Page 9
રીતેશે થોડી મસ્તીમાં આવીને કીધું ઓહ એમ વાત છે કુશલભૈયા બુઝતા દિયા એકદમ સે ફિર જલ ગયા, હવે રીતલા બુઝતા દિયાની ક્યાં પથારી ફેરવે છે તું રીતેશ ,તે જ મને દસ વર્ષ પેહલા ધક્કો માર્યો કે જીમ જોઈન કર, નહિ તો તારા બાપાની જેમ તું વેહલો મરીશ અને મેં જીમ જોઈન કર્યું, એ વાતને આજે દસ વર્ષ થયા ત્યારનો આ દીવો એઝ ઈટ ઈઝ જલે છે અને જીમમાં રોજ રેગ્યુલર જવાની ટેવની બાય પ્રોડક્ટમાં આ મસલ્સ બની ગયા ,હવે આવું મસ્ત બોડી જોઈ ને પેલી મેઘનાડી પેહલા કરતા વધારે પાગલ થઇ હતી, ત્યારે એ રીયુનીયનના દિવસે ગુલમોહરમાં ક્લબમાં તો એણે મારી જોડે હાય હલ્લો કર્યું અને એના વર જોડે ઓળખાણ કરાવી,ત્યારે તો મારી વા`લી કેટલા પ્રેમથી બોલે મીટ માય હસબંડ નિલય ,હી ઇસ ગ્રેજ્યુએટ ફ્રોમ યેલ..મેં પણ સામી કંગનાની ઓળખાણ કરાવી મીટ માય વાઈફ કંગના ,શી ઇસ ફ્રોમ બોમ્બે .. રીતેશ ખડખડાટ હસી પડ્યો અલ્યા કુશલ યેલ યુનીવર્સીટી અમેરિકામાં છે, અને બહુ પ્રેસ્ટીજીયસ યુનીવર્સીટી છે, કુશલ સેહજ ઝંખવાણો પડીને બોલ્યો હા ભાઈ મને ખબર છે તો કઈ મારી વાઈફ કંગના કઈ જ્યાં ત્યાંથી નથી ભણેલી …
રીતેશ સમજી ગયો કે આખી વાત બીજા પાટે જઈ રહી છે એટલે એ બોલ્યો …ઓકે ઓકે આગળ બોલ શું થયું પછી ? કુશલ બોલ્યો ..બસ ત્યારે એણે મારો ફોન નબર લીધો, અને શરુ શરુમાં તો મેઘના મને પેલા ગુડ મોર્નીગ ને ગુડ નાઈટવાળા ફોર્વર્ડેડ મેસેજ ફોરવર્ડ કરતી, અને હું પણ સામા એવાજ મેસેજ એને કરતો, પણ પછી એક દિવસ એણે મને હાઈ નો મેસેજ મોકલ્યો તો મેં એને હલ્લો નો મેસેજ સામો મોકલ્યો ,રીતેશ બોલ્યો તું બહુ સ્લો જાય છે યાર કુશલ તારી અને મેઘનાની સ્ટોરી છે તો ઇન્ટરેસ્ટીંગ , પણ જો તું આ જ રીતે કહીશ ને તો ત્રણ ચાર દિવસ જશે.. કુશલ બોલ્યો..સારું સારું ચલ ફટાફટ પતાવું , એક દિવસ એણે એનું વોટ્સ એપનું ડીપી બદલ્યું અને મને પૂછ્યું કેવું છે..? મેં મસ્ત લખી ને મોકલ્યું, રીતેશ અકળાયો ભાઈ ફાસ્ટ ફોરવર્ડ.. ઓકે પછી અમે એકબીજા ને અમારા ફોટા મોકલતા થયા, અને ચેટીંગ કરતા થયા, એ મને ફોન કરતી થઇ અને તે દિવસથી આજે પણ દિવસના રોજ અમે ચાલીસ મિનીટ તો ઓછામાં ઓછી વાતો કરીએ છીએ, આટલું બોલીને કુશલ અટકી ગયો..
Previous Page | Next Page