હવે આગળ …..
લોધી વંશ પાણીપત ની પેહલી લડાઈ માં પડ્યો …ઉઝબેકિસ્તાન થી કાબુલ સુધી પોહચેલો બાબર દિલ્લી ની ગાદી પર બેઠો અને હિન્દુસ્તાન માં મોગલ સલ્તનત ની શરૂઆત થઇ , સાલ આવી ૧૫૨૬ ની ઇસવીસન….
પછી હુમાયુ અને અકબર …..લગભગ ૧૮૫૭ સુધી હિન્દુસ્તાન મોગલો ને આધીન રહ્યું, મેવાડ ના મહારાણા સિવાય બધાજ રાજા રજવાડા ક્યાં તો હારી ગયા અથવા આમેર જયપુર ની જેમ દીકરીઓ મોગલ ખાનદાન માં પરણાવી ……એક મિલી જુલી સંસ્કૃતિ નો ઉદય થયો … ગંગા જમની સંસ્કૃતિ ….મોગલ બાદશાહો ને હિન્દુસ્તાન ને લુંટવા કરતા રાજ કરવા માં વધારે રસ જાગ્યો , અને અકબર જહાંગીર અને શાહજહાં ને કળા માં રસ પડ્યો , હિદુ શિલ્પકારી ,સંગીત ,અને બીજી કળાઓ માં અને કલાકારો ને મુસ્લિમ બનાવ્યા અને ઇસ્લામિક ઢાંચા માં ઢાળી બધી કલા ને …
પખવાજ ના બે ભાગ થયા , અને તબલા બન્યા , વીણા બની સેહતાર ઉર્ફે સિતાર , બસ આજ વસ્તુ શિલ્પ કારીગરી માં થઇ બેનમુન શિલ્પ કારીગરી વાળા મંદિરો તોડી અને મસ્જીદો બનવા ની ચાલુ થઇ , ફાયદા ઘણા હતા એમાં .
હિન્દુસ્તાન ના તમામ મંદિરો આજે જેમ પૈસા વાળા છે તેમ ત્યારે પણ હતા , અને બીજું મંદિરો ની મૂર્તિઓ ની જયારે પ્રાણ પ્રતિષ્ઠા થતી ત્યારે મૂર્તિ ની નીચે સોનું અને ચાંદી દાટવા નો રીવાજ હતો , ત્રીજું પોતાનું આસ્થા સ્થાન એવું મંદિર અને જેને ઈશ્વર નું રૂપ ગણી અને પૂજા થતી એ મૂર્તિ ને સરેઆમ તોડવા માં આવતી, અને મૂર્તિ પૂજા નો વિરોધ , ઈશ્વર જાતે પોતાની મૂર્તિ નું જ રક્ષણ નથી કરી શકતો તો તમારું રક્ષણ શું કરવા નો ..? આવી ભાવના પ્રબળ બનાવી , અને ધર્માંતરણ થયા ,ધાક ,ધમકી, અત્યાચારો થી થાકેલા અને જેના શરણે ગયેલા , એ જ પથ્થર નો ઈશ્વર દસ ટુકડા માં પડેલો જોઈ ધર્માંતરણ ને વેગ મળતો ……
ટૂંક માં મંદિર તોડવા માં એક સાથે ઘણા ફાયદા થતા , ખજાનો મળતો , થોડો ફેરફાર કરી ને મસ્જીદ બનતી અને મૂળ નિવાસી પ્રજા નું મોરલ તૂટતું ….ધર્માંતરણ માં સરળતા રેહતી …અને સત્તા સ્થાપન થતું ….
હિંદુ પ્રજા ના સૌથી મોટા આસ્થાસ્થાનો બે રામ અને કૃષ્ણ ,બાકી રહેલા હતા , તોડી પાડો બંને ને તો ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી ….. એ પેહલા ગઝની સોમનાથ ના ભવ્ય મંદિર નો વિનાશ વેરી ચુક્યો હતો ….સાલ ૧૫૨૭ બાબર એ જે જગ્યા રામ કિલ્લા તરીકે ઓળખાતી , અને મંદિર હતું તેને પડાવી લીધું અને તેને મસ્જીદ માં ફેરવી , રામ જન્મભૂમી મસ્જીદ બની …..અવધ ના સુબા મીર બાકી એ પાછળ થી નામ આપ્યું રામ જન્મભૂમી મસ્જીદ ની બદલે નામ આપ્યું બાબરી મસ્જીદ ……
હવે સવાલો …..થોડાક ઈતિહાસ ના પત્તા ને બાજુ પર મૂકી ને ……
મારો ધર્મ જ સાચો અને તારો ખોટો ….?
તું મારો ધર્મ અપનાવ નહિ તો હું તને મારી નાખીશ ….
હું જેમ જિંદગી જીવું એમ જ આખી દુનિયા એ જીવવા ની …
સાયન્સ ટેકનોલોજી ને હું માનું પણ ખરું ,અને ના પણ માનું , પણ મારો અધિકાર ખરો ….
અમારી વસ્તી વધારે છે માટે હું કહું એમ તમારે કરવા નું ….અથવા દેશ છોડો …
અમારી વસ્તી ઓછી છે માટે અમને સ્પેસીઅલ અધિકારો જોઇશે …
અમે સામાન્ય નાગરિક ની જેમ નહિ જ રહીએ …..
આવા કેટલા બધા હું કાર …??. શા માટે દયા ને સ્થાન નહિ ..?આતંક નો આશરો કેમ ?એવી કઈ પીડા કે દરદ છે ? જે આજ નો સમાજ નથી સમજતો ..?
શા માટે પંદરમી અને સોળ અને સતર મી સદી ની માનસિકતા હજી બદલાતી નથી ….. ?? કુદરત કે પ્રકૃતિ દર મીનીટે પોતાની જાત ને બદલે છે …. તો માણસ થઇ ને આપણે શા માટે ના બદલાઈએ..?
બદલાતા બદલાતા તો આપણે છેક અહી સુધી પોહચ્યા છીએ , ઉત્ક્રાંતિ થઇ ત્યારે આ માનવ શરીરે તમે છો …..
રામ તો એક સંસ્થા હતી … કોઈ એક વય્ક્તિ નોહતી , ક્યાંક લખ્યું છે કે રામચંદ્ર એ દસ હાજર વર્ષ રાજ કર્યું , કઈ એક માત્ર રામ દસ હજાર વર્ષ નોહતા જીવ્યા , રામચંદ્ર ના બધાજ વારસદારો રામચંદ્ર ને અનુસરી અને રામ બની રાજ્ય કર્યું …. રામ અને બાબર ની તુલના અશક્ય છે …..
એક જીવન શૈલી ને હિંદુ કેહવાતી ….. એમાં થી ઇસ્લામ ના આગમન પછી હિંદુ ધર્મ બન્યો ….અને ઇસ્લામ નું અનુકરણ કરનારાઓ એ તલવાર અને બંદુકો શા માટે ઉપાડવી પડે છે …? ઇસ્લામ શા માટે હમેશા ખતરા માં જ હોય છે …? બીજી રીતે શા માટે બંદુક અને તલવાર ઉપાડનારો બહુધા વર્ગ ઇસ્લામ નો જ અનુયાયી હોય છે …?
બહુ ચવાયેલો સવાલ છે પણ જવાબ નથી …..જવાબ મળે તો ઘણા બધા પ્રોબ્લેમ નું નિરાકરણ ફટાફટ થાય ……ચોક્ખો જવાબ જોઈએ ગોળ ગોળ નહિ ….!!!
હિંદુ ધર્મ બન્યા પછી તેમાંથી બહાર જવાના બધા જ દરવાજા ખુલ્લા છે પણ હિંદુ ધર્મ માં આવવા ના લગભગ તમામ રસ્તા હજી પણ બંધ છે …. કોઈ ભાઈ કે બેન ને હિંદુ બનવું છે , તો તમે તેને કઈ નાત માં કે જાત માં ભેળવશો ….?? વાણીયો ,બ્રાહ્મણ ,કે પટેલ બનાવશો ..??
ખાલી મંદિર માં બેઠા ઈંગ્લીશ એક્સેન્ટ માં …..હારે રામા હારે ક્રીશના ક્રિષ્ના હરે હારે …..કરવા થી હિંદુ ના થવાય …. આ તો જન્મ થી મૃત્યુ સુધી જાત ને સાચવી ,સંભાળી , અને જીવન જીવવા ની એક રીત ,એક કળા ,એક પધ્ધતિ છે ….
તિલક કરતા ત્રેપન ગયા , જપ માળા ના નાકા ગયા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન …..
આવું લખનારા અખાને “ભગત” કીધો ….. ગોળી નથી મારી …. ટીકા સહન થવી જોઈએ ….
વાદ , વિવાદ, ચર્ચા , વિચારણા …. આ બધુ હિંદુ જીવન શૈલી નો એક ભાગ છે ….
ખાલી મંદિરો તોડી અને પોતાના ધર્મ સ્થાન બનાવવા થી હિન્દુત્વ નો નાશ શક્ય નથી ….
ગમે તેટલા જોર જુલમ ,સિતમ થાય પણ , જ્ઞાન નો લોપ થાય છે નાશ નથી થતો …..
એક નહિ તો બીજા સ્વરૂપે જ્ઞાન ગમે ત્યાંથી દુનિયા ના કોઈ પણ ખૂણે એ જરૂર પ્રગટ થાય છે …..અને તેનો નાશ કરનારો પણ …….
ડો અબ્દુલ કલામ પણ જન્મે અને અજમલ આમીર કસાબ પણ જન્મે …..
રાવણ મુસલમાન નોહતો અને રામ હિંદુ નોહતા ….
બાકી તો તેત્રીસ કરોડ દેવી દેવતા હિંદુ “ ધર્મ “ માં છે … અને બે જ બહાર ના કે પારકા છે … એક જીસસ અને બીજા અલ્લાહ …. શું ફર્ક પડે છે …? અપનાવી લ્યો …, ઘણા બધા ઝઘડા મટી જશે …
ઈતિહાસ લખશે કે હિદુ પેહલી વાર સામે થી આક્રમણકારી બન્યો અને ૬ ઠ્ઠી ડીસેમ્બર સાલ ૧૯૯૨ માં , મંદિર માંથી મસ્જીદ બનેલી ઈમારત નો પેહલી વાર કબજો લેવા લડ્યો ……
અને જીત્યો પણ નહિ હાર્યો પણ નહિ ….
આજે મારા મિત્ર ને એક પત્ર આવ્યો ગાંધીનગર થી …. મુખ્યમંત્રી આનદીબેન તરફ થી ..
.મુખ્યમંત્રીશ્રી એ સુંદર મજા નું સ્વામી વિવેકાનંદ નું વાક્ય ક્વોટ કર્યું છે
“ જે સંસ્કૃતિ પોતાના મૂળિયાં જકડી રાખે તે જ ટકી શકે , બીજી તો જાય પતન ની ઊંડી ખાઈ માં “
– સ્વામી વિવેકાનંદ
લડાઈ તો સંસ્કૃતિ ને ટકાવવા ની છે અને ટકી જશે …
બગાવત એ જ કરે જેને ભય છે ….
ભય તેને જ લાગે જે ખોટો છે ….
સત્ય ને ભય ના હોય …..
ઈશ્વર અલ્લાહ તેરો નામ સબ કો સન્મતિ દે ભગવાન …
રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતા રામ ….
રામ કિલ્લા માં રામ મંદિર જલ્દી બને ,અને ભારત નો કોઈ શાસક સમરકંદ સુધી ભારતવર્ષ ના સીમાડાઓ ફેલાવી અને ફરાગના ઘાટી માં ભવ્યતિ ભવ્ય બાબરી મસ્જીદ બનાવે …..
શુભ રાત્રી
શૈશવ વોરા