Page 3
જયારે મેઘના ને પણ જોબન ચડ્યું હતું મેઘના સહેજ શ્યામળી છતાં અત્યંત કામણગારી પરફેક્ટ ફિગરવાળી મૃગનયની, એની ડાર્ક બ્રાઉન અને પોહળી મજાની સુંદર આંખોમાં જોતા જ અડધી કોલેજ ના છોકરા પાગલ થઇ ને આહો ભરવા લાગતા, સપ્રમાણ ફિગર..ઉન્નત વક્ષ અને ભરાવદાર સાથળ..!
સો ટકા બ્યુટી અને બીસ્ટનું કોમ્બીનેશન હતું કુશલ અને મેઘના આખી કોલેજમાં, પણ અફસોસ જે હાલત સ્કુલમાં હતી એ જ કોલેજમાં રહી ક્યારેય એકબીજાની સાથે વાત ના કરી ફક્ત નજરો મળતી રહી અને દિવસો જતા ગયા છેવટે બંને રહ્યા ઠેર ના ઠેર..અંતે ઘણા વર્ષો વીત્યા પછીની વાત, અમદાવાદ ના બળબળતા વૈશાખ મહિનાની એક બપોર હતી,લગભગ બપોરના ચારેક નો સુમાર થયો હતો અને રોડ પરની ચહલપહલ સાવ ઓછી હતી ,એવા સમયે વસ્ત્રાપુર તળાવની પાછળના ભાગે આવેલા આલ્ફા વન મોલની સાઈડની સુમસામ ગલીમાં એક કાળા રંગની સેન્ટ્રો ગાડી પાર્ક થઇ હતી,ગાડીનું એન્જીન અને એસી ચાલુ રાખી અને ગાડીમાં બે જણ બેઠા હતા..દસેક મીનીટે એકાદ વાહન ગલીમાંથી નીકળતું અને એ પસાર થતા વાહનોને પડી જ નોહતી કે ગાડીમાં કોણ છે અને શું ચાલી રહ્યું છે..
કુશલની માલિકીની એ કાળી સેન્ટ્રો ગાડીમાં ડ્રાઈવિંગ સીટ પર બેઠા બેઠા કુશલે મેઘનાને પૂછ્યું ..આપણે આમ ને આમ ક્યાં સુધી મળવાનું છે મેઘના ..? થોડા કંટાળેલા સ્વરમાં કુશલ બોલ્યો હતો એટલે બાજુની સીટ પર બેઠેલી મેઘનાએ સામું પૂછ્યું આમ ને આમ એટલે..? કુશલે કીધું..જો મેઘના હવે આપણે નાના નથી રહ્યા, તારો છોકરો એન્જીનીયરીંગમાં ભણે છે અને મારી છોકરી પણ બારમાં ધોરણમાં છે, આપણા સંતાનો પણ હવે ટીનેજર નથી રહ્યા એ લોકો પણ મોટા થઈ ગયા છે..આપણી જીંદગી હવે પૂરી થઇ, મેઘના સેહજ મસ્તીના સ્વરે બોલી..ચલ કુશલ એક કામ કર તું, અત્યારે રસ્તે જતા આ કોઈપણ માણસને ઉભો રાખ અને પૂછ કે તારી ઉમર કેટલી છે અને મારી ઉમર કેટલી છે ,હું તને ચેલેન્જ આપું છું કોઈ પણ માણસ આપણને ત્રીસ વર્ષથી ઉપરના નહિ કહે, એક નજર દુરથી આવતા એક ચાલતા માણસ પર નાખીને ગાડીમાં અને ગાડીમાં બે કલાકથી બેઠો રહેલો કુશલ અકળાયો.
Previous Page | Next Page