ગંદકી….
એમ કે ગાંધી એ ગંદકી ને ભારત નો રાષ્ટ્રીય રોગ કિધો ….દવા બતાડી પણ રોગ ના મૂળ સુધી જવા ની કોશીશ કયા ય દેખાતી નથી…આપણે બધા એવો કકળાટ કરીએ કે અહિંયા પાન ની પિચકારી મારતો ભઇલો અમેરિકા મા સીધો ચાલે….
થોડુ પાછળ જઇએ …. ખાલી દોઢસો વરસ..ભારત ની ઇકોનોમી સંપૂર્ણ ગામડા પર આધારીત હતુ…. સવાર થી ઉઠેલા માણસ નો નિત્યક્રમ જોઇએ તો બાવળ નુ દાતણ કરતો કરતો લોટો હાથ મા લઇ સંડાસ જાય… ગંદકી કરવા .. ત્યા થી આવી કુવે નાહવા જાય … ગંદકી કરવા …બળદ ને લઈ ખેતરે જાય ..રસ્તા માં બળદ ગંદકી કરે…ખેતર મા ધુળ માટી ની ગંદકી…પાણી ને માટી મા અને માટી ખાતર .. ખાતર એટલે શુ ..? ગાય ભેસ બળદ ના પોદળા ….તમારી મારી ભાષા મા એને આપણે કહીએ ઓહ .. શીટ…હા એ શીટ મા થી જ અનાજ ઉગે… સાજે થાકી ને ઘેર આવે…ચારે બાજુ ગંદકી..
હવે ખેડુત ની પત્ની ની દિનચર્યા
…સવારે ઉઠી છાણ વાસીદા કરવા ના … છાણાં થાપવા ના થાપેલા છાણા મા થી ચુલો સળગાવા નો લિપણ કરવા નુ… વધેલુ ખાવા નુ જેને આપણે એંઠવાડ કહીએ છીએ એ પોતાના ઢોર ને ખવડાવે..કપડા વાસણ ધોવા નદી કુવે થી પાણી લાવાવુ ..ઘર ની સાફ સફાઇ કરવી… બાળકો સાચવા ના અને આવી ઢગલાબંધ ગંદકી ઓ ને ચોખ્ખી કરવા ની…
વધુ કાલે
શુભ રાત્રી
– શૈશવ વોરા