Page 22
કુશલ કઈ સમજી જ નોહતો શકતો કે આ રીતેશ શું કેહવા માંગે છે…ખાલી કુશલ એટલું જ બોલ્યો ઓકે ..પછી ત્રણે જણા એ ફાઈવ સ્ટાર હોટેલ ની પેહલા માળની કોફી શોપ પર ગયા અને બેઠા …
રીતેશે વાત ચાલુ કરી.. તમે લોકો એમ માનતા હોવ કે અમે લોકો કઈ આડુંઅવળું કરીને રૂમમાંથી બહાર નીકળ્યા છીએ તો તમે સો ટકા સાચા છો ..
કુશલ અને મેઘના ચુપચાપ નીચી અને ગ્લાનીવાળી આંખે જોઈ રહ્યા રીતેશની સામે, કુશલને તો કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ , રીતેશે કુશલ ના હાથ પર હાથ મુક્યો અને બોલ્યો સોરી દોસ્ત તારી બૈરી તો વેહતી ગંગા છે ,કંગના ને અત્યારે આ નિલય એક પુરુષ નથી એના જીવનમાં સમજે છે ને કુશલ તું ..?
અને નિલય પણ એજ છે નિલય અને કંગના એ બંને જણાએ તમને બંને ને તમારી એક ભૂલ પકડી અને એના ઓઠા હેઠળ બીજા ઘણા લફરા પાળ્યા છે , તમારી સજ્જનોની શિષ્ટ ભાષામાં નિલય અને કંગનાને લંપટ કેહવાય, અને અમારી પાર્ટી કલ્ચરની ભાષા માં આને.. કુશલે કીધું બસ અટકી જા રીતેશ અમારે કઈ વધારે સંભાળવું નથી રીતેશ મને એમ કે તું રસ્તો કાઢીશ .. એટલું બોલીને કુશલ આડું જોઈ ગયો … રીતેશ બોલ્યો રસ્તો થઇ ગયો છે કુશલ , કુશલ બોલ્યો શું ..? સમય આવ્યે ખબર પડશે રીતેશે જવાબ આપ્યો ..કુશલે નફરતથી રીતેશની સામું જોયું .. રિતેશના હાવભાવમાં કોઈ ફર્ક ના આવ્યો, રીતેશ બોલ્યો કુશલ તારી વાઈફ સાથે ક્યારના તારે ફીઝીકલ રીલેશન નથી .?
કુશલ કઈ બોલ્યો નહિ રીતેશે ફરી પૂછ્યો એ જ સવાલ ..કુશલે કીધું તારે શું ફરક પડે છે એ જાણી ને? રીતેશ બોલ્યો પડે છે ખાલી મને સાચો જવાબ આપ કુશલ બોલ્યો ચારેક વર્ષથી લગભગ..રીતેશ મેઘના ની સામે જોયું અને પૂછ્યું . અને મેઘના તારે પણ નિલય સાથે ચાર વર્ષથી ..? મેઘના કઈ બોલી નહિ નીચું જોઈ રહી , રીતેશ બોલ્યો બંને જણા તમે સખત નસીબવાળા છો … બસ આમ ને આમ જ રેહજો હાથ પણ ના લગાડવા દેતા એમને તમે..જિંદગી નો સવાલ છે તમારી એટલું જ કહીશ….એટલું બોલી અને રીતેશ ઉભો થઇ ગયો…
Previous Page | Next Page