કેવા મસ્ત કરા પડ્યા નહિ ..?આજે ભરબપોરે …ગઈ કાલે બપોરે હું ગાંધીનગર માં હતો .. અને બાકી ચારે બાજુ થી ઉમડ ઘુમડ આવી અને છવાઈ ગયો … કડાકા ને ભડાકા થયા વીજળીના અને વરસ્યો .. હું એક મોટા માણસ જોડે ઉભો હતો ,અને એમની ફેકટરીના પોર્ચ માં ઉભા ઉભા ગાર્ડન જોતા હતા , અને વાતો કરતા હતા ..અમારા બંને ના ડ્રાઈવરો ગાડીઓ ચાલુ કરી ને અમારી રાહ જોતા એકદમ એક્શન માં જ ઉભા હતા …અને મસ્ત ઠંડા પવન ના વાયરા વાયા … એમના મોઢા માંથી નીકળી ગયું કાલે સવારે ગોલ્ફ રમવા ની મજા પડશે , અને સામે મેં કીધું અલ્યા આતો બંને નિષાદ ભેગા થઇ ગયા યાર …. પછી એ મિત્ર મારી સામે જોઈ ને હસી પડ્યા મને કહે યાર શૈશવ તું બોલે એમાં હું ના સમજુ અને હું બોલું એમાં તું ના સમજે …..
બસ કુદરત પણ આવું જ કઈ કરવા બેઠી છે છેલ્લા બે દિવસ થી , ભર ઉનાળે રોજ સાંજે વરસાદ અને આજે તો એમાં કરા પાડ્યા , ક્યાંક ઈંડા જેવડા તો ક્યાંક પતાસા જેવડા તો ક્યાંક મોતી જેવડા , પણ બોસ મસ્તી ની ઠંડક થઇ છે , ભીનો ભીનો મોગરો એવો સરસ મેહકે છે કે દિલ ખુશ થઇ જાય છે …ખરેખર એમ થાય છે કે તાનપુરો મેળવું અને મિયા મલ્હાર ચાલુ કરું ..મ ..પ .. ની ધ ની ની સાં …. સામ રે પ પ મપ ગગ મમ રેરે સા ની ધ ની ની પ ..
લીંક કરું છું મિયા મલ્હાર ની અબ્દુલ કરીમ ખાન સાહેબ ના અવાજ માં ….
Watch “Miyan Malhar (Abdul Karim Khan Saheb) in Tarana” on YouTube – Miyan Malhar (Abdul Karim Khan Saheb) in Tarana: https://youtu.be/LHlQRSKszMw
શુભ રાત્રી
શૈશવ વોરા