દગો…..
દગા કીસી કા સગા નહી…
કેમ કરે કોઇ દગો … મજબુરી થી ..કે જાણીકરી ને …દરેક દગા ની વાત મા પૈસા કેમ વચ્ચે આવે ..??? પૈસા વાળા ની છોકરી હતી…. એટલે મને છોડી દીધો … સાલો મે એની ઉપર ભરોસો કર્યો અને એણે મને છોડી દીધો ..મારો જુનો ભાગીદાર મારા બધા રુપિયા ખાઇ ગયો …જતો ભાગીદાર સવા લાખ વધારે લઇ ને જાય …..દિવસ ના ચોવીસ માથી અઢાર કલાક સાથે હતા …અને એ પણ કેટલા વર્ષ સાથે રહ્યા …હોશ મા આવ્યા ત્યારથી થી સાથે રહ્યા ….કદાચ તુ અને હુ સાથે જ બેહોશ પણ થયા અને હોશ મા પણ આવ્યા.. ભાન તને આવ્યુ અને હુ હજી બેહોશ ….કળ વળી પણ …હવે તો સાચુ કોણ એ પણ ભુલાયું છે … કોઇ નહી હવે.. બસ તે મને શીખવાડ્યું …. આજ પછી કોઇ નો વિશ્વાસ નહી…. પતી ગઇ મારી વાત …. નહી બોલુ કયારેય જીવન મા ….એવી વાત … નહી જઉ ક્યાય એવી જગ્યાએ જયા થી તારુ દુખ મને વળગે … નહી શોધુ કોઈ જવાબ તે કેમ આવુ કર્યુ .. નથી જોવુ તારુ મોઢુ ..નથી યાદ જોઇતી .. રાત આખી મારી બગડે…..બેખબર..રાત ની એ ભુતાવળો … નથી ચોટાડવી મારી જીદગી માં …. ખરેખર વાંક પૈસા નો છે..?? હા પણ ના પણ …. તો કેમ હા અને કેમ ના ??? હા એટલે ભરપુર પૈસા ના વાતાવરણ મા ઉછરેલી વ્યક્તિ ને જીવન જીવવા ઘણી બધી વસ્તુ ઓ ની જરૂર હોય છે … જેના વિના એનુ જીવન અધુરું લાગે છે… અખતરો કરવો હોય તો ઘર નુ ટીવી એક અઠવાડીયુ કોઇ મિત્ર ને તયા મુકજો …. અને ઘરવાળા ને કેહજો સગવડ નથી એટલે ટીવી વેચી કાઢયુ …..થોડો ટેકો થાય… પછી જોજો તમારા સુખ દુઃખ ના સાથી….ચાર ફેરા ..અને તમારા પેટ ના જણયા…. તો પછી પેલી તો જુવાની ની મોજ વાળી નુ સ્ટાન્ડર્ડ કેટલુ નીચે લઇ જાય તારા માટે બકા… હે ..બોલ જીગા તુ ખોટો કકળાટ કરતો તો ને … હે…. રહી વાત ભાગીદારી ની તો એક આખો દિવસ તુટાવે અને બીજો અક્કલ ચલાવે ….અક્કલ વાળો એમ વિચારે આ તો સાલો મજૂર છે .. અને મજૂર એમ વિચાર કે આ દોઢ ડાહ્યો છે…પત્યું …
એક રાત્રે નાના ..નાના… નવા મિત્રો સાથે એકદમ જુની ભુતાવળો જાગી … દુનિયા ગોળ છે … થોડાક અમે જુના મિત્રો અને થોડાક અમારા થી પચીસ વરસ નાના ..ટોટલ વીસ જણ નુ ટોળુ ભેગુ થયુ …. ફકત “છોકરાઓ” નુ ટોળુ થઇ ગયુ હતુ …ઉંમર નો ગેપ ભુલાયો હતો … રાત માથે લીધી હતી…. અમદાવાદ ના કેટલાક જુના દટાયેલા હાડપિંજર ખોદી કાઢયા …. બાપ રે દુનિયા આટલી બધી ગોળ છે ..?? કેવા કનેકશન …બધી મગજ ની સરકીટો શોટ થઇ .. નાના ટેણીયાઓ અને એમની જુવાની બંને જોશ મા અને મોટા “ટેણીયા” હોશ મા …જે અમારી સાથે તે ઉંમરે થતુ તે જ આજે એમની જોડે થાય ફકત પાત્રો બદલાયા … થોડુ ઘણું ટેકનોલોજી ઉમેરાઇ…પણ બાકી નુ એ જ … કોઇ ફરક નહી….લગભગ બધી જ ડિઝાઇન એક જ … ઘટનાઓ ની…આખી પેઢી બદલાઇ … પણ માણસ અને મન એના એ જ … રતિભાર ફેર નહી…એ જ લફરા એ જ પ્રેમ એ જ પૈસા એ જ દગા …એ જ ફટકા …એ જ દંભ .. ધોખો કર્યા પછી નો બાળક જેવો બની ને બેસવુ … થોડો વખત સંજોગો નો વાંક અને મજબુરી…પછી પોતાનુ લોજિક સેટ કરી અને સામે વાળો હરામી… શુ આ બધુ વારસાગત છે …??? આપણા જિનેટીક ચાર્ટ મા એન્ટર થઇ ગયુ છે ..?? જે ગઇકાલે એની મા એ કર્યુ હતુ એ આજે દિકરો કરે છે અને જે એનો બાપ કરતો એ દિકરી કરે છે… વાર્તા વાંચવી અને લખવી કદાચ સેહલી છે … પણ ભુતકાળ મારી આંખ માં અને વર્તમાન આંખ ની સામે આવે … અને બંને નો સામનો કરવા નો હોય તયારે ….સામનો મુશ્કેલ છે… બધુ જાણો પણ અજાણ્યા બનવુ પડે …. જેના માટે તમારો મિત્ર બોર બોર આંસુડે રોયો હોય અને તમારા ખભે માથુ મુકયુ હોય … શોક મા થી બહાર કાઢતા છ આઠ મહીના લાગ્યા હોય …. અને એનો ભુતકાળ વર્તમાન રૂપે એકદમ વીસ વરસ ના જુવાન જોધ છોકરા ના રૂપે સામે આવે ….અને એ પણ એ જ કરતો હોય જે એની મા કરતી હતી… વાહ …વાહ … આખુ પિકચર બને .. લફરા .. લફરા રીટર્ન્સ …. લફરા ૩ ..૪..૫ .. ચાલવા દો સિરિઝ …
પણ બકા … કે જીગા … તુ હતો કડકો …લુના વાળો … બાઈક ના વાંધા …તને દેખાઇ પેલી ગાડી વાળી… આખી કોલેજ મા એક ઉપર જ તે તારી નજર ઠેરવી એની પર … બાવન નંબર ની લાલબસ મા આવતી પેલી તને નજરે ના ચડી.. દેસી લાગી…પછી તો શુ થાય ..?? પ્રેમ ની પુરી અને ભાવ ના ભજીયા ..સોરી લવ ના લઝાનીઆ અને ઇમોશન ના અથાણા ના ખવાય ….પછી તને લાત જ પડે ને …અને એ પરણી પાંચ ગાડી વાળા ને અને એનો છોરો હવે … લાબી ગાડી લઇ ને મોજ કરે…
અત્યાર નો જમાનો ક્ષત્રિય વટ નો નથી પ્રેમ કે ધંધો એમા જે થાય તે થાય ભુલી જવા નુ …. નવુ ચાલુ કરવા નુ કઇ રડારોળ ને મારામારી ના થાય …ભઇ…મુકેશ રફી ના ગીતો ના ગવાય … અરીજિત ના અને હનીસિગ ના દાડા છે… કમ ઓન બેબી..
પણ કિસ્મત કોઇ ને છોડતી નથી ભૂતકાળ ગમે તયારે જીવન મા સામો આવે જ છે
स्त्रियांणाम चरित्र पुरुषस्य भाग्य ।
न जानामि ब्रह्मा : कुतो मनुष्य ।।
…સ્ત્રી નુ ચરીત્ર અને પુરુષ નુ ભાગ્ય … શ્રુષ્ટિ ના સર્જનહાર બ્રહમાજી ને નથી ખબર તો હુ અને તુ તો સામાન્ય માણસ …બકા … સુ કે છ જીગા હે ….
સુભ રાત્રી
સૈસવ વોરા