Page 6
પણ મેઘના અટકી નહિ એટલે કુશલ થોડો માઈલ્ડ થયો અને બોલ્યો જો મેઘના તું અને હું બંને પિસ્તાલીસ વર્ષના છીએ, નાના બાળક નથી થોડી મેચ્યોરીટી બતાવ મારી માં, અને મારે કામધંધો બૈરી, છોકરી ,માં ,ભાઈ, ભાભી અને ઉપરથી મારા સાસુ સસરા આટલા બધા સાચવવા ના છે,તારી જેમ મારા ઘરમાં હું તું ને રતનિયો નથી, હવે તું મારી ઉપર બહુ લોડ ના નાખ મારી મેઘના “માં”,એમ કરીને ફરી એકવાર ગુસ્સાથી લાલ લાલ થઇ ગયેલા કુશલે બે હાથ જોડ્યા મેઘનાને અને આગળ બોલ્યો તારે શું જોઈએ છે મારી પાસેથી એ બોલ, કુશલની વાતો સાંભળીને મેઘના સતત રડતી રહી, કુશલ કઈ જ બોલ્યા વિના દસ મિનીટ ચુપચાપ બેઠો રહ્યો, ગાડીમાં દસેક મિનીટ માટે એક્દમ ખામોશી છવાઈ ગઈ, બે કલાકથી એક જ જગ્યા પર એસી ચાલુ રાખીને ઉભેલી ગાડી કુશલે બંધ કરી અને બોલ્યો અને સારું ચલ કાલે ક્યાં લંચ પર જવાનું છે કાલે ?
મેઘના કઈ બોલી નહિ, અરે તું કહે છે એ ટીશર્ટ પેહરીશ બસ, મેઘના એ રડતા રડતા મોટું ડૂસકું નાખ્યું ,કુશલ બોલ્યો ..અરે હવે બોલ તો નાગો થઇ ને આવું .. મેઘના રડતા રડતા બોલી બસ ને તું પણ આવો જ છે ને તને ખબર નથી કે મેં તારી ઉપર કેટલો વિશ્વાસ મુક્યો છે અને તને પણ હવે એ જ વસ્તુમાં રસ પડ્યો ને નીલયની જેમ ,આટલા બધા વર્ષની આપડી પ્યોર ફ્રેન્ડશીપ ને તે એક મિનીટમાં કોડી ની કરી નાખી ને, મેઘનાની વાતોથી કુશલ સખત આકળવિકળ થઇ ગયો અને બોલ્યો અરે ઓ મારી માં તને બે હાથ જોડુ તું જેમ કહે એમ કરીશ ,કાલે તું કહીશ ત્યાં આવીશ મારી ભૂલ થઇ માફી માંગું પણ હવે તું તારે ઘરે જા અને મને કામધંધે જવા દે, અઢી કલાકથી આ ગાડીનું એન્જીન અને એસી ચાલુ રાખીને આપણે ઉભા છીએ ખાલી ગાડીમાં બેઠા બેઠા જ અત્યારે તે દસ લીટર પેટ્રોલનું પાણી કર્યું, અત્યારે તું તારે ઘેર જા અને મને જવા દે ,મેઘના બોલી તું કાલે આવીશ ને કુશલ..? બોલ્યો લખી ને આપું સ્ટેમ્પ પેપર ઉપર તું જ્યાં કહીશ ત્યાં ત્યારે અને કહીશ એટલા વાગે આવીશ અને તું કહીશ એ પેહરીશ અને તું કહીશ એ બોલીશ બસ ,પણ હવે તું જા ઉતર ગાડીમાંથી અઢી કલાક થયા ગાડીમાં ને ગાડીમાં બેઠા બેઠા ,
Previous Page | Next Page