Page 25
કુશલ બેઠો બોલ હોસ્પિટલના કપડા પેહરેલો પેશન્ટ તરીકે બેડમાં પડેલો રીતેશ ઉદાસ ઊંડી ઉતરેલી આંખે બારીની બહાર જોતો બોલ્યો.. તું અને મેઘના વિચારતા હશો કે આ રીતેશ કેવો છે ..? કહું તને હું તો રાક્ષસ છું, રાક્ષસના બધા જ પાપ કર્મો મેં કર્યા છે ..પણ એ કર્મમાંથી બહાર નીકળવા મેં બે મોટા પાપ કર્યા..કુશલ કઈ બોલ્યો નહિ અને ચુપચાપ બેઠો રહ્યો રીતેશ આગળ બોલ્યો . કુશલ મેં તને અને મેઘનાને એકબીજા માટે ઝૂરતા જોયા, અને હું નિલય અને કંગનાને મળ્યો બંને જણા ખુબજ ઊંડા ઉતરી ગયા હતા , મેં પણ એમની સાથે મોજમજા કરી પણ કુશલ તને ખબર છે મને કયો રોગ છે ..? હું શેના માટે અહિયાં એડમીટ છું ..?? કુશલ કઈ બોલ્યો નહિ.. મને એઈડ્સ છે અને આ મારા છેલ્લા દિવસો છે કુશલ ..હવે હું જે કઈ બોલીશ એ એને સાચું માનવું કે નહિ એ હું તારી ઉપર છોડું છું ,તારો પેલો વોટ્સ એપ મેસેજ મને શબ્દસ: યાદ છે કોઈ ની સાથે બે પાંચ મિનીટ ફોન પર વાત કરી લઈએ કે ચાર પાંચ વોટ્સ એપ કરી લઈએ તો એમાં આસમાન નથી તૂટી પડતું.. ..
પણ દોસ્ત તું ખોટો છે એ મેસેજ લખનાર પણ ખોટો છે, તે એ મેસેજ વાંચી અને મેઘનાની સાથે ચાર પાંચ વોટ્સ એપ કર્યા કે ફોન પર વાત કરી , તારી કંગના ભોળીભાલી હતી..એ તારા અને મેઘનાના મેસેજ વાંચી અને નિલય પાસે દોડી ગઈ હતી,તને અને મેઘના ને રોકવા ..પણ નિલય એક નંબર નો હરામી હતો,એને અમેરિકાનું મુક્ત વાતાવરણ ખુબ ગમી ગયું હતું ,એને તો મેઘનાને પેહલેથી જ પરણવું નોહતું ઇન્ફેક્ટ એને તો જીવનમાં ક્યારેય પરણવું નોહતું .. મેઘના હમેશા નિલય ને હમેશા પછાત જ લાગી હતી, નિલાય ને એના માબાપ ના દબાણને લીધે જ લગ્ન કરવા પડ્યા ,અમેરિકા જઈને નિલયને છૂટાછેડા જ લેવા હતા પણ પછી નિલય ને વિચાર આવ્યો કે ચાલો આવી સીધીસાદી છોકરી જોડે નો એક એક્સપીરીયન્સ લઇ લઉં ,અને એ એક્સપીરીયન્સ લેવામાં મેઘના પ્રેગ્નેટ થઇ અને પછી અમેરિકન કાયદાની રુએ જો નિલય છૂટાછેડા લે તો નિલયની અડધી મિલકત મેઘના લઇ જાય .. બસ આવા બધા કારણોથી એણે મેઘનાને પકડી રાખી…
Previous Page | Next Page