કાલ વાળી વાત આગળ…
મોટુ માર્કેટ કયુ… કોમોડીટી કે વરચુઅલ….???શેમા પૈસા વધારે કમાવાય ..?
ફરી એક વાર યાદ કરાવુ જે વસ્તુ …કિલો ,લિટર,મીટર કે નંગ માં મળે એને હું કોમોડીટી ગણુ છુ…જ્યારે તમને આમાં ની કોઇ વસ્તુ નથી મળતી અને પૈસા આપી અને આવો છો એને વરચુઅલ કે આભાસી વસ્તુ હું ગણુ છુ… મોટા ભાગ નો નોકરિયાત વર્ગ વરચુઅલ કેટેગરી માં આવે કંઇ જ વસ્તુ આપ્યા વિના પગાર લઇ ને ઘેર આવે….
જયારે મોટા ભાગ ના ધંધા વાળા કંઇક આપે અને પછી પૈસા લે જેમાં ફકત નફો ઘેર લાવે… ટોટલ પૈસા નહી…
હવે મોટુ માર્કેટ કયુ..??
આજ ના જમાના માં વરચુઅલ માર્કેટ કોમોડીટી કરતા મોટુ …અને જો એમાં વધારે પૈસા કમાવાય તો એના જેવુ સુખ એકપણ નહિ…
એક જ લોજિક મુકુ …. મોટા ભાગે મેન્યુફ્રેક્ચરીંગ કરતી કંપની મા ટર્નઓવર ના ૧૨ ટકા પગારો માં જાય છે અને ૮ થી ૧૦ ટકા નફો હોય છે…. બીજુ સરકારી અને બેંકિગ બે મોટા સેકટર કોઇ જ કોમોડીટી આપતા નથી ફકત વરચુઅલ છે…. પગારો જ કરે છે… અને એક વ્યવસ્થા ને સાચવે છે….ત્રીજુ ઉમેરવુ હોય તો શિક્ષણ …જો વરચુઅલ ઇકોનોમી કોમોડીટી કરતા મોટી થાય તો સત્યનાશ જાય.. અને એ અત્યારે થયુ છે..
જેમ મોગલ ગઇ તગારે એમ સરકાર ગઇ પગારે…
ભારતીય રેલવે પગાર કરતા પેન્શન વધારે ચુકવે છે….હવે રેલવે નવા ટ્રેક અને ટ્રેન બનાવે કે પેન્શન આપે…
દુનિયા ની ઇકોનોમી પેહલા કોની પાસે કેટલુ સોનુ છે એની પર નિર્ભર હતી …. પણ જગત કાજી એ પોતાની એસેટસ ના બદલા મા ડોલર છાપયા અને ધબાધબી બોલી એકદમ બજારો તેજી માં આવ્યા…. અને ફુગાવા એ જોર પકડયુ….
આજે પણ આપણા દેશ નો ફુગાવો આપણા ગ્રોથ ને ખાય છે…જે આપણા કકળાટ નુ મુળ કારણ છે …. વધતો નફો કે પગાર ફકત મોંઘવારી ઉર્ફે ફુગાવા ને સરભર કરવા માં જ જાય છે…તમે ગમે તેટલુ વધારે કમાવ પણ ફુગાવો એને ખાઇ જાય છે…
હવે જો તમારે અને મારે પૈસાદાર થવુ હોય તો ફુગાવા ના દર કરતા દસ ગણો ગ્રોથ કરવો પડે… અથવા સરકારે ગ્રોથ રેટ ને જાળવી રાખે અને ફુગાવા ને મારે….
ફુગાવા ને મારવા માટે કોમોડીટી જ કામ લાગે એને કંટ્રોલ કરે તો દેશ ઉપર આવે …અને ફુગાવો પતે…. દેશ ની અર્થ વ્યવસ્થા નો મોટો ભાગ ખેતીવાડી પર આધારીત છે…બધી જ એપીમસી તોડી પાડવી પડે તો જ ખેત પેદાશો ના ભાવ કંટ્રોલ થાય …
ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન ના પ્રમુખ શ્રી બચુભાઇ પટેલ અને અમારા બચુકાકા ના શબ્દો લખુ તો..
ખાતર,પાણી ,બિયારણ ,કે પાણી માટે ની વિજળી , આ બધા નો ભાવ સરકાર નકકી કરે અને પછી અમારી ખેત પેદાશો ના ભાવ બજાર પર છોડે…એટલે બીજા શબ્દો માં અમારી રો મટીરીયલ ની કોસ્ટ સરકાર નકકી કરે અને ફિનિશ પ્રોડકટસ ને બજાર ના ભરોસે છોડે એટલે બજાર ખેડુત ને ચુસવા માં કંઇ બાકી ના રાખે….
સરકાર ને ખબર હોય કે ના હોય પણ સટોડીયા અને બજાર ના દલાલો ને ચોકકસ ખબર હોય છે કે કઇ કોમોડીટી નુ કેટલુ વાવેતર છે….અને પછી સટ્ટો ગુંથાય અને સાચા કે ખોટા ભાવ વધે કે ઘટે અને અંતે ખેડુત તો નુકસાની માં જ જાય…..
વાત તદ્દન સાચી….છે.. વચેટીયા ની દુનિયા એ બહુ જ મોટુ નુકસાન દેશ ની અર્થ વ્યવસ્થા ને આપ્યુ છે…
બીજો રસ્તો છે ખેતી ને મુકો બાજુ પર અને પ્રોડક્શન ને વધારો ઉદ્યોગો ને પ્રોત્સાહન આપી અને વધુ પ્રોડકટસ બહાર પાડો ….. મેક ઇન ઇન્ડિયા … એ સૌથી મોટુ સોલ્યુશન છે…..માલ બનાવો અને જાડા નફા થી દુનિયા માં વેચો…અને ઇકોનોમી મા સ્ટેબી લીટી લાવો…જે રસ્તે જાપાન અને જર્મની જીત્યા અને છેલ્લો દાખલો ચીન છે….
ઉત્તમ ખેતી,મધ્યમ ધંધો, કનિષ્ઠ નોકરી…
જુની કેહવત નો આધાર લઇએ ખેતી ઉર્ફે પ્રોડક્શન ને સારા મા સારી ગણી છે…પણ અત્યારે ચિત્ર ઉંધુ છે..
નોકરી માં મોજ છે…
આખો યુ ટન લેવાનો છે….અને નહિ લેવાય ત્યા સુધી આપણે ચકકી માં પિસાવા નુ છે….
– શૈશવ વોરા