મિત્રો ,
મધ્યમ વર્ગ ના ઘંટી ના પડમાં પીસાતા એક વૃદ્ધ ની વાત છે ..સમયગાળો લગભગ નેવું ની સાલની આજુ બાજુ નો છે , ભારત હજી તેજી ના રવાડે નોહતું ચડ્યું ,નીતિ અને મુલ્યો જીવતા એ પેઢી ની વાત છે , જે એક એક રૂપિયે રૂપિયો બચાવી અને સરોવર ભરતા નીતિવાન લોકો છે ,
સંકટ સમયે પોતાની જાત કરતા પોતાના ભવિષ્ય એવા સંતાનો માટે જીવ સુધ્ધા અર્પણ કરતા .. આ એવા લોકો ની વાત છે ..
તમે જો એ સમય જોયો હોય અને જરાક વિચારશો તો ક્યાંક તમારી આજુબાજુ કોઈ એકાદ આવા માતા કે પિતા મળી આવશે ….
હા એટલું ચોક્કસ કહીશ કે જીવન મુલ્યવાન છે .. અને મનોહરલાલ જેવા માબાપ ક્યારેય કોઈપણ સંતાનો માટે ભારરૂપ નથી હોતા .. માટે ક્યારેક જીવન માં આવી પરિસ્થિતિ આવે તો ખુલ્લા દિલે સંતાનો સાથે ચર્ચા કરી અને એક પોઝીટીવ રસ્તોચોક્કસ નીકળી શકે છે …
આવી રીતે આણેલો અંત સંતાનો માટે જીવનભર નો એક અફસોસ મુકતો જાય છે ..
– શૈશવ વોરા
No Comments