કઠણ નિર્ણયો …
કોને , કેમ અને કયા સંજોગો માં લેવા પડે ..?
કોઇ ને ડગલે ને પગલે લેવા પડે અને કોઇ ને જિવનભર વારો જ ના આવે કઠણ નિર્ણય લેવાનો … કેમ તો કહે જવાબદારી લઉ તો નિર્ણય લેવાની વાત આવે ને …. હંમેશા બીજા ઉપર જ છોડે સગા વાહલા કે મિત્રો ને આગળ ધરી દે એટલે મારી વાર્તા પૂરી …કઠણ કે ઢીલા નિર્ણય મારે શું લેવા દેવા ??? મને તો ફલાણા એ કીધુ અને મેં કર્યુ … તરત જ હાથ અધ્ધર …
અને અમુક બિચારા અભાગીયા હોય.. પડોશી ના છોકરા ને કુતરુ પણ કરડે ને તો એનુ લોહી પિવાય …પડોશી બાયડી આવી ને પુછે ભાઇ મારા બાબા ને કુતરુ કરડયુ તો ઇનજેકક્ષ્ન અપાવા પડે ને …એના પાપા ના પાડે છે … તમે સમજાવો ને તો માનશે …કયાં તો સીધી એમજ વાત થાય…તમે આવશો ભાઇ એના પપ્પા નહી માને…. લો લાગ્યો કામે …. સેવાભાવી શાંતીલાલ… જોકે ઘણા લોકો ને કોઇ પુછે કે ના પુછે પણ ગમે તે પરિસ્થિતિ માં પેલા ની જગ્યા એ પોતે હોય તો શું કરત એમ કરી ને નિર્ણય આપી દેતા હોય …
કેટલીક આઇટમો રાહુલ ગાંધી જેવી હોય …જે યાદ આવ્યું જે સમયે એ બોલી નાખવાનુ …જો કે હવે એમને સાથ આપવા માટે બિલાવલ ભુટ્ટો પણ મેદાન માં આવી ગયા છે… નિર્ણય લેવા નો આવે ત્યારે ગેરહાજર અને વિરોધ કરવા મા પેહલા ..અને તરત જ ફસડાઇ પડે જો કોઇ તેમને એક જ ટોપિક પર બે ત્રણ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ આપે તો …..
જીવન મા જ્યારે જ્યારે કઠોર લાગતા નિર્ણયો લેવાય છે અને તે લીધા પછી હંમેશા આગળ જ વધાય છે પણ પોઝીટીવ એટિટુયડ રાખી ને જીવીએ તો …પોઝીટીવીટી માં એક ગજબ પ્રકાર ની તાકાત છે …અને તે ગમે તેવા કઠોર નિર્ણય ને મુલાયમતા માં ફેરવી નાખે છે….
બિજી એક વ્યક્તિ એવી છે જેની પાસે સમાજ નો એક મોટો ભાગ ક્યારેય કોઇ કઠોર નિર્ણય લેવા નો હોય છે ત્યારે અચુક પોહચી જાય છે અને
એ પ્રાણી નુ નામ છે જયોતિષ…આપણા સમાજ નો મોટો વર્ગ કંઇ પણ મોટો નિર્ણય લેવાનો આવે ત્યારે જયોતિષ મહારાજ પાસે અચુક પોંહચે છે…. આ મહારાજો સારા એવા સાયકો થેરાપિસ્ટ હોય છે અને પોતાના પાસે રહેલા સિમીત જ્ઞાન નો ભરપુર ઉપયોગ કરી અને કલાયન્ટ ઉર્ફે જાતક ને નિર્ણય પર પોહચાડે છે …પણ જો કોઇ હરામી ના પાલે પડયા તો ખલાસ … બીજી એક આવી કેટેગરી સાધુ, બાવા ,ગુરુ , ગોડ મેન , ગોડફાધર….
બહુ જુની કેહવત છે દરેક પૈસાવાળા ને એક બાવો હોય … અને આ બાવો તેમને સાયકો થેરાપી આપી અને નિર્ણયો લેવડાવતો હોય છે …. સાધુ ચેલા કે ચેલી ના કૌભાંડો ની વાત નહી કરીએ … પણ આ કેટેગરી સખત બદનામ અને લુચ્ચી ચોક્કસ હોય છે … જે છેક ઘર અંદર સુધી પોહચી અને ઘર ને પતાવે …
એક વરવી વાસ્તવિકતા એવી છે કે તમે ઇચ્છો કે ના ઇચ્છો પણ સમાજજીવન કે સમુહજીવન ના અમુક વણલખી વાતો કે કાયદા તમને…જેમ જનાજો એક પછી એક ખભે સરકતો જાય અને ક્યારે કબર પાસે આવી ને ઉભો રહે એની ખબર ના પડે એમ સંજોગો ધીમે ધીમે તમને સરકાવી અને એક કબર પાસે લાવી ને મુકી દે છે …. છેવટે દટાવા સિવાય છુટકો જ નથી હોતો …બસ લેવાઇ ગયો કઠોર નિર્ણય અને નિર્ણય લેવડાવનારા પરિસ્થિતિ ના ખભા જ તમને એકલા મુકી ને જતા રહે …. બાકી બચે સન્નાટો અને એકલતા…વેરાન ધરતી…. બસ …
સમય કા એકતારા જબ બોલે ..
જલ થલ નભ મે મધુરસ ઘોલે …..
ઓમ નમઃશિવાય..
– શૈશવ વોરા