Page 10
રીતેશે કીધું ગુડ..વેરી ગુડ પણ મેઘના સાથે ની રીલેશનશીપમા તારા અને કંગનાના રીલેશનમાં કોઈ ફેરફાર થયો..કુશલ બોલ્યો ના બિલકુલ નહિ રીતેશ ઉપરથી અમારી મેરીડ લાઈફ તો જોરદાર થઇ ગઈ, કંગના તો મારાથી સખત ખુશ છે છેલ્લા પાંચ વર્ષમાં અને મને કહે છે કે તું તો જોરદાર રોમેન્ટિક થઇ ગયો છે આ છેલ્લ્લા પાંચ વર્ષથી તો .
રીતેશ બોલ્યો વાહ એક્સ્ટ્રા મેરાઈટલ અફેર કેન મેઇક યોર મેરીડ લાઈફ હેલ્ધી .. તે તો આ કેહવતને સાચી પાડી કુશલ, કુશલ બોલ્યો એટલે તું કેહવા શું માંગે છે.. કઈ નહિ દોસ્ત વધારાનું લફરું હોય તો દુનિયા પોતાના બૈરા ઉપર વધારે ધ્યાન આપે અને તે તો એવું જ કર્યું, પણ તો આમાં તું ભરાયો છે ક્યાં? મેઘના તારાથી પ્રેગનેન્ટ છે કુશલ?
ત્યાં પટાવાળા એ બારણું ખખડાવ્યું અને કોફી સેન્ડવીચ લઈને આવ્યો .બંને જણા ચુપ થઇ ગયા, પટાવાળો બધું મુકીને બહાર ગયો.. હા બોલ કુશલ એ પ્રેગનેન્ટ છે ? કુશલે કીધું અલ્યા ગધેડા હાથ પકડવાથી કોઈ પ્રેગનેન્ટ થાય ? રીતેશ અકળાઈને બોલ્યો તો ઈડિયટ્ એક કલાકથી તું મારું માથું શું ખાય છે ? આમાં પ્રોબ્લેમ ક્યાં છે? કુશલ બોલ્યો અરે યાર કાલે એની બર્થ ડે છે અને એ મારી સાથે લંચ કરવાની જીદ કરે છે ,અમે લોકો હમેશા ગાડીમાં જ બેસીને વાતો કરીએ છીએ અને એ મને એની સાથે લંચમાં બહાર કોઈ હોટેલમાં જવાનું કહે છે, અને પાછી એની ફ્રેન્ડ ને સાથે લાવવાનું કહે છે, એટલે મેં કીધું કે હું પણ મારા ફ્રેન્ડને સાથે લાવીશ તો સાલી ના પાડે છે તારે એકલા આવવાનું છે બસ લોહી પી ગઈ છે ગાડીમાંથી ઉતરતી જ નોહતી ..
રીતેશ નું મગજ બરાબર છટક્યું ..દોસ્ત કુશલ જો ખાલી હાથ પકડી ને ગાડીમાં બેસીને જ તું એની સાથે વાતો જ કરતો હોય તો તો તું એને રોજ લંચ અને ડીનર પર લઇ જા,તારી બૈરી કંગનાને હું સમજાવી દઈશ, તને જો એટલામાં જ મજા પડતી હોય તો તું તારે ચાલુ રાખ તારું આ કેહવાતું સેટિંગ .. કુશલ અકળાઈને બોલ્યો શું ઘંટડી ચાલુ રાખું રીતલા , હવે મારાથી રોજની ફોન પર ચાલીસ મિનીટ વાત નથી થતી,યાર છોડવ મને આમાંથી ..
Previous Page | Next Page