કલ્પવૃક્ષ…….
શાસ્ત્ર અને પુરાણો ની એક મધુર કલ્પના….એક એવુ ઝાડ કે જેની નીચે બેસીને તમે જે વિચારો તે પ્રમાણે તમારી લાઇફ માં તે વસ્તુ થઇ જાય…..
કેવી મજા આવે કંઇ કામ જ નહી કરવાનુ બસ… ખાલી ઝાડ નીચે બેસવાનું અને વિચારવા નુ બસ કામ થઇ જાય…ઉભા થઇ ને . ઘેર.. …. વાઉ..!!યો..!!સખત…!! લાકડા જેવુ..!! વોટ અ લાઇફ બેબી … wow what a life baby….. nothing to do just seat under the tree n things will done…itself ..
ઓહ કમ ઓન ….વોટ અ ડ્રીમ ….
સાચુ કહુ. ..આપણે બધા જ આ કલ્પવૃક્ષ ની નીચે જ બેઠા છીએ… મને તો મારી લાઇફ ની જેટલી જેન્યુન ઇચ્છા હતી તે બધી મને પુરી થતી દેખાય છે.. જાણે અજાણ્યે આપણે જે ઇચ્છા રાખીએ છીએ… એ તરફ જ આપણે કામ કરવા ખેંચાઇ એ છીએ અને આપણી છઠ્ઠી ઇન્દ્રિય આપણ ને એ તરફ જ દોરે છે….અને પ્રયત્નો માં જો તાકાત અને ઇમાનદારી હશે તો ટારગેટ એચીવ થાય ,થાય ,અને થાય જ….ઇમાનદારી આ શબ્દ નો બહુ મોટો રોલ છે…અને બીજુ ટારગેટ એચીવેબલ હોવા જોઇએ…
ઐશ્વર્યા રાય હવે બચ્ચન થઇ ગયા… એટલે માંગા દિકરી ના હોય વહુ ના નહિ… આટલુ યાદ રાખો તો કદાચ વાંધો ના આવે…
ઘણા નેગેટીવ લોકો કલ્પવૃક્ષ ની નીચે બેસી ને એવુ વિચારે કે મને વાઘ આવી ને ખાઇ જાય…. પત્યું પછી વાઘ ને આવ્યે જ છુટકો…
ઘણી વાર એવુ બને કે જેને પામવું હોય કે પોતાનુ કરવુ હોય તે આપણ ને પોતાને મળે કે ના મળે પણ મળે કોઇક ને તો જરૂર મળે અને ત્યારે જેને મળ્યુ તેની ઇર્ષા કરવા કરતા એના માં આપણી જાત ને જોઇ ને બે ઘડી જીવી લેવા ની વૃત્તિ રાખીયે તો જીવન આખુ કલ્પવૃક્ષ ની છાયા માં જ જાય ….
કલ્પવૃક્ષ નો જન્મ સમુદ્રમંથન માંથી થયો છે… સમુદ્રમંથન કરતા જે ચૌદ રત્નો મળ્યા એમાનુ એક રત્ન કલ્પવૃક્ષ …. જેને ઇંદ્ર ને સોંપવા માં આવ્યુ…. શિવ પાર્વતી ની દિકરી અશોક સુંદરી નો જન્મ કલ્પવૃક્ષ ની નીચે બેસી અને પાર્વતી એ દિકરી ની કામના કરી અને અશોક સુંદરી તેમને ફળ રુપે મળી…. આ તેનો ઇતિહાસ છે..
શુભ રાત્રી
– શૈશવ વોરા