આજે વાત ….
બે ટીવી સિરીયલો ની વાત …. એક જોધા અકબર અને બીજી મહારાણા પ્રતાપ…
બંને મા એક રાજા ને ઢગલો રાણી ….આમ તો જોઇ ને જ કેવા ગલગલીયા થાય ….દુનિયા ના તમામ પરણેલા પુરુષો ખાલી કલ્પના કરો તમારા ત્રણ ચાર અર્ધાંગના ઓ તમારા ઘર મા ફરતા હોય… તમે બહાર થી કયારે પાછા આવો એની રાહ જોતી હોય … સોરી જોતા હોય ..ભુલો થશે હોં માનાર્થે બહુ વચન નથી ખરા અર્થમાં બહુવચન છે.. અને પછી આ બહુવચન સર્વિસ કેવી ફર્સ્ટ કલાસ આપે …બધા પાછા અંદર અંદર તમને વાહલી થવા માટે ઝઘડતા હોય …. અને પાછી ભેગી થઇ ને તમારા હિત ની જ વાતો કરતી હોય અને બેનો બેનો ની જેમ રેહતી હોય …તમારા ધંધા ને પણ સાચવે … ભેગી થઇ ને છોકરા મોટા કરતી હોય ..
… આહા હા હા હા હા ….
કેવુ નસીબ નહી છે અકબર નુ કે પેલા પ્રતાપ ના બાપા નુ …
જે કપડા અને ઘરેણા આહ. ..આહ… થઇ જાય …
આ પ્રતાપ ને તો હજી મુછ નો દોરો દેખાતો નથી અને સગાઇ થઇ ગયી… અહી તો પેહલા સરખો સેટ થાય ને પછી વાત..હમણા એને ડીસ્ટર્બ ના કરો .. એટલે ભણતા ભણતા અને પરણતા સુધી માં અડધો ઘરડો થઇ જાય…
ઉદયપુર ના સિટી પેલેસ માં એક વાર ગાઇડ એવુ બોલ્યો … કે આ પેલેસ ત્રણસો વરસ માં બાવીસ પેઢી ઓ એ ભેગા થઇ ને બનાવ્યો …. મારી બુધ્ધિ દોડી… ત્રણસો વરસ માં બાવીસ પેઢી થાય કેમની..??
આપણી તો મોટેભાગે સો વરસ મા ચાર કે પાંચ પેઢી જાય તો સો વરસ મા પાંચ ગણો તો પણ ત્રણસો વરસ ની પંદર પેઢી થાય… તો બાવીસ પેઢી ત્રણસો વરસ ની કેમ ની જાય હેં ભાઈ …?? તું ફેંક મત યાર …બિચારો ગાઇડ ..મને કહે સરજી યે મહારાણા કે વંશ મે બહોત સે રાણા બહોત છોટી ઉમ્ર મે હી લડાઇ મે મારે ગયે ઔર ફિર ઉનકી રાનીયા ને કિસી પરીવાર કે બેટે કો ગોદ લે લેતી થી…. ઇસ તરહ ઇનકી તિનસો સાલમે બાઇસ પૅઢી હુઇ…..
બે પાંચ રાણી કે બેગમ નો વૈભવ … પણ તલવાર ની ધારે જીંદગી…..અને ઘોડા પર અને તીર તલવાર ને ભાલા….જંગલ મા ઘાસ ની પથારી…
બોલો શુ કરવુ છે …??? ઘેર છે ને એક એ બરાબર છે … ચુપચાપ એમની કમરે મુવ લગાવી આપો … એસી ચાલુ કરી સુઇ જાવ હોં બકા…
આજે ગુડ નાઇટ ગાઇઝ. .
– શૈશવ વોરા
તા .ક. ફોટો ખાલી મુકેલ છે .
www.shaishavvora.com