાતો નથી તેમ આત્મા પણ દેખાતો નથી… એટલે એને પણ અણુ અને પરમાણુ ની જેમ ફકત તર્ક થી જ સાબિત કરવો પડે .. અને તર્ક માટે પેહલા કોઇ સિધ્ધાંત સ્થાપિત કરવો પડે અને એ સિધ્ધાંત ની સાથે તર્ક આગળ વધે અને છેલ્લે તે સિધ્ધાંત કે તર્ક સાબિત થાય … પણ બધુ કાગળ પર ….નરી આંખે કંઇ જ દેખાય નહિ…. ચાલો હવે પાછા પોઈન્ટ પર…આ શ્લોક આત્મા નુ મોડેલ કેવી રીતે દેખાડે છે …??
नैनं छिन्दन्ति शस्त्राणि
શસ્ત્રો તેને છેદી શકતા નથી… તેને એટલે કે આત્મા ને …એનો મતલબ કે તે બુલેટ પ્રૂફ છે….
नैनं दहति पावकः
અગ્નિ બાળી શકતો નથી… ફાયર પ્રૂફ મટીરીયલ છે…
न चैनं क्लेदयन्त्य अपो
પાણી ભીંજવી શકતુ નથી… વોટર પ્રૂફ મટીરીયલ છે…
न शोषयति मरुतः
પવન સુકવી શકતો નથી…
વેટ છે… સુકવાય કોને ??? જે વેટ હોય …ભીનુ હોય તેને જ સુકવાય …
હવે ફીઝીક્સ અને કેમેસ્ટ્રી બે ભેગા કરવા પડે … કેમેસ્ટ્રી હાર્ડકોર પ્રોડક્ટ આપે અને ફીઝીક્સ એ પ્રોડક્ટ ની પ્રોપર્ટી આપે …પેહલા કેમીકલ કોમ્પોઝીશન ..આત્મા એ કોઇ એવા કેમીકલ કોમ્પોઝીશન છે કે જે તેને બુલેટ પ્રૂફ બનાવે દા.ત. પોલી કારબોનેટ ની કોઇ એડવાન્સ જનરેશન …જે ફાયર પ્રૂફ છે…અને વોટર પ્રૂફ પણ છે …ભીનુ છે પણ પવનથી સુકાતુ નથી….
હવે ફીઝીક્સ.. જુના ફીઝીક્સ પ્રમાણે કોઇ પણ પદાર્થ ની ફકત ત્રણ અવસ્થા શક્ય છે… ઘન , પ્રવાહી, અને વાયુ ….. હવે આ શ્લોક પ્રમાણે આત્મા નથી ઘન , નથી પ્રવાહી, અને નથી વાયુ …તો શુ ?? ઍક ચોથુ સ્ટેટ અત્યારે શોધાયુ છે . જેને પ્લાઝમા તરીકે ઓળખવા મા આવે છે… જે નથી ઘન , પ્રવાહી , કે વાયુ … આ શ્લોક આત્મા ને ચોથુ સ્ટેટ એટલે કે પ્લાઝમા સ્ટેટ હોય તેવુ પ્રતીત કરાવે છે….એનુ મુળભૂત કેમીકલ કોમપોઝીશન એવુ તત્વ છે તે હજી આવર્ત કોષ્ટક મા હજી નથી ઉમેરાયુ … કદાચ એકાદ ભગવદ ગીતા ના શ્લોક માં જ એ રહસ્ય દટાયેલુ છે…એ હજી આપણે શોધી શક્યા નથી… મોરલ ઓફ ધ સ્ટોરી ઍટલી આપુ કે આ શ્લોક પ્રમાણે આત્મા પ્લાઝમા સ્ટેટ માં છે…
કયારેક પંચમહાભૂત , ચેતના, અને તેના પ્રકાર… જયોતિષ અને સંગીત નુ ભગવદ ગીતા સાથે નુ સંધાન ની ચર્ચા કરીશુ…
ચોક્કસ આજ ની પોસ્ટ વિશે કંઇ પણ પૂછશો તો આનંદ થશે …જેટલી મારી સમજણ છે તેટલો જવાબ આપીશ… કોઇ પણ ધાર્મિક પુસ્તક ને જો આજ ના સાયન્સ સાથે જોડી ને જોવા મા આવે તો સમગ્ર માનવ જાત નો ઘણો ઉધ્ધાર શકય છે … પણ તે એન્ગલ અહોભાવ કે દુરભાવ થી પ્રેરિત ના હોવો જોઇએ નહી તો કોઇ કનકલુઝન વિના જ બહાર અવાશે….
સાલ ઓગણીસો ઇઠયાસી થી આ વિચાર ને મમળાવુ છુ…પ્લાઝમા ના સ્ટેટ થી આગળ મગજ જતુ નથી ….આત્મા જો લેબોરેટરી મા બનાવાય કે એનુ સપ્લીમેન્ટ કે એવુ કોઇ મટીરીયલ જેને પીવા થી આત્મા શરીર મા જ રહે તો કોઇ મરે જ નહી…આત્મા નુ શરીર સાથે નુ બોન્ડીંગ પકડાઇ રહે …અશ્વશ્થામા ની જેમ તમને પણ અમરત્વ પ્રાપ્ત થાય…દેહ ક્ષીણ થાય પણ આત્મા શરીર ને છોડે જ નહી .. કેવી ભયાનક કલ્પના છે … અહી રોકાઉ છુ … ફરી કયારેક આઇનસ્ટાઇન … આજે બોહર બસ….
શુભ રાત્રી
– શૈશવ વોરા