નરેન્દ્ર મોદી દિલ્લી પાછા આવી ગયા …બાંગલાદેશથી
બે દિવસની બાંગ્લાદેશની મુલાકાત , પલાળ્યું હતું મનમોહનસિંહએ અને મુન્ડ્યું મોદી સાહેબે.. બહુ સારું કામ થયું આ .. પેહલા એક નજર બાંગલાદેશની સાથેની સમસ્યા ..મોટી સમસ્યા સરહદ વિવાદ, તીસ્તા નદીનું પાણી ,અને વધતો પાકિસ્તાન કે ચીનનો પગપેસારો ..પાકિસ્તાન એ બાંગલાદેશનો ભૂતકાળ છે અને એ ભૂતકાળને બાંગલાદેશને ભુલવો છે ..જો ભારત તરફથી પ્રોપર માવજત થાય તો બાંગલાદેશ બહુજ આસાનીથી પાકિસ્તાનને ભૂલી જાય એમ છે , બીજું એટલી બધી દારુણ ગરીબી છે બાંગલાદેશમાં કે ઉદ્દામવાદને પોષવો કે પાળવો બાંગલાદેશ સરકારને પોસાય એવું નથી …ચીન ઘણી મથામણ કરે છે પણ હજી એટલું કોઠું મળ્યું નથી , એટલે આપણો હાથ ઉપર છે ..
બીજું મોટું કારણ ભારત તરફી ઝુકાવનું બંગાળી ભાષા છે … બાંગલાદેશમાં હજી બંગાળી ભાષા જ બોલાય છે અને બોલાતી રેહશે પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશ વચ્ચે કલ્ચરની દ્રષ્ટીએ ખુબ જ સામ્યતા છે અને બાંગ્લા ભાષા પ્રત્યે બહુ જ પ્રેમ છે બને જગ્યાએ ,સંસ્કૃતિક વારસા ને પણ પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશ એક સરખો સાચવે છે અને બનેએ પોતાનો હક્ક કાયમ રાખ્યો છે …બીજી મોટી વાત એ છે કે ઉત્તર કોરિયા અને દક્ષીણ કોરિયાની જેમ કલકત્તા કે ઢાકા વચ્ચે બાપે માર્યા વેર નથી ,એટલે નાની મોટી સમસ્યા જો સુલટાવાય તો ઘણું આગળ જવાય એમ છે …
ભારતની લગભગ સાડા ચાર હજાર કિલોમીટરની સરહદ બાંગલાદેશ સાથે છે ..અને આ સાડા ચાર હજાર કિલોમીટરમાં એક મોટી સમસ્યા હતી એન્કલેવની જે મનમોહનસિંહના સમયમાં જ સુલટી જાત ,પણ ત્યારે મમતા બેનરજી આડા ફાટ્યા હતા ..એન્કલેવ એ એવા વિસ્તારો છે કે જે નથી ભારત નથી બાંગલાદેશ, એટલે ત્યાં કોઈ નો હક્ક નથી અને ત્યાંના લોકો એને છીંટ મહેલ થી ઓળખે છે ..
છીંટ મહેલ … જમીનદારો જે જગ્યા છોડી અને ગયા , એ નથી ભારતની જગ્યા કે નથી બંગાળની..એ ઇલાકો છીંટ મહેલ કેહવાય છે . છીંટ મેહલમાં રેહતા લોકો નથી ભારતીય નથી બાંગ્લાદેશી ..છીંટ મહેલમાં રેહતા લોકો છીંટે તરીકે ઓળખાય.. અને આ છીંટાને કોઈ દેશનો પાસપોર્ટ ના મળે … … છીંટ મહેલમાં મારામારી થાય કે બીજો કોઈ ગુન્હો બને તો ના બંગાળની પોલીસ આવે કે ના બાંગ્લાદેશની .. બહુ લાંબુ થાય તો બીએસએફ આવે ,અને એને છીંટાઓ ઢાબો બોલ્યો એવું કહે .. ટૂંક માં એન્કલેવ માં લગભગ જંગલ રાજ … નહિ ભારત કે નહિ બાંગ્લાદેશ ….
હવે આ છીંટ મહેલની સમસ્યા ઉકેલી થોડા આ બાજુ આપણે ખસ્યા અને પેલી બાજુથી બાંગલાદેશ ખસ્યું … બાકી રહી તીસ્તા નદીના પાણી વાત .. એ ફરી વાર કરીશું એમ કીધું ..પણ એને જો સરખી રીતે સુલટાવાય તો આસામમાં બાંગ્લાદેશીઓની ઘુસપેઠ ઘણી ઓછી થઇ જાય ..એકદો ડેમ બાંગલાદેશમાં જ તીસ્તા ઉપર ડેમ બનાવી આપો તો એ કામ પણ પતી જાય અને ત્યાના ખેડૂતો ને પાણી મળે તો રોજગારી રહે .. આમ તો ખર્ચો આપને કરવો પડે તો પણ વર્થ છે .. કેમકે પેલા ઘુસણખોર આવતા ઓછા થાય તો ફાયદો આપડો જ છે .જલ્પાયગુડીના છ જીલ્લા જેમ લીલાછમ થઇ ગયા એમ બંગાલાદેશ ના ઘણા વિસ્તાર લીલાછમ થાય તીસ્તાના પાણીથી …
હવે હરખાવા જેવું શું થયું ..?? તો કહે કલકતાથી અગરતલાની બસ સેવા વાયા ઢાકા,આ બસ ઢાકા થઇ ને નીકળશે .. ૧૦૦૦ કિલોમીટર બચે …જો બાંગ્લાદેશમાં ભારતને વધુ એક્સેસ મળે તો નોર્થ ઇસ્ટના આતંકવાદને કાબુમાં લેવામાં સરળતા પડે ,અને નોર્થ ઇસ્ટ પર ગ્રીપ આવે ભારતની ચીકન નેક તરીકે ઓળખાતી જગ્યામાં જે સંકડામણ છે એ ઓછી થાય ..એ દ્રષ્ટીએ બાંગલાદેશનો મળેલો આ એક્સેસ એ બહુ મોટી વાત છે .. બાંગલાદેશએ એમના પોર્ટ વાપરવા ની છૂટ આપી આ બીજી બહુ મોટી ઉપલબ્ધી છે …
આ વખતે મમતા બેનર્જી ને સાથે લઈને ગયા એટલે જે કઈ નક્કી કરવાનું હતું એ લાગે હાથ પતી ગયું , પૂછવાનું અને પછી હા પાડો એટલે બધી માથાકૂટ માંથી બચ્યા .. અને સાહેબે પણ એમને સારા એવા આગળ કર્યા , આમ તો બાંગલાદેશના વડાપ્રધાનની હેસિયત એ ભારતના એક રાજ્યના મુખ્યમંત્રી જેટલી જ કેહવાય , પણ સ્વતંત્ર દેશ એટલે સ્વતંત્ર …અને પ્રોટોકોલ એટલે પ્રોટોકોલ ….બધું સારી રીતે સમુસુતરું પર ઉતારી ને આવ્યા .. હવે થોડા વધારે આગળ વધાય તો સારું કામ થાય …
બપોર પડે સાહેબ ઢાકેશ્વરી દેવીના ૮૦૦ વર્ષ જુના મંદિરમાં દર્શન પણ કરતા આવ્યા , રામક્રીષણ મિશન પણ ઢાકા માં જઈ આવ્યા,છુપા મેસેજ ઘણા પાસ થયા …પાકિસ્તાન બહુ એકલું પડતું જાય છે .. દક્ષિણ એશિયામાં , બહુ સરસ કુટનીતિ ચાલી રહી છે ….
ઇન્દિરા ગાંધી પછી ફરી એકવાર પાડોશીઓ સાથેના રીલેશન સાથે ખુબ સરસ રીતે આગળ વધતું જાય છે ભારત .. દુશ્મન ને એકલો પાડી અને એના મિત્રો ને આપણા મિત્રો બનાવો તો એક મોટું યુદ્ધ જીત્યા બરાબર છે, ચાલો સારી ઊંઘ આવશે આજે …
શુભ રાત્રી
શૈશવ વોરા