દિવાળી આવી ને ગઇ ….
આજે લાભ પાંચમ… અમદાવાદ ફરી એક વાર ધમધમતુ થશે… એરપોર્ટ,રેલવે,બસો,બધુ માણસો થી ઉભરાય છે..અને અમદાવાદ તરફ ના બધા હાઇવે સિટી રોડ જેવા લાગે છે…ફરી ને પાછા આવતા લોકો…. ફેસબુક મા દર પાંચ મિનિટે કોઇ ને કોઇ નવુ સ્ટેટસ નાખે છે…કેરાલા થી મનાલી સુધી નુ… આ વરસે રંગોલી ના ફોટા ફેસબુક પર હિટ રહયા…હજી થોડા દિવસ આ બધા ફોટા નો મારો ચાલશે…
બહુ જ મોટા ફેરફાર આવી ગયા છે… સારા રોડ રસ્તા એ સરફેસ ટુરીઝમ ને સારુ એવુ ડેવલોપ કરી નાખ્યું છે..ખરા અર્થ મા ભારત એકરસ થતુ જાય છે…. ઉડી ને આંખે વળગે તેવા ફેરફાર દેખાય છે…
રાજસ્થાન અને મહારાષ્ટ્ર માં લોકલ ગાડીઓ માઇનોરીટી માં હતી ચારે બાજુ GJ-1,GJ-2,GJ-3 ,GJ-4,5,6 up to GJ-27 ની ગાડી ઓ ફરતી દેખાઇ…. દારૂબંધી માં થી મુકતિ નો ગુજરાતી જીવડો આનંદ લેતો દેખાયો…
મારી ઉદયપુર ની યાત્રા મજાની રહી.. ૧૯૪૭ મોડેલ ની પોંન્ટીયાક થી લેટેસ્ટ ઇનોવા લઇ ને અમે રાજસ્થાન ને વર્ષો થી ખુબ ધમરોળયુ છે…
સૌથી વધારે મજા નાથદ્વારા માં આવી …પુષ્કળ ભીડ ની વચ્ચે સિનીયર સિટીઝન માટે ની દર્શન ની અલગ વ્યવસ્થા થી મમ્મી પપ્પા ને દર્શન કરાવ્યા નો ખુબ આનંદ આવ્યો ….
એક માહિતી આપુ મંદીર તરફ થી વ્હીલ ચેર અને બે પોલીસવાળા સાથે રહી ને ફકત આ સિનિયર સિટીઝનો ને દર્શન કરાવે છે…અને ત્યારે બીજા કોઇ ને તેઓ નિજમંદિર મા પ્રવેશ નથી આપતા….જેથી ધકકા મુકકી વિના પાંચ થી સાત મિનિટ તમામ સિનિયર સિટિઝન દર્શન કરી લે… અને તેઓ બધા બહાર નીકળે પછી જ બીજા કોઇ ને અંદર આવવા દે છે…અને એક સિનિયર સિટિઝન દીઠ એક ઘર ના માણસ ને તેમને સાચવવા જોડે જવા દેવા માં આવે છે…. સારી સગવડ છે….લાભ લીધો… અને તે પણ મફત માં પોલીસ વાળા ને મેં પૈસા આપવા ની વાત કરી તો ના પાડી બસ સરજી આપ કે અમ્મા બાબુજી કે દર્શન હો જાય હમારે લિયે યહી સબકુછ હૈ….ગદગદ થયો ….
ભારત સુધરી રહયુ છે પણ ધીમે ધીમે…
મોદી સાહેબ ધર્મ સ્થાનો ની ગંદકી દુર કરવા ની શરૂઆત નાથદ્વારા થી કરો સારુ રેહશે…
હાઇવે પર ચારે બાજુ ખેતરો માં કપાસ ઉભો છે…. નિલોફર ત્રાટકયુ તો મોટુ નુકસાન ગુજરાત ને છે…ઓમાન નહી તો કરાંચી તરફ વળે તોય સારુ…મોટે ભાગે આવા અરબી સમુદ્ર માં ઉઠતા સાયકલોન ગલ્ફ માં કે ઇરાન બાજુ વળે છે… એટલે થોડો ભગવાન પર ભરોસો રાખવો ઘટે….
સુરજદાદા થોડા આછા વાદળા ઓથે સંતાયા છે…બીક લાગે સ્વભાવિક રીતે…ઉભો કપાસ બળી જશે..
ઘરે આવી ને ટીવી ચાલુ કર્યુ છે કાળા ધન નો જોરદાર કકળાટ ચાલે છે….મારી જાત ને સખત ગરીબ માનવા પ્રેરાઉ છુ… આંકડા સાંભળી ને સુબ્રમણ્યમ સ્વામી ને લાખ લાખ ધન્યવાદ…સુપ્રીમ કોર્ટે જોરદાર થપાટ મારી છે…જોઇએ શુ થાય છે…
શુભ રાત્રી
– શૈશવ વોરા