ઇન્ડિયા ………!!!!!
ઇન્ડસ નદી એટલે કે સિંધુ નદી ના પટ માં વિસ્તરેલી સંસ્કૃતિ …! વેદો અને પુરાણો માં બે નદી ને સ્ત્રીલિંગ ને બદલે પુલ્લિંગ કહેવાયા છે સિંધુ અને બ્રહ્મપુત્ર આ બે નદી તેના પટ ની પોહળયી વિશાળતા , તેમની લંબાઈ અને પોતાનામાં સમાવતા પાણી ના જથ્થા ને કારણે તેમને સ્ત્રી સ્વરૂપ ન ગણતા પુરુષ તરીકે જોવા માં આવે છે અને તેમને નદ્ય: તરીકે ઓળખવા માં આવે છે …….!!!
મારા માનવા પ્રમાણે લગભગ તમામ વેદ પુરાણ અને ઉત્તમ સાહિત્ય ની રચના સિંધુ ખીણ અને બ્રહ્મપુત્ર ના મુખ પ્રદેશ એટલે કે આજ નું પાકિસ્તાન અને બાંગ્લાદેશ અને તેની નજીક ના ભારતીય પ્રદેશો માં થઇ હતી .. !!!
ભાગલા પડ્યા ત્યારે આર્યાવર્ત પાસે ની બે મુખ્ય નદ્ય: સિંધુ અને બ્રહ્મપુત્ર હતા …!!!
જો કાશ્મીર ને ભારત વર્ષ નું મસ્તક ગણીએ અને કન્યાકુમારી ને ચરણ તો સિંધુ અને બ્રહ્મપુત્ર તેની બે ભુજાઓ ..!!
હોશિયાર અંગ્રેજો અને બે મૂરખ ગુજરાતી …. !!એકે હાથ વિનાનું શરીર સ્વીકાર્યું અને બીજા એ બે હાથ … !!શરીર સ્વીકારનાર મોહનદાસ કરમચંદ ગાંધી અને બે હાથ લેનાર મહમદભાઈ ઝીણાભાઈ પુંજાભાઈ ઠક્કર … ઉર્ફે મહમદ અલી ઝીણા …!!
આજે સાચા સેક્યુલારિઝમ ને સ્વીકારવા ની વાતો થાય છે ત્યારે જ્યાં થી પીડા મળવા ની શરૂઆત થઇ તેને સ્વીકારીએ …!
ચાલો આજે સ્વીકાર્યે કે સરદાર પટેલ કે ગાંધીજી એકલા જ ગુજરાતી નોહતા મહમદ અલી ઝીણા પણ ગુજરાતી હતા .. !
ભરપેટ ગાળો આપીએ છીએ….!!!
તો આજે આ ગાળ નો પણ સ્વીકાર કરીએ, આપણા માથા પર ના આ કલંક ને પણ સ્વીકારીએ …. !!કલંક તો ચંદ્રમાં માં પણ છે અને રાજા વિક્રમાદિત્ય ના કુળ માં પણ હોય …!!!!
સાચા અર્થ માં જૈન થવું પડે , સાચા અર્થ માં દરિયાદિલ થવું પડે , સમતા રાખવી પડે , મહમદ અલી ઝીણા ને ગુજરાતી તરીકે સ્વીકારવા માટે …
મારી કોઈ જ તૈયારી નથી આ વ્યક્તિ ને માફ કરવાની ગુજરાતી તરીકે સ્વીકારવા ની ….!!
તમારા કોઈ ની ખરી ???
સુપ્રભાત
– શૈશવ વોરા 20-04-14