અફવા…પબ્લીસીટી
કેવી મજા આવે ફેલાવા ની.. કોઇ કબુલ કયારેય નહી કરે … કે મે આ અફવા ફેલાવી હતી ….! છતા પણ પોતે ફેલાવેલી કે ફેલાવા મા ભાગીદાર થયેલા ગમે તેને પુછો તો છેક સુધી ઝાલી રાખે ….ના હુ સાચુ જ કહુ છુ …!!! એક જોરદાર છુપો આનંદ કે તારા કરતા વધારે કે વેહલા મને ફલાણી વાત ની ખબર પડી હતી અને મે તને કીધુ ..!!બસ આટલો જ આનદ ..પણ એમા ગામ ગાડું થાય ..
જુના અમદાવાદ મા અફવા ને પડીકુ કેહવાતુ … અમુક ફિક્ષ લોકો પડીકા માસ્ટર હતા … એકદમ મસ્તી થી રોજ ફેંકે અને પડીકા ફેરવે …. અને લોકો મજા લે ..હવે વોટસ એપ અને ફેસબુક… મચી પડે અફવા ને ફોરવર્ડ કરવા મા … છેલ્લું પડીકુ કે અફવા વરસાદ ની સરકાર ની કે એએમસી ની ચેતવણી ની … ત્રણ દા’ડા ગયા …વાદળુ હજી સુધી તો ફાટયુ નથી… ખનડવા મા તો આ ફેસબુકે રમખાણ કરાવયા … જીવલેણ કે જિદગી સાથે ની રમતો … આ અફવા .. ચેનલો અને ટીવી વાળા પણ કયારેક જોડાય …ફિલમ ઇન્ડસ્ટરી નો અફવા સાથે બહુ જુનો નાતો … ફિલમ વાળા ને તો નવુ પીકચર આવે તયારે ચોકકસ કુવારી હિરોઇન નુ નવુ લફરુ બહાર આવે અને બે વાર પરણેલો અને પચીસ વાર રાંડેલો હિરો નુ નવુ લફરુ બહાર આવે … કઇ બી ….અફવા તો અફવા ….પણ અમે સમાચાર મા રેહવા જોઇએ …!!!!
એ અત્યારે રેડીયા મા પેલુ ગીત આવયુ … પાપા કેહતે હૈ બડા નામ કરેગા… કોઇ ઇનજિનીયર કા કામ કરેગા…..પેલા સલમાને શર્ટ કાઢયુ … આ ભૈ એ તો બધુ કાઢી ખાલી રેડીયો રાખયો .. હશે ભઇ તમે તમારા બાપા નુ નામ આવી રીતે મોટુ કરજો … ત્યારે શુ હેં … હવે આ વખતે એમના ત્રીજા લગન ની અફવા નહી આવે …કેમ કે રેડીયો ઇનફ પબ્લીસીટી આપશે … વાગે એ એફ એમ રેડીયો નહી … પેલો રેલવે ટ્રેક પર લઇ ને ઉભા છે ને … ..આબરુ ઢાકવા એ રેડીયો..! ….બહુ કરી હો … આ એ જ ભાઇ છે જે સત્ય મેવ જયતે મા બોર બોર આસુડે કેવા રોતા હતા …!!!!
અફવા મોટે ભાગે કોઇ મોટી સેલિબ ને પતાવી દે .. અથવા મોટુ તોફાન આવી રહયુ છે … લગભગ બધુ નેગેટીવ …બહુ કોશિશ કરી કોઇ પોઝીટીવ અફવા યાદ નથી આવતી .. !!!!!સૌથી જુની અફવા મારી યાદદાસ્ત મા સ્કાય લેબ અમદાવાદ પર પડવા નુ છે એ .. અને લોકો ત્યારે ખુલ્લા મા અને ધાબે સુવા નુ છોડી દીધુ હતુ…કઇક લોકો ને રાત્રે ઊંઘ મા સ્કાય લેબ દેખાતી…..
શુ શોધો છો … હે ભઇ ..રેડીયા વાળો ફોટો મુકયો તો ખરો …. છાપા વાળો ફોટો ના મુકાય હો …. હા ત્યારે શુ વળી …!!!
શુભ રાત્રી