Page 8
કુશલ અને રીતેશ બંને જણા ને જીવનમાં ધીમે ધીમે સફળતા મળતી થઇ અને એ બંનેની પત્નીઓ કંગના અને ધારીણી ને એકબીજા સાથે ફાવી ગયું હતું એટલે કુશલ અને રિતેશની દોસ્તી એ બહુ સરસ સામાજિક રૂપ ધારણ કરી લીધું અને ખુબ સાહજિક દોસ્ત બની અને રહ્યા એ લોકો ..
કુશલ રીતેશની નાનકડી હોસ્પીટલે પોહ્ચ્યો અને સીધો રીતેશની કેબીનમાં ગયો અને બારણું લોક કર્યું રીતેશે કીધું અલ્યા કુશલ લોક શું કામ કરે છે બારણું? કુશલે કીધું ..અરે કોઈ આવે અને વાત સાંભળે તો મારી વાટ લાગે, રીતેશ બોલ્યો ..ભાઈ કોઈ નહિ આવે યાર મારી કેબીનમાં, તું બારણું ખોલી કાઢ આજકાલ અમારી લાઈનમાં બધા અવળે રવાડે ચડ્યા છે પેહલાના ડોકટરો નર્સો જોડે એકલા પડે ત્યારે બારણા બંધ કરતા, હવે તો એમના ટેસ્ટ બદલાયા છે ,વોર્ડબોય જોડે પણ બારણા બંધ થાય છે ,નકામો હું બદનામ થઈશ બારણાનું લોક ખોલ તું યાર, કુશલ બોલ્યો ..બે શું યાર રીતલા તારું મગજ પણ સડી ગયું છે ,એમ બોલી અને કુશલે બારણાનું લોક ખોલી નાખ્યું ,
રીતેશે બેલ મારી અને પટાવાળાને બોલાવ્યો અને કીધું જા સીસીડી માંથી મસ્ત બે કોફી અને બિસ્કીટનો એક ડબો લેતો આવ, કુશલે કીધું ના ભાઈ એકલા બિસ્કીટ નહિ ,મારા માટે બે સેન્ડવીચ લેતો આવજે, પટાવાળો બહાર ગયો કેબીનની એટલે રીતેશે પૂછ્યું બોલ દોસ્ત કુશલ શું થયું છે ?
યાર રીતેશ આ મેઘના અને મારું સેટિંગ છે પણ હવે સાલી બહુ લોહી પીવે છે.. રીતેશે પૂછ્યું યાર એમ નહિ કુશલ, સરખી માંડીને વાત કર તારું એની સાથે સેટિંગ ક્યારથી છે કોલેજમાં તમે તો જોડે જ હતાને ? ત્યારથી છે ? કુશલ નિ:સાસો નાખતા બોલ્યો ના ભાઈ ના રીતેશ, પાંચ વર્ષ પેહલા આપડી સ્કુલના બધા આપણી બેચના છોકરા છોકરીઓનું રીયુનિયન નોહતું ગોઠવ્યું તે , પેલી ગુલમોહર ગોલ્ફ ક્લબમાં બસ ત્યાં જ એ મને મળી, કોલેજ પતી ગઈ પછી પેહલીવાર, કોલેજમાં તો ક્યારેય સાલીએ મારી સાથે વાત જ નથી કરી,
Previous Page | Next Page