Page 13
કુશલ એનું નાક સંકોરતા બોલ્યો રીતેશ અત્યારે તો હું અને મેઘના એ લોકોની બેવફાઈ ને સહન કરીએ છીએ, અમારી થોડી સી બેવફાઈ ને એ લોકો એ એક એમના આનંદ અને પ્રમાદનું સાધન બનાવી દીધું, રીતેશ બોલ્યો તમે લોકો ડિવોર્સ કેમ નથી લેતા .? એ ઓપ્શન પણ અમે વિચાર્યું રીતેશ પણ ડિવોર્સ લઇ ને પરણવાનું તો એક બીજા ના બૈરા જોડે જ ને ? સમાજ આંધળો થોડો છે ? મારી છોકરીનું ભવિષ્ય શું? ચારે ચાર જણાના ઘરડા માબાપ નું શું..? અત્યારે તો આ વાત દબાયેલી છે અને મારા અને મેઘના સિવાય બધા જ લોકો ખુશ છે તો પછી એક સામટા આટલા બધા જીવો ને મુશ્કેલીમાં મૂકીઅને મને અને મેઘનાને શું શાંતિ મળશે? કંગના અને નિલય તો ખુશ જ છે ને એમની જગ્યાએ ..! રીતેશ નક્કી નોહતો કરી શકતો કે આવી સમસ્યા નું કોઈ સમાધાન હોય કે નહિ ? જીવનમાં નહિ પણ કોઈ ફિલ્મમાં પણ એણે આવી સીચ્યુએશન જોઈ નોહતી ..રીતેશે કીધું તું મને સમય આપ હું વિચારું અને કહું તને કુશલ પણ ચોક્કસ કોઈ રસ્તો નીકળશે..
બંને જણા ત્યાંથી છુટા પડયા , બીજા દિવસે મેઘનાની બર્થડે હતી અને વચન પ્રમાણે કુશલ એની સાથે લંચ પર ગયો ,કોઈ ખાસ વાત થઇ નહિ બસ એકબીજા ના વખાણ કરી અને બંને જણા છુટા પડયા ..સાંજે રીતેશે કુશલ ને ફોન કર્યો રાત્રે ક્લબ પર આવ સાડા નવ વાગે મળીએ, બંને જણા રાત્રે કર્ણાવતી ક્લબ પર ભેગા થયા, બીજા બે ત્રણ જણા ઓળખીતા મળ્યા એટલે વાત કરવા નો ચાન્સ નોહતો મળતો એટલે કલબમાંથી બહાર આવી ગયા અને એસ જી હાઈવે પર ગાડી પાર્ક કરી અને ઉભા રહ્યા, કુશલે પૂછ્યું બોલ શું વિચાર્યું તે રીતેશ ? રીતેશે કીધું કુશલ તું મને હવે માંડીને વાત કર પેહલા તો તું મને એમ કહે કે મેઘના માટે તારી ફીલિંગ્સ શું હતી પેહલા અને અત્યારે ..? કુશલ બોલ્યો સાચી હકીકત એ છે કે મેઘના મારો બાળપણ નો પ્રેમ છે રીતેશ, સ્કુલમાં આપણે નાના હતા ત્યારે મને મેઘના બહુ ગમતી જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ અમે બંને એકબીજાની સામે જોતા અને ખુબ ગમતું મને અને મેઘનાને એ નયનમટક્કા.
Previous Page | Next Page