ગઈ કાલે એક જોરદાર મોટો જલસો પ્રગતિ મેદાન દિલ્લી માં થઇ ગયો … આખી મીનીસ્ટ્રી અને સાક્ષાત પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ , લોકસભા ના સ્પીકર , પાંચ સાત મુખ્ય મંત્રી અને બોલીવુડ ના ત્રણે ખાન સહીત બોલીવુડ આખું , અને ઉદ્યોગપતિ ઓ નો કાફલો , નામ લો તે બધા હાજર હતા ….રજત શર્મા ની આપ કી અદાલત ને ૨૧ વર્ષ પુરા થયા એનો જલસો ગોઠવ્યો હતો …..
જેને કેહવાય ને કે સમય જોઈ ને સોગઠી મારી, અને કામ કરી ગઈ , સમય વર્તી ને રજત શર્મા ની ચેનલે એલીયન અને અંધશ્રદ્ધા થી ભરેલા સમાચારો પ્રસારિત કરવા ના બંધ કરી , અને મોદી ભક્તિ અપનાવી અને બેડો પાર થઇ ગયો … જે ઇન્ડીયા ટીવી ને પોતે પોતાની જ જાહેરાત બ્રેક માં મુકવી પડતી હતી એને અત્યારે બે મિનીટ ના સમાચાર અને ત્રણ મિનીટ નો બ્રેક લેવો પડે એવી હાલત છે , જે કામ 1982 ની સાલ માં દુરદર્શન કરતુ હતું એ જ કામ અત્યારે રજત શર્મા નું ઇન્ડિયા ટીવી કરે છે , પ્રધાનમંત્રી ની ટોટલ ચમચાગીરી , સરકારી ચેનલ ની જેમ સરકારી સમાચારો જ પ્રસારિત કરવા ના , અને એ પણ લોકો ને જોવું ગમે છે , કારણ એક જ છે છેલ્લા દસ વર્ષ ની નિકમ્મી સરકાર પછી કોઈ કામ કરતી સરકાર જોવી સહુ ને ગમે ….
ભારત ની પ્રાઇવેટ હિન્દી ચેનલ માં ન્યુઝ ચેનલ નો યુગ ચાલુ થયો પેહલા ઝી ન્યુઝ થી , થોડા નિષ્પક્ષ સમાચારો મળતા થયા , પછી વારો આવ્યો આજતક ,સ્ટાર , અને પછી એનડીટીવી ,સહુ થી મોટી પત્રકારો ની ફોજ તૈયાર કરી ઇન્ડિયા ટુડે ના પ્રભુ ચાવલાએ અને પ્રણવ રોય . વિનોદ દુઆ અને નલીની સિંહ બંને ભાઈ બેન એક્ઝીટ પોલ ના પ્રણેતા ….દુરદર્શન ના જમાના થી ….
બે સખ્ત બોગસ પ્રોડક્ટ એનડીટીવી ની , બરખા દત્ત અને રાજદીપ સરદેસાઈ ….આજે પણ આખું પત્રકાર જગત રાજદીપ સરદેસાઈ થી ચોક્કસ અંતર જાળવે છે , અને બરખા લગભગ ખોવાઈ ગયા …..
સત્ય બતાડવું અને હું જે બતાડું એજ સત્ય છે એ બે માં બહુ મોટું અંતર પડે …
અને પ્રભુ ચાવલા ની સીધી બાત એ ઘણા બધા ને આકર્ષ્યા પણ ક્યાંક લોકો ની નાડ પારખવા માં પ્રભુ ચાવલા થાપ ખાઈ ગયા અને અત્યારે ફોકસ ની બહાર છે , પણ એમના ચેલાઓ લગભગ દરેક ચેનલ ના હેડ બની ને બેઠા છે ….ઘણું ન્યુટ્રલ પત્રકારત્વ પ્રભુ ચાવલા નું રહ્યું છે …
પ્રણવ રોય નો સામ્યવાદ અને શુડો સેક્યુલારિઝમ તરફ નો ઝોક સ્પષ્ટ દેખાઈ આવે , અને એ જ કારણે ટીઆરપી ઓછી થઇ ગઈ , જોડ તોડ ની રાજનીતિ ના જમાના માં સામ્યવાદી ની જોડે પ્રણવ રોય અને તેમની ચેનલ સારી ચાલી , રાજદીપ સરદેસાઈ અને બરખા દત્ત બંને ડાબો જમણો રહ્યા ,પણ સંસદ ના નોટ કાંડ માં રાજદીપ ની ભૂમિકા પછી ઘણું સહન કરવા નું આવ્યું એનડીટીવી ને … વિશ્વાનિયતા ઉપર સવાલો થયા … અને પાછુ પડ્યું એનડીટીવી…
મીડિયા એ પેહલો ટ્રાયલ કેસ ચલાવ્યો આરુષી હત્યા કાંડ માં , જ્યુંડીશરી એટલે કે કોર્ટ ચુકાદો આપે એ પેહલા મીડિયા એ ચુકાદો જાહેર કરી અને સજા આપવા સુધી પોહચી ગયું ….જેસિકા લાલ મર્ડર કેસ મીડીયા ની દાખલ વિના કદાચ દટાઈ ગયો હોત , એ જ રીતે કોલ ગેટ ,૨ જી , કોમનવેલ્થ ,ઘણા બધા કૌભાંડો માં મીડીયા એ સખત ન્યુટ્રલ કામ કર્યું …. સિવાય કે ગોધરા કાંડ …. ભયંકર બાયસ રીપોર્ટીંગ થયું અને એની સજા ગુજરાત કોંગ્રસ હજી ભોગવે છે , કદાચ હજી બીજા દસ વર્ષ કોંગ્રેસ કદાચ ગુજરાત માં સત્તા પર નહિ આવે ….
વાત કરીએ રજત શર્મા ની ખુબ નાને થી મોટો થયેલો માણસ , આપ કી અદાલત સવારે રવિવારે દસ વાગે આવે ત્યારે જોતા , મોઢા પર ઘણા બધા ને ચાબખા મારતા , લગભગ દેશ ની કોઈ હસ્તી છેલ્લા બે દસકા ની બાકી નહિ રહી હોય આપ કી અદાલત માં આવ્યા વિના ની , એક સારા શો ના એકવીસ વર્ષ પુરા થયા … થોડા દસેક વર્ષ બીજા વધુ પૂરા કરશે એવું ચોક્કસ લાગે છે …
મારા મિત્ર હરેશ ઠક્કરે મને સમજ આપી હતી કે નારદ એ દુનિયા ના પેહલા પત્રકાર હતા , વાત સાચી છે પત્રકાર ની જેમ બધે જ સમાચારો નારદજી પોહચાડતા અને જયારે જયારે માનવ જાત પર કે સૃષ્ટિ પર ખતરો દેખાયો ત્યારે નારદજી એ બુદ્ધિ વાપરી અને રાવણ ની સામે રામ અને કંસ ની સામે કરશન ને ઉભા કરવા માં મહત્વ ની ભૂમિકા ભજવી છે ….
આશા રાખીએ પત્રકારત્વ નો પેહલો નિયમ, સત્ય ને કોઈ પણ ભોગે બહાર લાવવું …બધા આજ ના પત્રકારો આ પેઈડ ન્યુઝ ના સમય માં યાદ રાખે અને પાળે …. બાકી અત્યારે જે પેઈડ ન્યુઝ નું ચક્કર ચાલ્યું છે ….અને સત્ય કરતા અર્ધ સત્ય વધારે વેચાય છે , જે સારું લાગ્યું કે લાગશે , તે છાપો કે દેખાડો સાચું ગયું ચુલા માં …
જનતા નારાજ ના થવી જોઈએ ….મને જાહેરાતો મળતી રેહવી જોઈએ … તાજો દાખલો પેલી બે ઝઘડાખોર બેહનો નો છે …..હરિયાણા સરકાર એવોર્ડ આપવા સુધી વાત પોહચી, અને હવે ખબર પડી કે આતો બે બાઝકણી બલા છે …. જેને તેને મારતી ફરે છે ….
બસ આજ કલ ના પત્રકારો નું આવું જ છે પેહલા ચડાવે અને પછી પછાડે …..
જોઈએ હવે કોને પાડે છે
….
શુભ રાત્રી
– શૈશવ વોરા