ટ્રાફિક….
ભારત ના દરેક શહેર નો માણસ એવુ બોલે …અમારા તયા જેને ગાડી ચલાવતા આવડે એ દુનિયા માં બધે ચલાવી શકે… એક જમાના મા ટ્રાફીક ને થાઇલેન્ડ ને રાષ્ટ્રીય સમસ્યા જાહેર કરી હતી….
ત્યાર પછી
બેંગકોક થી પતાયા સુધી ફલાય ઓવર બનાવા માં આવ્યો… અમદાવાદ મા વોટસ એપ પર ફોટા પડી અને મોકલો જયાં જામ હોય ત્યાંથી …. સોલિડ ફિયાસ્કો થયો… મોટે ઉપાડે બિઆરટિએસ કરી …. એક લાખ પાંચ હજાર લોકો રોજ સફર કરે છે સાહીઠ લાખ લોકો માં થી… અને મેટ્રો ના ધખારા કરે છે…. જયાં સુધી દસ લાખ લોકો રોજ પબ્લીકટ્રાન્સપોર્ટ નો ઉપયોગ ના કરે ત્યા સુધી મેટ્રો કોઇ પણ દેશ મા સફળ નથી થઇ…લાવો મેટ્રો અમદાવાદ માં ….જરૂર છે વોલ ટુ વોલ રોડ ની … હાથલારી અને ઉંટગાડા પર પ્રતિબંધ ની…સાઇડ ના અને રોડ પર ના લારી ગલ્લા અને મંદિર દરગાહો હટાવા ની…કોમર્શિયલ કોમ્પલેક્સ ના પાર્કિંગ ની જગ્યા પર ચાલતી રેસટોરનટ અને પાણીપુરી ના ખુમચા હટાવા ની મલ્ટીલેવલ પાર્કિંગ ની વધુ ફલાય ઓવર ની…રોડ પર ધધો કરતા ફેરીયા ને પ્રોપર જગ્યાએ સેટ કરવા ની,રખડતા ઢોરો ને હટાવાની …
ખોટો કકળાટ કરુ છુ ને ….છાનોમાનો બાઇક લે માથે હેલ્મેટ મુક અને દોડ …આ બધા ગાડી અને ડ્રાઇવર ને બાજુ મુક …..ફટાફટ બધે પોહચાશે … ગલીઓ મા થી નીકળ … રોંગ સાઇડ થી જતા રેહવા નુ સિગ્નલ તોડવા નુ … દુનિયા જખ મારે…. કોઇ ટ્રાફીક ના નડે કાન માં ઈયર ફોન … રેડિયો વાગે …ઠોલો સીટી મારે કે નગારા વગાડે શુ ફેર પડે……
શુભ રાત્રી
– શૈશવ વોરા