અસમંજસ ….
ગુજરાતી ભાષા નો આ શબ્દ ક્યાંક હિન્દી ભાષા માં પણ વપરાય ….પણ બોલચાલ ની ભાષા માંથી નીકળી ગયેલો શબ્દ ….પણ જીવન માં ઘણી બધી જગ્યા એ અથડાતો આ શબ્દ … ના શબ્દ નહિ અસમંજસ તો આખી પરીસ્થિતિ છે … અને જે એમાં ફસાય એને જ જ ખબર પડે કે અસમંજસ કોને કેહવાય …. .કીં કર્તવ્ય મૂઢ …ની સાથે કોઈ સરખાવવા જાય તો એ પાછી એ અલગ જ પરીસ્થિતિ છે …. દ્વિધા …સાથે સરખાવું ..??ના દ્વિધા તો આ સારું કે પેલું એ બે જ ઓપ્શન આપે પણ અસમંજસ તો જુદી વસ્તુ છે …અત્યારનું છે એ છોડવું નથી અને નવું જોઈએ છે …. તો રાખ ને ભાઈ વાંધો ક્યાં આવ્યો …ના પણ અટવાય ત્યારે જ કે નવું શરતી હોય જુનું છોડ તો જ નવું મળશે ….અથવા તો બીક હોય કે નવું પકડીશ તો જુનું જતું નહિ રહે ને ….બસ આ પર્રીસ્થીતી અસમંજસ ……
મોટે ભાગે નોકરી ચાલુ છે અને ચાલુ નોકરી એ એલ આઈ સી ની એજન્સી કે એજન્ટ બનવું છે … વધારાની ઇન્કમ ઉભી કરાવી છે …પણ નોકરી તો છોડાય જ નહિ તો બંને સાથે ચાલુ રાખવા છે ….
એક ધંધો ચાલુ છે અને એક્ષ્પાન્શન કરવું છે …પછી વિચાર આવે કે અત્યારે જે ચાલે છે બરાબર છે ખાલી સુખ નો જીવ દુખ માં નાખવો કે નહિ ..?
જીમ માં એક ટેણીયો મારી પાસે આવ્યો થોડો સેડ હતો … અંકલ કામ હૈ આપકા …બોલ બચ્ચા ક્યાં કામ હૈ…?? મેં પૂછ્યું .. અરે અંકલ બહોત બડી પ્રોબ્લેમ હો ગઈ હૈ …. એક ફ્રેન્ડ હૈ મારી ઔર દુસરી નઈ ફ્રેન્ડ હૈ …અબ નઈ વાલી કો મિલતા હું તો પુરાની નારાઝ હો જાતી હૈ ….ઔર પુરાની વાલી કે પાસ જાતા હું તો નઈ નારાઝ હો જાતી હૈ …..અબ મૈ ક્યાં કરું બોલો અંકલ ……મેં કીધું બેટા દોનો કો છોડ દો …ઔર પઢાઈ પે ધ્યાન દો …..મને કહે આપ તો પાપા કે જૈસે બોલતે હો જાને દો ..
ઉધ્ધાવ ઠાકરે ના પ્રોબ્લેમ ને ચોક્કસ અસમંજસ કહેવાય … સેન્ટ્રલ માં રેલ્વે મીનીસ્ટ્રી અને બીજા મંત્રાલય મળે છે … પણ મહારાષ્ટ્ર નું કોકડું ગૂંચવાયેલું છે … શું કરવું ..? જે મળે છે લઇ લઉં કે બીજું લેવા જાઉં તેમાં આ પણ જશે …?
.તો આવી ઘણી બધી ઘટના ઓ થી ઉભી થતી પરીસ્થિતિ ઓ ને અસમંજસ ની કેટેગરી માં નખાય ….
પણ અસમંજસ માંથી બહાર આવવા માટે થોડું જીગર થી કામ લેવું પડે છે ..કેમ કે દૂધ અન દહીં બે માં પગ રાખવા માં કદાચ ,પાણી ના પણ ના રેહાવાય એવું થાય ……
અને છેલ્લે કવિ કલાપી ને યાદ કરીએ તો લગભગ જીવન આખું અસમંજસ માં પસાર કર્યું અને એમનાજ શબ્દો માં સમાપન કરું
કલાપી ની અસમંજસ
પ્યારું ત્યજી ને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર …
ધોવાઇ યાદી ત્યાં રડાવે જુદાઈ આપની …
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની …કલાપી
શુભ રાત્રી
– શૈશવ વોરા