તમાશા ને તેડુ ના હોય ..
શ્રાવણ ના આ છેલ્લા સોમવારે સોમવતી અમાસે મારો મહાદેવ એકલો થઇ ગયો….
આજે મહાદેવ ની બહાર બે કલાકારો એ નૃત્ય પ્રદર્શિત કર્યુ … ફોટા સાક્ષી છે…જ્યા ગર્ભ મા પડે એના કકડા હોય એવી ભીડ હોય તે ગર્ભ ખાલી હતુ… અને બહાર નુ મેદાન હકડેઠઠ….વાહ રે દુનિયા .. તમાશા મા ભગવાન ખોવાયો …..મહાદેવ તો સાક્ષાત નટરાજ છે …નૃત્ય સામે વાંધો નથી… એક જુદો સમય ફાળવો …. થોડો અંતર મા છુપો આનંદ થયો ..મુજરા મા પોહચેલુ નૃત્ય પાછુ મંદિર મા આવ્યા નો …
ઘેર આવી ટીવી મા ન્યુઝ ચેનલ ચાલુ કરી… ધર્મસંસદ ની બબાલ …. બાપરે ..કોણ ભગવાન અને કોણ નહી….સવાલ ભગવાન નો છે ?? કે પછી ચઢાવા ની રકમો નો છે?? સાલુ આ માં પૈસા ભયંકર છે…. સત્તા છે … ગ્લેમર છે….દરેક ધર્મ ગુરુ ને પોતાનો પૈસો અહં છે કોઇ જ બાકી નહિ…જબરી ચાલી છે…મંદિરો દેરાસરો મસ્જીદ ચર્ચ બધુ સત્તા અને પૈસા ની ઝપટ મા છે…. હજી વધશે આ બધુ ..અને છેવટે કોઇ બધુ લુટશે પણ બચાવનારુ કોઇ નહી હોય ..થોડુ વધારે પડતુ લખુ છુ પણ અતિ ની ગતિ નહી…ધર્મ ના વધારે પડતા નાટકો જ લોકો ને ધર્મ થી દુર લઇ જાય છે….આજે કોઇ જીવતા સાધુ કે મહારાજ સાહેબ ને પગે લાગતા બીક લાગે છે કે પછી પગે લાગતો જ નથી….ધર્માન્ધતા વધતી જાય છે ….જડતા આવતી જાય છે સમાજ મા …
મગજ ખરાબ થઇ ગયુ…છે જે મહાવીર ને પરમજ્ઞાન લાધ્યું અને જ્ઞાન ના ઓજસ થી તેજ થી દિગંબર થયા એમની ઉપર કરોડો ની આંગી, સ્મશાન મા રેહતા મહાદેવ પર સોના ના થાળા, કરો કરો એ જ મહાવીર કે મહાદેવ આ અતિ નો અંત આણશે..
વિચારો ની રાત્રી
– શૈશવ વોરા