પરમ દિવસે છઠ્ઠી ડીસેમ્બર ….
એક એવી તારીખ અને એક એવો દિવસ જેને સદીઓ થી હિન્દુસ્તાન તરસતો હતો એવો દિવસ એટલે ૬ ડીસેમ્બર ૧૯૯૨ ……બહુ જ સમજી વિચારી ને આ સ્ટેટમેન્ટ આપું છું …. હું ભાજપ ,સંઘ કે વિશ્વ હિંદુ પરિષદ સાથે કોઈ એન્ગલ થી જોડાયેલો નથી …..આજે જે કઈ લખીશ તે મારા પોતાના વિચારો છે …
એક બીજું તોફાની સ્ટેટમેન્ટ … હિંદુ ક્યારેય એક્ટ નથી કરતો પણ રિએકટ ચોક્કસ કરે છે ….થોડાક હજાર વર્ષ પાછળ જઈ ને વિચારીએ ….અને વિચારતા વિચારતા પાછા આવો ક્યાં હિંદુ રાજા એ પર્શિયા પર આક્રમણ કર્યું …? ક્યાં હિંદુ રાજા એ ચાઈના , કે કમ્બોડિયા , થાઇલેન્ડ કે કોઈ પણ પાડોશી દેશ પર આક્રમણ કર્યું …? ચાલી ને અક્કલ , રામ યાદ આવ્યા ને રામચંદ્રજી એ શ્રીલંકા પર આક્રમણ કર્યું …શું લંકા ત્યારે પરદેશ હતું..??? ના નોહતું અખંડ હિન્દુસ્તાન નો એક ભાગ જ હતો …..સદીઓ કે હજારો વર્ષ થી હિંદુ રાજા રજવાડા અંદર અંદર જ લડતા ઝઘડતા આવ્યા છે …..અશ્વમેઘ યજ્ઞો થયા પણ એ અશ્વમેઘ યજ્ઞ નો અશ્વ ક્યારેય અખંડ હિન્દુસ્તાન ની સીમા ની બહાર ગયો જ નહિ ……
રામચંદ્ર જી નું આક્રમણ એ કદાચ એવું માનું કે સમાજ માં એક ઉદાહરણ બેસાડવા નું કામ હતું કે બીજા ની પત્ની ને આપણે ના રખાય …
હું ઉત્ક્રાંતિ ને માનું છું અને સાથે રામ અને કૃષ્ણ ને પણ માનું છું … બંને ને જોડવા નો પણ ક્યાંક પ્રયત્ન કરું છું … મારા માનવા પ્રમાણે રામચંદ્ર નો યુગ દસ થી પચ્ચીસ હજાર વર્ષ ના સમય પેહલા નો સમય ગાળો છે… એ સમયે ધરતી પર નીએન્ડરથલ મેન , હોમો ઇરેકટસ , અને હોમો સેપીયંસ ,ત્રણે હાજર હતા … હતા અને હોમો સેપીયંસ સેપીયંસ એટલેકે આપણુ અસ્તિત્વ ખુબ ઓછું હતું …..
તે સમયે મનુષ્ય ની બધી જ જાતી અને પ્રજાતિ પ્રકૃતિ ના ખોળે રમતી અને સમાજ જીવન ની શરૂઆત હતી , સમૂહ જીવન ચાલુ થઇ ગયું હશે પણ સમાજ જીવન હજી ચાલુ નહિ થયું હોય …
થોડું વિષયાંતર પ્રકૃતિ …. પ્રકૃતિ ના નિયમો બહુ જ ખરાબ છે …. કુદરત કે પ્રકૃતિ એ એટલી બધી નાલાયક છે કે પ્રકૃતિએ પૃથ્વી પર આપણી જીવ સૃષ્ટિ ને આગળ કેમ વધવા દીધી એ જ મોટો ચમત્કાર છે ,પણ પ્રકૃતિએ જીવ સૃષ્ટિ ને બહુજ ખરાબ રીતે પોતા ના કંટ્રોલ માં રાખી.
જીવસૃષ્ટિ એ પ્રકુતિ ની સામે પડી અને જીવસૃષ્ટી એ પોતાનો વિકાસ કર્યો , જીવસૃષ્ટી જેને વિકાસ કહે છે એ વિકાસ નો તો લગભગ કોઈ પણ રીતે પ્રકૃતિ વિનાશ કરે છે ….. જીવ બનાવે અને કુદરત મીટાવે આવો ઘાટ પરાપૂર્વ થી ચાલ્યો જ આવે છે …..
એને રોકવા કે નાથવા માટે જીવ સૃષ્ટિ એ પોતાની જાત ને મજબુત બનાવી ઉત્ક્રાંતિ દ્વારા …. ઉત્ક્રાંતિ નો પેહલો જ નિયમ stronger will be survived… બળવાન જ જીવશે પ્રકૃતિ ની સામે ઝીંક લઇ ને … અને એના માટે જીવસૃષ્ટિ ને મજબુત ઓલાદ ને જન્મ આપવો એ ખુબ જરૂરી થઇ ગયું … એટલે જયારે સસ્તન જીવ માં સમૂહ જીવન નોહતું ત્યારે માદા પોતાની ચોઈસ થી સૌથી સશક્ત નર ને શોધી અને સંવનન કરતી જેથી આવનારી પેઢી સશક્ત જન્મે અને પ્રકૃતિ ની ક્રુરતા નો દઢતા થી સામનો કરી શકે ….અને ઘણા બધા જીવો માં માદા ની ઈચ્છા પણ ને પ્રધાન્ય નોહતું અને બળાત્કાર એ બહુ જ આમ કે સામાન્ય વાત હતી , જેવું સમૂહ જીવન અસ્તિત્વ માં આવ્યું ત્યારે પણ સમૂહ ની જેટલી સ્ત્રીઓ હતી કે માદા હતી તેની પર સમૂહ નો સૌથી સશક્ત નર એ તમામ સ્ત્રીઓ પર અધિપત્ય ભોગવતો અને સારી અપગ્રેડ થયેલી પ્રજા ને જન્મ આપતો …..સમૂહ જીવન માં પણ પુષ્કળ બળાત્કારો થતા ….ખુબ મજબુત માદા બળાત્કાર થી બચી શકતી …..જેમ જેમ સમુજ જીવન આગળ વધતું ગયું તેમ તેમ એક બીજા ને પ્રત્યે સન્માન ની ભાવના નો જન્મ થયો …. અને એમાં થી સમાજ જીવન નો જન્મ થયો …..
લગભગ પચીસ હજાર વર્ષ પેહલા ભારત વર્ષ માં સમાજ જીવન નું અસ્તિત્વ આવ્યું …. આપણે સમૂહ જીવન માંથી સમાજ જીવન તરફ વળ્યા , અને રામાયણ એ એક મોટો સંદેશ છે કે પારકી સ્ત્રી પર કે પરણેલી સ્ત્રી પર એના પતિ સિવાય કોઈ નો અધિકાર નથી …. રામાયણ એક એવો ગ્રંથ કે કાવ્ય … જે ગણો એ છે કે જે સમૂહ જીવન ને સમાજ જીવન તરફ લઇ જાય છે , સમાજ ના તમામ વય્ક્તિ ને પોતા ના કર્તવ્યો અને મર્યાદા રામાયણ શીખવે છે ….બાપ શું કરે .. .,માં શું કરે, પત્ની શું કરે, ભાઈ શું કરે, રાજા શું કરે , પ્રજા શું કરે લગભગ સમાજ જીવન ના બધાજ પાસા રામાયણ માં વણી લીધા…અને જેને હિંદુ સંસ્કૃતિ કહીએ છીએ તેનું ધીમે ધીમે અસ્તિત્વ આવ્યું …. એક જીવન જીવવા ની પધ્ધતિ …..બીજા શબ્દો માં કહીએ તો પધ્ધતિ સર નું જીવન જીવતો થયો ભારત વર્ષ માં રેહતો સમાજ ……સવારે ઉઠી અને શું કરવું ત્યાં થી શરુ કરી અને રાત્રે સુતા સુધી ની લગભગ તમામ દિનચર્યા ને વણી લીધી , જન્મ થી લઇ ને મૃત્યુ સુધી ના તમામ વેહવારો ને રીત રીવાજ ના ફોર્મ માં નક્કી કરી ને આપી દીધા , ભાષા અને લીપી બંને નો જન્મ થઇ ગયો …સાહિત્ય નું અસ્તિત્વ આવ્યું … શોખ પેદા થયો ,સંગીત મળ્યું ,રમત ગમત પણ મળી પણ સાથે પેલી પ્રકૃતિ એ રમત ની જોડે મમત આપેલી મમત જાગી અને ઇષ્ટ ની જોડે અનિષ્ટ આવ્યું અને રચાયું ..મહાભારત .
(ક્રમશઃ )
આજે અહિયાં આટલું જ બાકી આવતી કાલે ……… i
શુભ રાત્રી