Page 12
કુશલ બોલતો અટકી ગયો ..રીતેશે કીધું પૂછવું તો ના જોઈએ કુશલ દોસ્ત તને મારે ..પણ પછી આગળ શું થયું ..? કુશલ બોલ્યો..બને જણા એ જ રૂમમાં હતા અને બારણું ખુલ્યું .. નફ્ફટાઈ ની હદ વટાવી એ બંને જણાએ એકપણ કપડું નોહતું એમના શરીર પર અને ઉપરથી અમને કહે કમ ઓન જોઈન અસ..કુશલ આટલું બોલતા બોલતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયો.. રીતેશ પોતાની સીટ ઉપરથી ઉભો થયો અને કેબીનનું બારણું લોક કર્યું ,અને કુશલને કીધું સંભાળ દોસ્ત કુશલ તારી જાતને, કુશલ રડતા રડતા બોલ્યો રીતેશ મારી દીકરીનું મોઢું મને દેખાયું નહિ તો હું તો એ જ હોટેલના આઠમાં માળેથી ત્યારે જ નીચે હું કુદી ગયો હોત હું અને મેઘના બંને ખુબ રડ્યા ત્યાં ઉભા ઉભા , અને એ બે નફફટ લોકો એ અમને એવું કીધું તમારા વોટ્સ એપ મેસેજ અમે રોજ વાંચતા હતા અને જો તમે બંને જલસા કરો તો અમે શું ગુન્હો કર્યો છે ?
કંગનાએ નિર્લજ્જતાની હદ વટાવી અને અમને કીધું હવે અમારી પાછળ પાછળ અહી સુધી આવી જ ગયા છો તો ખુલ્લા મને સ્વીકારો અને અમારી સાથે જોઈન થાવ અને એન્જોય કરો, હું અને મેઘના પાછા મુંબઈ સાન્તાક્રુઝ એરપોર્ટ આવ્યા, ત્યારે મેઘના એના દીકરાની માં હતી અને હું મારી દીકરીનો બાપ ..બસ આ જ એક એક કારણ છે અમારુ આ નર્કથી બદતર જિંદગી ને જીવવાનું, નહિ તો ક્યારનાય અમે બંને જણાએ આપઘાત કરી લીધો હોત…રીતેશ દોસ્ત એ આપણી સ્કુલનું રીયુનિયન ના થયું હોત ને રીતેશ તો ખરેખર હું આ દુનિયાનો સૌથી સુખી માણસ આજે હોત, મેઘના મારી બાળપણની ફેન્ટસી હતી એ વાત સો ટકા સાચી ,પણ અમે ક્યારેય એકબીજા સાથે વાત નોહતી કરી સ્કુલ કે કોલેજમાં બસ એકબીજા સામે ખાલી જોયાજ કર્યું હતું,મેં મેઘનાને થોડા વોટ્સ એપ મેસેજ કર્યા એણે મને કર્યા તો એની સજા જો મને કેવી મળી ..??
કુશલ રડતો રહ્યો રીતેશનું મગજ બેહર મારી ગયું, કંગના ને એ હજારો વાર મળ્યો હતો ,પણ રીતેશ ને સેહજ પણ અંદાજ નોહતો કે કંગના આવું કરી શકે ,કુશલ ચુપ હતો એકદમ ખામોશી છવાઈ હતી કુશલ ઉભો થયો અને બાથરૂમમાં ગયો હાથ મોઢું ધોયા અને લૂછ્યા, નાક સંકોરતો કુશલ બહાર આવ્યો અને એ સી બંધ કર્યું બધી બારીઓ ખોલી નાખી રીતેશની કેબીનની આછી આછી હોસ્પિટલની વાસ રિતેશની કેબીનમાં પથરાઈ , રાત ઢળી ગઈ હતી બહાર ..
Previous Page | Next Page