ઓનલાઇન શોપિંગ….!!
છેલ્લા ચાર દિવસ માં ધમાલ મચાવી…. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ના બે ફુલ ફ્રંટ પેજ પર જાહેરાત નો મારો ચાલ્યો અને એક બિલિયન હીટ મળી…. અને માલ ખુટી પડયો અને સાઇટ તુટી પડી… અને સાઇટ ચાલકે માફી માંગવી પડી..
બીજી બાજુ લોકો મોલ માં જાય છે. ..સર્વે કરે છે અને ઓનલાઇન ડિસ્કાઉન્ટ ની એકબિજા ની કુપનો વાપરી અને મોલ કરતા સસ્તી ચીજો ખરીદે છે…નાના માં નાની ચીજ ઓનલાઇન આવી ગઇ છે…એક સર્વે પ્રમાણે ભારત મા અપાતા ૬૦% ઓનલાઇન ઓર્ડર ઓફિસ માં થી અપાય છે અને ડિલીવરી પણ ઓફિસ માં જ લેવાય છે…નવા ચસકે ચડયુ છે હિન્દુસ્તાન …એમાં પણ ઇલેક્ટ્રોનીક્સ ગેઝેટસ તો સખત ભાવ ફરક માં મળે છે… મારો ખુદ નો અનુભવ છે.. ચશ્મા ની ફ્રેમ મેં ચશ્મા ની દુકાન માંથી લીધી … અને ઓનલાઇન માં ૩૫% નો ફરક… ૩૫% સસ્તી ઓનલાઇન….અને જેટલી મોટી અને મોઘી બ્રાંડ એટલુ ડિસ્કાઉન્ટ મોટુ અને વધારે .. આજ વાત કપડા થી લઇ ને બધા માં ,તમે નામ લો તે વસ્તુ ઓનલાઇન મળે અને તે પણ પાછી સસ્તી..મોટી સુપર માર્કેટ કે સ્ટોર ના તો ડાબલા બેસાડી દેશે આ ઓનલાઇન શોપિંગ….કપડા માં પણ ઘરે આપી જાય અને ઘેર ટ્રાયલ લિધા પછી પૈસા આપવા ના…ઉપર થી ડિસ્કાઉન્ટ પછી પાછુ ક્રેડિટકાર્ડ નુ કેશ બેક કે
ઇનસ્ટોલમેન્ટ કરી આપે એ તો પાછુ .. લટકા નુ…
બહારગામ ફરવા માટે અધધ ડિસ્કાઉન્ટ હોટલો માં ઓનલાઇન સાઇટો પર ..નામ લખો ત્યાં હોટલ શોધી આપે. અને એ પણ સસ્તી અને સારી…એર ટીકીટો ની તો વાત જ ના થાય…
ખાલી શાકભાજી અને કરિયાણુ,ફરસાણ,મિઠાઇ અને દવાઓ … આટલુ જ જાતે લેવા જવાનુ….
હજી થોડુ ઓનલાઇન શોપિંગ નીચલો વર્ગ અને ઉંમર લાયક લોકો નથી કરતા પણ ધીમે ધીમે ચાલુ થશે..આવતા મહિના થી ગુગલ ગુજરાતી ફોન્ટ લગભગ બધા ફોન માં સપોર્ટ કરતુ થઇ જશે.. એટલે ગુજરાતી સાઇટ ઓપ્શન અને ૩ģ કે ૪ģ ની કનેકટીવીટી ઓનલાઇન શોપિંગ ને આગળ વધારશે…. નવો ધંધો શોધતા હો તો તુટી પડો બહુજ જગ્યા છે…ભારત ની ભુખ વધી છે….મોંઘવારી અને ફુગાવો બધુ વધ્યુ પણ બચત ઘટી છે….લગભગ નહિવત થઇ છે….
આજ નો લાહવો લીજીએ રે કાલ કોણે દીઠી છે….ઘસો કાર્ડ અને કરો કલિક…ભરો હપ્તા…જેટલુ વધુ શોપિંગ કરો ડિસ્કાઉન્ટ વધતુ જાય અને તમારી ક્રેડિટ કાર્ડ ની લિમીટો પણ વધતી જાય…અને નવી નવી કંપનીઓ તમને મફત માં ઘેર ક્રેડિટ કાર્ડ નાખી જાય…
અને ઇન્કમટેક્ષ સારો ભરતા હો અને સિબીલ રીપોર્ટ ચોખ્ખો રાખ્યો હોય તો કાળા રંગ ના અનલિમીટેડ અને સારી બેંકો ના કાર્ડ બેંકો સામે થી આપે….અને કઇ જગ્યા એ કયુ કાર્ડ વાપરવુ એ જો સેહજ ધ્યાન રાખીએ તો ફાયદો ઘણો થાય છે….
મને તો આ કાર્ડ ની રમત માં મજા પડી છે…એર ટિકીટો ના માઇલેજ ખાવા ના ,પેટ્રો કાર્ડ નુ મફત પેટ્રોલ , અને ઓનલાઇન શોપિંગ ના ડિસ્કાઉન્ટ ….
પણ ..પણ ..પણ….. જો આપણી જાત ઉપર કંટ્રોલ ના રહ્યો તો પત્યું…. ડિસ્કાઉન્ટ ની લાહય માં વણજોઇતી વસ્તુઓ લેવાય અને ચીજ વસ્તુઓ નો ઘર માં ઢગલો થાય… અને પછી થાય ઘર માં હજીરા ભેગા …. નવુ નવુ ના તમને ગમે ,અને ના કોઇ ને અપાય….કે આપતા જીવ પણ ના ચાલે કેમ કે ક્રેડિટ કાર્ડ થી લીધુ છે અને પૈસા તો હજી આવતે મહિને આપવા ના છે….
અંતે તો રૂપિયા ઓછા જ થવા ના છે…. ગાડી દોડી છે ઓનલાઇન શોપિંગ ની આ દિવાળી ઓનલાઇન ફટાકડા ફોડી ઉજવવી છે….ખર્ચો જ નહિ સ્ક્રીન પર ફટાકડા ફુટતા જોઇ ને ખુશ થાવ….
ચલો આજ નો સૌ ને રવિવાર શુભ રહે આનંદ કરો બધા ખુબ કમાવ અને ખુબ ખર્ચો એવી પ્રભુ ને પ્રાર્થના …
– શૈશવ વોરા