Page 11
રીતેશ બોલ્યો હું શું છોડાવું ?એ પ્રેગનેન્ટ હોત તો હું એબોર્ટ કરી આપત પણ આમાં તો તે જાતે જ મેઘનાનો હાથ પકડ્યો છે ,તો તારે જાતે જ છોડવાનો છે આમાં મારે શું કરવાનું ?
ના રીતલા તું સમજતો નથી.. રીતેશ બોલ્યો શું બોલને પણ ? સમજાવ ને મને.. કે મારે શું સમજવાનું છે.. થોડા ક્ષોભથી અને અચકાટથી કુશલ બોલ્યો .. રીતલા મારી બૈરી કંગના અને મેઘના નો વર નિલય પણ રોજ એક દિવસમાં એકબીજાની સાથે બે થી ત્રણ કલાક ફોન પર વાતો કરે છે અને કંગના જેટલો ટાઈમ મુંબઈ એના પિયર જાય છે ત્યારે ત્યારે નિલય પણ મુંબઈ જ હોય છે… રીતેશ માટે આ તદ્દન ગુગલી બોલ હતો, રીતેશ બોલ્યો આર યુ શ્યોર કુશલ ? કુશલ બોલ્યો ..હા રીતેશ હું અને મેઘના આખો દિવસ એ બંનેની જાસુસી કરીએ છીએ અને બધું જ કન્ફર્મ થાય છે અને ક્રોસ ટેલી પણ થાય છે,છેલ્લા ચાર પાંચ વર્ષથી હું અને મેઘના ચુપચાપ બધું સહન કર્યે જઈએ છીએ .. રીતેશે ફરી કન્ફર્મ કરવા પૂછ્યું તારું કેહવું એમ છે કુશલ કે તારી વાઈફ કંગના અને મેઘના નો હસબંડ નિલય બંને જણા રોજ બે ત્રણ કલાક ફોન પર વાતો કરે છે …? કુશલે માથું ધુણાવીને હા પાડી ..રીતેશે કીધું તો કુશલ ક્યારેક કંગના સાથે ફોડ પાડીને પૂછને કે તારા અને નિલય ના સંબંધો શું છે ? અને એવું હોય તો તું અને મેઘના બંને જણા સાથે એ લોકો સાથે હોય ત્યારે પોહચી જાવ અને પૂછો ને ?
કુશલ બોલ્યો કર્યું હતું રીતેશ એમ જ કર્યું હતું અમે રીતેશ, કંગના મુંબઈ એના પિયર ગઈ હતી ત્યારે નિલય પણ ત્યાં જ હતો, હું અને મેઘના એક દિવસ તાબડતોબ બપોરની ફ્લાઈટ લઈને અમદાવાદથી મુબઈ ગયા એમની પાછળ,અમને કન્ફર્મ વાત મળી કે એ લોકો મરીન લાઈન્સ પરની હોટેલ એમ્બેસેડર માં રૂમ નબર ૮૦૧માં છે, અને રાત સુધી રોકાશે કેમ કે મેઘના એ વાલકેશ્વરમાં એના મમ્મી પપ્પાને એવું કીધું હતું કે એ અંધેરી મારા ફ્રેન્ડને ત્યાં જાય છે મળવા, અને રાત્રે મોડી પાછી આવશે ,પણ એ મારા ફ્રેન્ડને ત્યાં અંધેરી ગઈ જ નોહતી,એટલે હું અને મેઘના પેહરેલે કપડે સીધા અમદાવાદ એરપોર્ટ ગયા ,ત્યાં ઉભા ઉભા ટીકીટ કાઢવી અને બપોરેને બપોરે બોમ્બે સાન્તાક્રુઝ એરપોર્ટ ઉતરી અને અમે સીધા મરીન લાઈન્સની હોટલમાં ગયા અને રૂમ નું બારણું ખખડાવ્યું …
Previous Page | Next Page