કેવું હેડીંગ છે ..? મને સવાર સવાર માં ફોન આવ્યો કે આ ક્યા પતિ ની આ પત્ની છે ..? અને ક્યાં રહે છે ..?છેવટે એનો મોબાઈલ નંબર અરે ફેસબુક આઈડી કે સ્નેપ ચેટ આઈડી ..કઈ પણ લાવી આપો યાર….
ફોન કરનારો ૧૮ થી ૨૨ વર્ષ ની વચ્ચે ની ઉમર નો મિત્ર છે …બોલો હવે તમે જ કહો આ હેડીંગ વાંચી અને કોઈ બિચારો નિર્દોષ ભાવે આવું કઈ માંગે તો તમારે ક્યાં થી લાવી ને આપવું ..? અને પાછું પરદેશ માં ક્યાંક ચર્ચા થઇ હોય તો નાના ભૂલકા ને ભૂલવાડી દેવાય કે બકા સુઈ જા આવું તો તને અમેરિકા કે યુરોપ માં જ મળે પણ આ તો ઘર આંગણે આપણા જ અમદાવાદ માં અને એ પણ ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલ માં ….બિચારા ભોળા બાળ ની માંગણી વ્યાજબી છે કે નહિ તમે જ કહો ..?
સાહિત્ય માં શૃંગાર રસ કેવો અને કેટલો સહન થાય ..? તો સીધો જવાબ આપું તો નવરસ માનો એક શૃંગાર રસ ..એટલે સો ભાગ્યા નવ કરું તો લગભગ ૧૧ થી ૧૨ ટકા સુધી ચાલે … એનાથી પછી એની કેટેગરી બદલાઈ જાય ….અમે નાના હતા ત્યારે ન્યુ હાઈસ્કુલ માં ભણતા ..ત્યારે રીગલ સિનેમા ની બાજુ માં અને અશોક સિનેમા નો પાછલો ઝાંપો ..ત્યાં એક બે ગલ્લા લારી કૈક અતિ અતિ શૃંગારિક સાહિત્ય વેચતા ,અને અમે થોડી ક્યુરીયોસીટીથી ત્યાં જતા પણ સ્કુલ ડ્રેસ પેહરેલો જોઈ ને ભગાડી મુકવા માં આવતા ..બસ બાર ટકા થી વધુ શૃંગારિક હોય એને એને એ જ સાહિત્ય કેહવાય ….
કોઈ જુના કાકા એ જો એ સાહિત્ય સંતાડી રાખ્યું હોય તો હવે એના સારા પૈસા અને મળે એવું છે , અને ડીમાંડ પણ વધી છે …ગુજરાતી જનમાનસ હવે ખુલતું જાય છે ….તમતમારે લખો અને નવા નામે છપાવો વેચાશે ….
કાલિદાસે ઢગલો શૃંગાર રસ ને વાપર્યો , અધધધ વર્ણનો થયા ચર્ચાઓ પણ થઇ પણ સીધું આવું જનરલ સ્ટેટમેન્ટ..? અરે સ્ત્રી ના શૃંગારિક વર્ણન તો ઠીક સાલ ૭૪૬ માં અબુ નુવાસ નામના ઇસ્લામિક કવિ એ તો પુરુષો ને પણ નથી છોડ્યા ..કરો ગુગલ એટલે ખબર પડશે ….અબુ નુવાસ એ પોતે સમલૈંગિક હતા ….ગુગલ માં તો ત્યાં સુધી નો દાવો કરનારા મળશે તમને કે મહમદ ગઝની અને મુઘલ સુલતાન બાબર પણ આજ કેટેગરી માં હતા સમલૈંગિક હતા …લો કરલો બાત …અને એનાથી એક સ્ટેપ આગળ વધી ને દાવા થયા છે કે બાબર નો બોયફ્રેન્ડ નું નામ બાબરી હતું અને એના નામ પર થી આ બાબરી મસ્જીદ બની છે ….સત્ય ઈતિહાસકારો અને કોર્ટે નક્કી કરવાનું છે …પણ ગુગલ માં આવું બધું પંણ ફરે છે ….
સાહિત્ય અને માહિતી ના નામે બધું જ ચાલ્યું છે લોલ મ લોલ …એક સખી ગરબો ગવડાવે .. હે રૂડી મારી ભેસલડી રે લોલ …..એટલે બાકી ની બધી ગરબો ઝીલે અને ગાય રૂડી ભેસલડી રે …..અને બહાર ઉભેલા ગરબા જોતા પ્રાણી ને તો એમાં પાછી ઓહોહોહોહો…..કઈ નત નવા રસ અને સર્જન દેખાય જોયું રૂડી અને એ પણ ભેસલડી …એકલી ભેંસ નહિ ભેસલડી ,આહ વાહ …થયું ત્યારે ..
એક હકીકત નો સ્વીકાર કરવો પડે કે શૃંગાર સૌથી વધારે અને ફટાફટ વેચાય છે, માટે બે ચાર એવા શબ્દો નાખો કોઈ પણ કોલમ કે લેખ માં અને એને હાઈલાઈટ કરો એટલે ટીઆરપી તો વધી જ જાય…
એક જમાના માં અમદાવાદ માં ઈન્ટરનેટ સર્વિસ બે જ કંપની પ્રોવાઈડ કરતી ત્યારે એમાં એક મિત્ર નોકરી કરતો, ત્યારે સર્વર રૂમ કેવો હોય શું હોય એ જાણવા પોહચી ગયો હતો અને ત્યારે એવું કેહવામાં આવ્યું હતું શૈશવ ૫૬ ટકા ટ્રાફિક રેડ હોય છે …સાયબર કાફે માં પણ આજ ચાલતું …અને હવે છેલ્લો રેશિયો પૂછ્યો તો હજી પણ ૩૬ ટકા ટ્રાફિક રેડ છે ….
આદિકાળ થી ચાલતું આવ્યું છે ,મંદિરો માં મૂકી અને પવિત્રતા જાળવવા ની કોશિશ થઇ છે પણ મંદિર થી મુજરો અને ત્યાંથી ડાન્સબાર અને પબો અને ત્યાંથી સાહિત્ય …ભલે ત્યારે જેવી જેની જરૂરિયાત અને શોખ….સહન થાય ત્યાં સુધી કરવું નહિ તો પછી ચાતરી જવું ..
રવિવાર ની બપોર વસંત ઋતુ આવી , પણ હજી કોયલ ના ટહુકાર ચાલુ નથી થયા , પ્રેમ કરવાની ઋતુ મોગરો મોહરશે અને કોયલ ટહુકશે ..આંબે મોહર આવે ને કેસુડે ફૂલ બેસે અને રંગો નો છોળો ઉડશે ..જોબન ઉછળે વાસંતી વાયરે ……
લગ્નો ની મોસમ ..પુરિયા ધનાશ્રી રાગ ની બહુ જૂની અને જાણીતી ચીજ..
નવી દુલ્હન
પાયલિયા ઝનકાર મોરી …ઝનન ઝનન બાજે ઝાનકારી …
પિયા સમજાવું સમજત નહિ ..પિયા સમજાવું સમજાત નાહી
આગળ ધ્યાન આપજો
સેજ ચઢત મોરી ઝાંઝર હાલે … સાસ નનદ કી લાજે …
પાયલિયા ઝનકાર મોરી ……
આપની સાંજ શુભ રહે …
શૈશવ વોરા