Page 4
અને બોલ્યો,અરે મેઘના આપણે કેટલા નાના કે મોટા લાગીએ છીએ કે દેખાઈ એ છે એ તું ભૂલી જા,હવે બીજી જનરેશન આવી ગઈ આપણા બંનેના ઘરમાં, અને એ જનરેશન પણ મોટી થઇ ગઈ છે, હવે એમના અરમાનો પુરા કરવાનો સમય આવી ગયો છે, તારા દીકરાનું પણ હવે કોલેજનું ગ્રુપ થઇ ગયું હશે અને મારી દીકરીનું પણ ગ્રુપ થઇ ગયું છે, હવે એમના ગ્રુપના છોકરા છોકરી પણ કોઈ આપણને આવી રીતે બેઠેલા જોવે તો એમના માટે પણ બહુ શરમની વાત થશે, કુશલ મેઘનાને આગળ સમજાવતા બોલ્યો જો મેઘના તું સમજ અત્યાર સુધી તો આપણે બચેલા રહ્યા છીએ પણ કાયમ બચેલા રહીશું એવું તું કેમ માની લે છે ..?
આટલા વર્ષથી આપણે એકબીજાને મળીએ છીએ ,પણ હમેશા આપણે ગાડીમાં જ બેઠા રહ્યા છીએ, આજ દિન સુધી એકવાર પણ આપણે ગાડીની બહાર પગ મુક્યો નથી, અને બીજી મોટી વાત એ પણ તું સમજ કે ત્રણ ચાર વર્ષ પેહલા તો ગાડીમાં કાચ કાળા હતા,પેલી કાળી ફિલ્મો લગાડેલી હતી ત્યારે તો બધું ચાલી જતું હવે તો આ સાદા કાચમાંથી બધું આરપાર દેખાય છે ગાડીમાં ,ગમે તે ઓળખીતું મળી ગયું તારું કે મારું અને જો આપણને આવી રીતે ગાડીમાં બેઠેલું જોઈ ગયું ને તો મારી બૈરી કંગના તો મને મારી મારી ને તોડી નાખશે ,અને તારો વર નિલયો પણ તને એમનેમ નહિ મુકે, કઈક અક્કલ વાપર હવે તું મેઘના..અને આમ પણ આપણા જીવનમાં ના થવાનું ઘણું બધું થઇ રહ્યું છે ..!
મેઘના એ કુશલનું બોલ્યું સાંભળ્યું ના સાંભળ્યું કર્યું અને બોલી હવે તું આડીઅવળી છોડ અને સીધી વાત કર કુશલ, તું કાલે મારી સાથે લંચ ડેટ પર આવીશ કે નહિ .?કુશલે કીધું મને કઈ જ વાંધો નથી મેઘના તારી સાથે લંચ પર આવવામાં પણ તું રિસ્કનો તો વિચાર કર, અને આપણા આ રીલેશન ને ક્યાં સુધી આપણે આગળ વધારવા કે લઇ જવા એ હવે તું નક્કી કર હું બધી રીતે ઓપન છું મેઘના ..મેઘનાએ ફરી પાછુ સાભળ્યું ના સાંભળ્યું કર્યું અને બોલી ઓકે તો ડન, તું તારું પેલું બ્લેક વી નેક નું લાયકરાવાળું બ્લેક ટીશર્ટ અને જીન્સ પેહરી ને આવજે, એમાં તું સખત હેન્ડસમ લાગે છે, અને સાંભળ હું મારી એક ફ્રેન્ડને સાથે લેતી આવીશ મારે એને તને બતાડવો છે, તું કેટલો હેન્ડસમ છે ,
Previous Page | Next Page