(તા.ક. ફોટા ૨૦૦૪ શાંઘાઈ ટ્રીપ ના છે … દસ વર્ષ પેહલાના. ..)
સારુ કાર્ટુન જોયુ …
ગાંધીનગર નો એક રબારી પોતાની એક ગાય ને હાથ જોડી ને કહે છે….
સેકટર ૨૨ મા મોદી સાહેબ ના બા રહે છે …. મેહરબાની કરી ને ત્યાં ના જતી માવડી … નહી તો મને પાંચસો રૂપિયા નો દંડ થશે….
અમદાવાદ અને એમા પણ હયાત હોટેલ અમારા જીમ ના ટેણીયા મિત્રો નો અને દસ બાર દા’ડે એક વાર મારો પણ રાત નો અગિયાર થી એકનો અડ્ડો છે..
સાલા પોલીસવાળા લોહી પી ગયા છે … રાતે અગિયાર વાગે અને ભુલ થી વસ્ત્રાપુર કે હયાત હોટેલ મા ગયા તો દુનિયાભર સવાલો ના જવાબો પોલીસ ને આપવાના.. જેમ થુંક લગાડી ને ટપાલ ટીકીટ લગાડીને ચોંટાડીયે એમ અત્યારે એરપોર્ટ થી હોટેલ હયાત સુધી ના આખા રોડ ને થુંક થી સાફ કરી નાખ્યો છે…
નકરા ચારે બાજુ થુંક ના સાંધા ….તકલાદી … ચાઇનીઝ પ્રમુખ ને સારુ અને ચોખ્ખુ અમદાવાદ દેખાડવા ની રીતસર લાહય લાગી છે … સરકારી તંત્ર અને હયાત હોટેલ ના સ્ટાફ કામે લાગી સોરી ધંધે લાગી ગયા છે…..
અને અમદાવાદ ના રેડીયો જોકી નર્યો બકવાસ કરે છે રેડીયા પર ….સાત પેઢી મા જેને શાંઘાઇ જોયુ નથી… અને એ વાંદરીઓ બકબક કરે છે…અને એક વાંદરો ચાઇનીઝ પ્રમુખ માટે તું કારા નો ઉપયોગ કરે છે…. એ લોક ને ભાન નથી કે આ નવાઝ શરીફ નથી……તમારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક્સ બધા જ મીડિયા પર બાજ નજર ચીનાઓ ની છે….
સાહેબ ની મેહનત પર તમે પાણી ફેરવશો ડોબાઓ….. આ લાખ રૂપિયે વાર ની રિવર ફ્રંટ ની જગ્યા …તારો કોઇ દેસી રેડીયા વાળો બાપ નહી લે …આ માર્કેટીંગ ચાલે છે ..રીવર ફ્રંટ ને વેચવા નુ … તમારુ ચાલે તો ત્યાં સુલભ શૌચાલય કે સ્મશાન અને કબ્રસ્તાન બનાવો …..બીજી કોઈ ઓકાત બચી નથી….
ખાલી રિવર ફ્રંટ ની જમીન માં કોઇ પણ બિલ્ડિંગ ના પાયા નુ પાઇલીંગ પણ અમદાવાદ નો એકે બિલ્ડર કરી શકે તેમ નથી….જે બિલ્ડરો તને જાહેરાતો આપે છે….જેમ ફાવે તેમ રેડીયો પર રેડીયો જોકી બકવાસ કરે છે……એના માટે ટેકનોલોજી જોઇશે…..
જઇ ને જો ડોબા હા પુ નદી મા કેટલા જહાજ તરે છે..શાંઘાઇ ની વચોવચ થી નિકળે છે હા પુ નદી…જેમ અહીયા રીવર ફ્રંટ છે એમ ત્યાં હા પુ નદી પર રીવર બુંડ કે બનડ છે…..
પેહલા પણ લખી ચુક્યો છુ …શાંઘાઇ ની ગલીઓ થી પર્લ ટાવર બધુ બહુ રખડયો છુ ….ડિસ્ક , પબ, ગાર્ડન , ફેકટરીઓ, એક્ષિબિશન …મેટ્રો થી મેગલેવ …કંઇ બાકી નથી…. રાતના ચાર ચાર કે પાંચ વાગ્યા સુધી પાર્ટીઓ કરી છે ….શાંઘાઇ માં ….હોટેલ ના વેઇટરો થી લઇ ને ફરારી ના માલીકો જોડે વાતો કરી છે….
હિંદુસ્થાને એક પણ સૈનીક મોકલ્યા વિના રાજ કર્યુ છે ….ચીન પર …. અને એ પણ પુરા સોળસો વરસ .. જેમ અત્યારે અરબસ્તાન ભારત ના એક મોટા વર્ગ પર રાજ કરે છે…..
સાહેબ ની બહુ પરફેકટ થીયરી છે.. બધા બુધધિસટ દેશો ને ભારત ના પડખે લે છે…. આતંક ની જેહાદ નો બહુ મોટો જવાબ આ ધરી આપી શકે તેમ છે….અને એ સ્ટ્રેટેજી ના ભાગ રૂપે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અત્યારે વિયેટનામ માં છે….
પુર્વ ના દેશો ભેગા થાય તો જેહાદ ને પુર્વ અને પશ્ચિમ ભેગા થઇ ને એક કલાક માં દબાવી દે ….આતંકવાદ ને ટોટલ કંટ્રોલ મા લેવાય …
આમ પણ હવે લંડન ને કોઇ પણ ભોગે હવે લંડનિસતાન બનતુ રોકવુ પડે તેમ છે…પગ નીચે રેલો આવ્યો છે રાણીમાં ના દેશ ને….તવો ગરમ છે .. સાહેબ રોટલો શેકી લેશે …..
ચાલવા દો બધુ લોલમ લોલ… ખોટી ટીકાઓ કરવાનો મતલબ નથી … થોડા માં ઝાઝું સમજો .. .
જે શ્રી કરશન
શુભ રાત્રી
– શૈશવ વોરા