જોરદાર સંબંધ છે , અરે આપણ પોતાનો માણસ , અરે જીગર જાન છે મારો ,તું તો એકદમ ઘરનો જ છોકરો છે , અરે આપણે ક્યાં પારકા હતા , મારી દીકરી બરાબર છે બેટા તું તો .
ખુબ હોશિયારી પૂર્વક બોલતા આવા શબ્દો …. કામ કઢાવી લેવા માટે ના આ બધા પેતરા……
જીવન માં બે ચાર થપાટ પડે પછી ખરેખર દિલ થી પણ ક્યારેક કોઈએ કીધા હોય તો પણ બીક લાગે .. ઘણી વાર કોઈ ને કહી દેવાનું મન થાય કે ટોપા તું એકલો જ દુનિયા માં હોશીયાર નથી…….
ભગવાને મને પણ થોડી આપી છે …..
પણ ક્યારેક જાણી કરીને મૂરખ બનવા માં પણ મજા આવે હોં … અને એ પણ અત્યંત વૃદ્ધ કે લાચાર કે બીમાર વ્યક્તિ હોય ને ત્યારે તેનું કામ કરી આપવાનો આનંદ અનેરો હોય છે અને ત્યારે આવા વાક્યો થી નફરત ને બદલે અમૃત ઝરતું હોય તેવું લાગે …!!
બીજું કઈ આગળ યાદ નથી આવતું કે યાદ કરવું પણ નથી …. નરસી મેહતા નું એક ભજન યાદ આવે છે ..!
રામ સભા માં અમે
રમવાને ગ્યા તા …
પસલી ભરી રસ પીધો રે … હરી નો રસ પુરણ પામી .. પેહલો પિયાલો મારા સતગુરુ એ પાયોજી ..
બીજે પિયાલે રંગી રેલી રે.. તીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો …
ચોથે પિયાલે થઇ સુ ઘેલી રે …… રામ સભા માં અમે રમવા ને …
શુભ રાત્રી
– શૈશવ વોરા 10/04/14