ઑ સાહેબ…… આ શુ કર્યુ તમે ….?????
“બાપા” ને ઉઠાડી ને તમે ગાદી ઍ બેઠા ………….અને હવે તમે દિલ્લી ગયા…….. તો ……`બા` ને બેસાડી ને ગ્યા … અમે તો ઠેર ના ઠેર આવી ગયા !!!! ઍક તો તમને કનેક્શન જોડવા ની ટેવ … ચૂટણી મા તમે ગુજરાત નુ છેક નાગાલેન્ડ જોડે કનેક્શન જોડ્યુ ……ના યાદ આવ્યુ ….. યાદ કરવુ દોસ્તો …. સાહેબે શોધી કઢાયુ કે કૃષણ ભગવાન ના પત્ની… સોરી પટરાણી રૂક્મનીજી નાગાલેન્ડ ના હતા…. બોલો … યાદ આવ્યુ ..!!! ઍક્દમ ઈંદિરા બા ની જેમ………… જ્યારે ગુજરાત આવતા ત્યારે કેતા મૈ તો ગુજરાત કી બહુ …હુ… ..!!!!
હવે અમારા “બા” ઍ આવુ ચાલુ કર્યુ … કનેક્શન શોધવાનુ …. ઍમણે જોરદાર કનેશન શોધયુ ,,,, સાબરમતી નુ ગંગા જોડે … બોલો સાબરમતી ગંગા નુ રૂપ છે … ક્યાકે થી શોધી પડાયુ ….
અને કાલે સાબરમતી ની આરતી કરવાની પરંપરા ચાલુ કરાવી ….!!!!!
ચાર દિવસ પેહલા આખી સાબરમતી ખાલી કરી….. ભારે વરસાદ આવે તો શહેર મા પાણી ના ભરાય … પણ “બા” ને આરતી કરવી હતી .. લો .. પાછુ પાણી ભર્યુ … હવે આજે સવારથી વાસના બેરેજ ના દરવાજા ખોલ્યા …પેહલા આરતી નુ પવિત્ર પાણી ખાલી થાય પછી વરસાદ નુ ભરાયેલુ પાણી ખાલી થાય .. પછી બધા આંડર પાસ ખૂલે …. રાત ના વરસાદે અમદાવાદ ની વાટ લગાડી દીધી ચારે બાજુ પાણી પાણી …
પાણી જાય નદી મા ….અન નદી મા આરતી નુ પાણી …… કરવુ શુ?? સરકારી પૉપેટો ઍક જે ટેપ વગાડે … આખા ઇંડિયા મા ઍક કલાક મા ઍક ઈંચ પાણી જાય ઍવી જ ગટર લાઈનો બને છે …
અલ્યા રાત ના બાર થી સવાર ના બાર … બોલો કેટલા કલાક થાય…. તો બપોરે બે વાગે કેમ બધુ પાણી ઉતર્યુ નહી ….??? કેટલા ઈંચ પાણી પડ્યુ….. ?? નવ થી બાર ઈંચ … પણ પેહલા તમારે પેલુ આરતી નુ “પવિત્ર” પાણી ખાલી કરવુ પડ્યુ ઍમા સમય ગયો … પછી શેહર નો વારો ….
હશે પણ અમે તો મુસીબતો થી ટેવાયેલા છીયે … “બા” નુ નામ ઇતીહાસ મા લખાશે .. પુરાણો મા લખાય ઍટલે અમે ખુશ … ઈસવીસન પૂર્વે સોરી ભુલ થઈ ….ઈસવીસન અગ્રે 4014 મા ….અત્યારે 2014 ચાલે છે …….જ્યારે હિમાલય અને ગંગા નામશેષ થઈ ગયા હશે ત્યારે …. અરવલ્લી માથી નીકળતી સાબરમતી ગંગા અને અરવલ્લી ને હિમાલય માની પૂજા થશે… કાશી વિશવનાથ…. રિવર ફ્રંટ પર સ્થાપિત થશે ….આમ પણ હિમાલય ની 4014 મા તો લગભગ ત્યા સુધી મા બોડો કરી અને નદીઓ ને ગટર મા ફેરવી નાખી હશે…..
શાસ્ત્રો ઍવુ કહે છે કે નદી કિનારે શૌચ ના કરાય અને નદી ના કાંઠા ના બંધાય … આપણે તો કાંઠા બાંધ્યા અને ટ્રિટ કરેલુ પાણી જ નદી મા નાખિયે છે … ત્રણ લાખ ક્યૂસેક પાણી આવે ત્યા સુધી રિવર ફ્રન્ટ સ્લામત છે … પછી કાશી વિશ્વનાથ ને ભરોસે સાબરમતી ….
સપ્તક મા સ્વર્ગસ્થ પંડિત નંદન મેહતા ના તબલા સાંભળતા ત્યારે ઍવુ લાગતુ ક બનારસ અમદાવાદ મા આવી ગયુ અને લાલચ વધતી કે કોઈ તબલા ની જેમ બનારસ ના ટપ્પા કજરી ચૈતિ ઠૂમરી પણ અમદાવાદ મા લાવે …. આ તો “બા” …આરતી લાવ્યા … હશે હવે આ ઉમરે તો ધર્મ કર્મ જ યાદ આવે ને .. ગુજરાત મા ફરી ગોકુળયા ગામ થશે ઍવુ લાગે છે ….
સાહેબ “બા” તમને રાખડી બાંધવા દિલ્લી આવવા ના છે … શાન્તિ થી બેસાડજો … અને કે જો મોટીબેન .. તમે પાછા “બા” ના કેતા પાછા …… હા …… રિવર ફ્રન્ટ પર પચાસ માળ ના બિલ્ડિંગ બાંધો.. હાઉસિંગ બૉર્ડ ના છબરડા સુધારો…
ઈ તમારા સિવાય તો કોઈ નુ હંભળતા નથ….
આ તો આખુ ભોયરુ પાણી થી ભરાયૂતૂ ઍટલે .. ખાલી કરતા છટકી … ..તો મે કીધુ લાવ તમને કહી જોઉ … તમે કીધુ તુ ને …. કાઇ પણ હોય તો મને કેજો … કાઇ વધારે લખાયુ હોય તો ભૂલચૂક માફ કરશો જી
હાલો હવે બોઉ કરી …
ગુજરાત થી
શૈશવ ના
જે સી ક્ર્ષન ……….!!!