આજે ગંદકી ને પુરુ કરીએ ..
થોડા ઘણા આવા ઉદાહરણો થી બહુ વધારે કઇ સાબિત કરવા નો ઇરાદો નથી.. પણ હું એક વાત માનુ છુ કે જે અમેરિકા અને યુરોપ કે સિંગાપુર સાથે આપણે આપણી જાત ની સરખામણી કરીએ અને દુઃખી થઇએ … એ સરખામણી તદન અયોગ્ય છે.. અમેરિકા કે સિગાપુર એક નવો બનેલો દેશ છે … એક નવી સંસ્કૃતિ છે …યુરોપ મા બંધ ગટર અને રોડ બે સદી પેહલા ના છે… ભારત અને ચીન સિવાય બધે વસતી ઘટી રહી છે…પ્રાકૃતિક સંસાધનો નો ઉપયોગ લગભગ ઝીરો છે …. જુની પરંપરા ઓ અને તેહવારો ને તિલાંજલી અપાઇ ચુકી છે….ત્યા સિસ્ટમ પ્રમાણે માણસ ને વર્તન કરવુ પડે છે…..
આપણી શહેરો ની ગંદકી મોટે ભાગે વોલ ટુ વોલ રોડ ન હોવુ … રખડતા ઢોરો..અને પાન પ્લાસ્ટિક છે….ઘણા બધા સુલભ શૌચાલયો એ શૌચ ની સમસ્યા ઓછી કરી છે… એક આડ વાત . ગુજરાત વિધાનસભા માં ગયે વરસે એક સવાલ પૂછવા માં આવ્યો હતો ….સુલભ શૌચાલય માંથી ગયા નાણાકીય વરસ દરમ્યાન કેટલી આવક થઇ … જવાબ હતો…. ફકત રૂપિયા ૨૩ કરોડ હાજી ત્રેવીસ કરોડ ….પુરક સવાલ હતો … સૌથી વધારે આવક કયા શૌચાલય ની થઇ અને કેટલી ??
સુરત ના વરાછા રોડ ના સુલભ શૌચાલય ની આવક સૌથી વધારે હતી….. એક વરસ મા સાત કરોડ… ૭ ક..રો…ડ… ની આવક સુલભ શૌચાલય ની…..
જો સગવડ આપો તો પ્રજા પૈસા ખરચવા તૈયાર છે.. નહી તો જાજરુ …. બાથરુમ માં સાત કરોડ ની વરસે આવક કેવી રીતે થાય ?? બહુ મોટો વર્ગ સમાજ નો ધીમે ચોખખાઇ નો આગ્રહી થતો જાય છે….. અને જો પોઝીટીવ રહી અને વિચારીએ તો થોડા સમય મા સારા ફળ ચોક્કસ દેખાશે …
ફરી એક વાર દિલ્લી નુ ૩ ડિ ટર્મીનલ પર આજે બે કલાક કાઢયા….કોઇ થુંક કે ગંદકી ના મળી ….દરેક વખતે જાત ને કોસવા થી સમસ્યા વકરે છે…પેહલા આ સમસ્યા મારી છે એમ સ્વિકારી એ….કયાં થી આવી એનુ મૂળ પકડવા નો પ્રયત્ન કરી એ સમાધાન મળે … કમસે કમ આશ્વાસન તો જરૂર મળે …
શુભ રાત્રી
– શૈશવ વોરા
ફલાઇટ માં બેઠા લખુ છુ … બાજુ વાળા ભાઇ અને એમના વહુ . મરાઠી મા સખત ઝઘડે છે …. સાળો પચાસ હજાર લઇ ગયો છે અને કાલે ગણપતિ પર પાછા આપવા નો હતો …. આજે સાળા ની ના આવી લાગે છે….બેન કે છે મને પુછી ને આપ્યા હતા….મારુ લોહી ના પી પણ ભાઇ છે બંધ જ નથી થતા કટકટ આખા રસ્તે કરી ….અમદાવાદ આવી ગયુ ..ભાઇ ને પચાસ હજાર ની ઘાલખાધ આવી છે…. .