Page 18
રીતેશે બનાવેલા થ્રી મસ્કેટીયર્સ ગ્રુપમાં મેસેજ નાખ્યો
કંગના અને નિલય,
આજે કુશલે મને બધી વાત કરી છે અને હું તમારા ચારે ના સંબંધો વિશે જાણું છું માટે મને એક મિત્ર તરીકે સ્વીકારો,
તરત જ નિલયનો મેસેજ આવ્યો
મને કોઈ વાંધો નથી હું સ્ટ્રેટ છું,કંગના બોલ ઇસ ઇન યોર કોર્ટ,નિર્ણય તારા ઉપર છે ..
કંગના એ જવાબ લખ્યો
રીતેશ તારો ઇન્ટરેસ્ટ શું છે ? તારો આશય ક્લીયર કર
રીતેશે જવાબ લખ્યો
ફન ફન ફન ફન .. બીજું કઈ નહિ
કંગના એ લખ્યું
કુશલ ?
રીતેશે લખ્યું ..
એ વેદિયો છે મારી બૈરી ધારીણી જેવો
નિલયે સ્માઈલી મોકલી ,
કંગના એ લખ્યું
ઓકે વેલકમ મળીએ સાથે ક્યારેક …
નિલયે લખ્યું આઈ ડોન્ટ માઈન્ડ જેવી તારી મરજી કંગના..
રીતેશ પેહલો કોઠો જીતી ગયો
સવારે મેઘના ઓન લાઈન થઇ નવું ગ્રુપ જોયું એણે વોટ્સ એપમાં એટલે તરત જ
?? માર્ક ટાઈપ કરીને મુક્યા એણે ,
સામે કુશલે જવાબ આપ્યો
સોરી મેઘના પણ મેં બધું કુશલ ને કહી દીધું છે મેઘના એ મેસેજ મુક્યો સામે
સેડ એટલું લખીને ઓફ લાઈન થઇ ગઈ,
રીતેશે લખ્યું શા માટે દુ:ખી થાય છે ? હું તમને મદદ કરીશ હેરાન નહિ કરું પ્રોમિસ …
બપોરે મેઘના અને કુશલ મળ્યા કુશલે કીધું મેઘના તે અત્યારે જેમ તું મારી જોડે વાત કરે છે એમ જો પેહલા કોલેજમાં વાત કરતી હોત તો આપણા બંને નો સુખી સંસાર હોત..
Previous Page | Next Page