આજે ઍક્દમ કોઈ કારણ વિના અરવિંદ કેજરીવાલ યાદ આવ્યા …. ક્યા ખોવાઈ ગયો આ માણસ …?? ઍક્દમ અદ્ર્શય થઈ ગયો …?? આ વ્યક્તિ નુ રાજકારણ મા આવવુ અને જતુ રેહવુ … રાજકીય પંડીતો માટે પણ થોડુ આશ્ચર્ય જનક રહ્યુ હશે…. અહિયા સુધારો કરુ પેઈડ રાજકીય પંડીતો સિવાય ના… રાજકીય પંડીતો માટે……
મને થોડુ મારી રીતે છણાવટ કરવા નુ મંન થયુ . કેજરી વાલ નો ઉદય…. અન્ના હજારે ની સાથે થયો … શરૂઆત નુ અન્ના હજારે નુ આંદોલન કોઈ પણ રાજકીય પક્ષ ના ટેકા વીના નુ હતુ તેવુ હુ માનવા તૈયાર નથી …..કારણ શરૂઆત ની અન્ના હજારે ની સભા ની ભીડ સંઘ ની પ્રેરિત હતી ઍવુ હુ માનુ છુ …
કોઈપણ રાજકીય પક્ષ ના ટેકા વીના આટલુ મોટુ આંદોલન અન્ના હજારે માટે ઉભુ કરવુ શક્ય નોહતુ ….અને સંઘે બહુ મોટો ટેકો પુરો પાડ્યો અન્ના હજારે ને….ધીરે ધીરે પોતાની ઍક રાજકીય આકાંક્ષા ના હોવા ની કારણે અન્ના હજારે પોતાના રાજકીય અને સતા ના માટે તેમના આંદોલન સાથે જોડાયેલા સાથીઓ થી દૂર થતા ગયા …..છેવટે …અરવિંદ અને તેમના સાથીઑ ઍ કમાન હાથ મા લીધી … અન્ના બહાર થયા … સાથે સંઘ પણ દૂર થયો…. અને જેમને સત્તા ના સાધન મા રસ હતો ઍવા લોકો જોડે રહ્યા…. સંઘ ના દૂર હટી જવા થી ઍક મોટી જ્ગ્યા પડી … ફરી પાછો ઍ જ નિયમ લાગુ પડે કોઈ પણ રાજકીય પક્ષ કે સંગઠન ના ટેકા વીના મોટુ આંદોલન ઉભુ ના થાય….. ખાલી જગ્યા ભરવાની હતી …. હિન્દુસ્તાન મા બે જ પક્ષો કેડર બેz છે… ભાજપ કે સંઘ અને સામ્યવાદી પાર્ટી ….સંઘ બીજેપી ના આવે તો સામ્યવાદી ને પકડો ….બન્ને બાજુ તડપ હતી … તરત જ લગન લેવાયા…સામ્યવાદી હમેશા સામાન્ય માણસ ની જેમ જ રહે છે… સૂટ બૂટ વાળો સામ્યવાદી ભાગ્યેજ જોવા મળે …. અરવિંદ અને સાથીઓ ઍ પાક્કુ સામાન્ય માણસ નુ રૂપ ધર્યુ …. પણ ભુલ કયા કરી …??? વેશ ધર્યો અરવિંદે સામાન્ય માણસ નો સામ્યવાદી નો પણ હથિયાર વાપર્યુ ગાંધીજી નુ … અને આ હથિયાર થી કોંગ્રેસ બહુ સારી રીતે વાકેફ હતી .. પણ કોંગ્રેસે ખત્તા ખાધી … દુશમન ને કમજોર આંક્યો સામ દામ દંડ ભેદ બધુ વપરાયુ … તીરંગો હાથ મા લીધો … અને જેના હાથ મા તીરંગો હોય તેને લાઠી પડે …. હિન્દુસ્તાન ના કોઈ પણ નાગરિક ની સહન શક્તિ ની બહાર ની વાત થઈ …. તીરંગો જમીન પર પડે ખલ્લાસ .. દિલ્હી ની કોંગ્રેસ સરકાર ભૂંડે હાલ ગઈ … લોકો ની નજર મા ઍકલા કોંગ્રેસ ના પાપ જ દેખાવા માંડ્યા … જ્યારે પડે ને ત્યારે ચારે બાજુ થી પડે કોંગ્રેસ પડતી હતી પણ અવાજ કોઈ ને સાંભળતો નોહાતો …. કિનારે ઉભેલા ટીવી વાળા છાપા વાળા … રાજકીય માણસો ને સામાન્ય માણસ મા ભભૂક્તો લાવારસ નો અંદાજ નોહાતો.. રાહુલે તદ્દન ડફોળ ની જેમ કમાન પકડી … અને કેજરીવાલ ને પોતાની જાત ને પ્રધાનમંત્રી ના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા … દિલ્લી માં કોંગ્રેસ ખાધી એમ આખા દેશ ને પણ ખાઈ જવાશે … કમ સે કામ દેવીગોડા ની જેમ લઘુમતી સરકાર ચલાવીશું … કેજરી વાલે જે હથિયાર વાપર્યુ ….અહિંસા ..ધરણા વત્તા સામાન્ય માણસ નુ રૂપ … કોંગ્રેસ + સામ્યવાદ જોરદાર પરિણામ આવ્યુ … દિલ્લી મળ્યુ … દરેક કોંગ્રેસી ને ચોર સાબિત કર્યો …
પણ જેમણે આ હથિયાર બનાવ્યુ તેના રાજકીય સલાહકાર ને અરવિંદ ભૂલી ગયા…
ધરના …………સ્ત્યાગ્રહ ………..અહિંસા …. અસહકાર…….. ગાંધીજી ના હથિયાર ..
પણ ઍમનો રાજકીય સ્લાહકાર કોણ …..????? કનૈયાલાલ માણેકલાલ મુન્શી …. ક . મા . મુન્શી
ગાંધીજી ના રાજકીય સલાહકાર… અર્વાચીન ભારત ની રાજનીતિ નો પાયો…. ઍક મોટો સ્તંભ જેની રાજનીતિ અત્યારે સચોટ પૂરવાર થઈ…… હવે પનારો હતો નરેન્દ્ર દામોદરદાસ મોદી જોડે … ક . મા . મુન્શી નુ હાજરા હજૂર સાક્ષાત પાત્ર …રાજનીતિ નો અઠંગ ખેલાડી … માહાઅમાત્ય મુજાલ ગુજરાત ના નાથ જોડે ….
ઍક આડ વાત …. છેલ્લા બે દસકા થી સામાન્ય માણસ ના મન મા ઍવુ ચોક્કસ લાગે છે કે સરકારી મિલકત ઍ મારી પોતાની મિલકત છે … અને પોતાના મતાધિકાર થી જ્યારે જ્યારે આ સામાન્ય માણસ સરકાર બદલે છે ત્યારે આ માન્યતા ને મોટુ બળ મળે છે . અત્યારે બહુ ઓછા લોકો ને બસો બાળવા મા કે તોડફોડ કરવા મા રસ છે … અને ત્યા સુધી કે બહુ જ સીરિયસ ઈસ્યુ ના હોય તો બંધ પાળવા મા પણ લોકો ની હવે રસ નથી રહ્યો …. સામ્યવાદ નું એક વરવું રૂપ એટલે બંધ મોટી રેલી અને પ્રોડક્ટટીવીટી ના ભોગે અંદોલન … દેશ આના માટે તૈયાર નોહતો …જવાહરલાલ નેહરુ નો સમાજવાદ તદ્દન નકામો નીવડ્યો … મનમોહન સિંગે મૂડીવાદ ને પ્રધાન્ય આપી પંદર વર્ષ ગાડી એ દિશા માં મારી મૂકી …એટલે સામ્યવાદ કે એને નજીક ની કોઈ પણ વસ્તુ સફળ ના જ થાય …
નરેન્દ્ર મોદી ઍ બે વસ્તુ કરી લોકો ને મિનિટે મિનિટે ઍહસાસ કરાવ્યો કે દેશ તમારો છે …અને હુ પણ તમારો છુ … મારી જીત ઍ તમારી જીત છે..
કેજરીવાલે ભુલ કરી….. દિલ્લી ની ગાદી છોડી ……અને….. પોતાને મહાન બનાવવા ની ઍક પણ તક ના છોડી .. કોઈ ઍ લાફો માર્યો તો રાજઘાટ જઈ ને બેઠા…. અને લોકો મા હાંસી નુ પાત્ર બન્યા … ધીરે ધીરે સામ્યવાદી ઑ ક્યાક્ તેમના પર હાવી થતા ગયા … અને છેલ્લી ભુલ બનારસ માથી ચૂટણી લડવાની …. સત્તા માટે જોડાયેલા લોકો નો સાથ જવા માંડ્યો.. અને મહા અમાત્ય ઍ દિલ્લી ની ગાદી સાંભળી … આવનારા દિવસો ખૂબ પરેશાની વાળા હોઈ શકે છે મહા અમાત્ય મુજાલ બહુજ ખતરનાક રીતે રાજનીતિ કરતા … સોમનાથ અને જૈનમુનીઑ વચ્ચે સારુ ઍવૂ બેલેન્સ કરતા ….
ફરી ક્યારેક પાટણ ની રાજનીતિ લઈશ
અત્યારે …
શુભ રાત્રી