દુઃખ ,દર્દ અને દવા ..
એ તો ભઇ જેને માથે પડે ને એને જ ખબર પડે … દુઃખ કોને કેહવાય …. એમ બહાર ઉભા રહયે ના સમજાય કે કોને કેટલા દુઃખ છે….આ તો રામ ના બાણ કે’વાય વાલા.. જેને વાગે એને જ સમજાય એના દર્દ…
થોડાક આ બધા ‘સુ’વાકયો થી હટી ને વિચાર કરીએ તો ….દુઃખ નુ રુટ કોઝ એટલે મૂળ કારણ શોધીએ …. પેહલો જવાબ આવે મન … પણ ના ખોટી વાત ..કયારેક પરિસ્થિતિ પણ દુઃખ નુ મોટુ કારણ હોય છે…કોઇ વૃદ્ધ વ્યક્તિ નો જુવાન પુત્ર નુ રોડ એકસીડન્ટ મા મરી જવુ એ દુઃખ નુ કારણ મન કેવી રીતે હોઇ શકે ભાઇ ..??
હુ એક જુદા એન્ગલ થી વિચારુ છુ … કોઇ પણ દુઃખ ની લેન્થ કે લંબાઇ એકાદ બે મિનીટ થી વધારે હોતી નથી…ઘણી વાર તો ફકત સેંકડો મા હોય છે… પણ એ તલવાર ના ઘા જેવા દુખ ને લીધે ઉભા થતા દર્દ ને આપણે દુઃખ ગણી લઇએ છીએ…. જિવન મા દુઃખ નો કોઇ જ ઈલાજ કે બચવા નો રસ્તો નથી ….હા દુઃખ થી મળેલા દર્દ ની ચોક્કસ દવા છે….પ્રાણી જગત મા …હુ જયારે પ્રાણી જગત લખુ છુ ત્યારે માણસ સિવાય ની તમામ જાતી નો તેમા સમાવેશ થાય છે …એટલે માણસ સિવાય ના બધા પ્રાણી ઓ મા દુઃખ અને દર્દ વચ્ચે ની ભેદ રેખા બહુ સ્પષ્ટ છે…શારીરિક કે માનસિક કોઇ પણ દુઃખ અને દર્દ ને એ લોકો અલગ કરી નાખે છે .. દુઃખ ને ભુલી જાય છે…દર્દ ની દવા શોધે છે… અથવા કુદરત તેમને એ દવા આપે છે….
આપણે માણસો શુ કરીએ છીએ ક્ષણભર ના દુઃખ ને મન માં જકડી લઇએ….પછી એની ઉપર કવિતા , વાર્તા , નિબંધ, જેવી જેની આવડત એ પ્રમાણે ખેંચીએ… ચીગમ ની જેમ ચાવીયે….ફલાણા એ મને આમ કીધુ કેમ… એ મારી સાથે આવુ કેવી રીતે કરી શકે ? મને બહુ દુઃખ થયુ …ભઇ તને દુઃખ થયુ …સારુ તો દર્દ કયાં થાય છે તે બતાવ ને..હવે દર્દ તો નથી થતુ પણ દુઃખ ને ગામ ને બતાડી મજા લેવી છે ….મોટા ભાગ ના ચર્ચાતા દુઃખો દર્દ વિના ના હોય છે…જો દર્દ નથી તો પછી એવા દુઃખ ને છોડી દો મન માં ના પકડાય ..જો પકડયુ તો એ દુઃખ તમને છોડશે નહી….ગમે ત્યારે મન માં જ શૂળ બની ને ઉભુ થશે .. અને ભોંકાશે શરીર માં ..દવા નહી મળે … કેમ તો જયાં દર્દ જ નથી તો દવા કયાં થી લાવવી…ઘા મનનો અને પીડા કે દર્દ શરીર ને..ખાધા કરો ડીપ્રેશન ની દવાઓ..અને રહો નશા મા….દુનિયા માં દર્દ ની દવા મળે છે દુઃખ ની નહી … દુઃખ થી બચી શકાય અને ભુલી શકાય …..
બાકી દવા તો હવે જોઇએ તેટલી મળે છે…. માનસિક દવા ને સલાહ તરીકે ઓળખવા મા આવે … અને બાકી ની દવા ખાવા નુ ભુલી જવાય તો ચાલે ..પણ દવા ભુલાય તે ના ચાલે….દવા માટે પુરુ કરતા પેહલા એક ઘટના યાદ આવે છે..
એક ઓફીસ મા એક પાંસઠ વરસ ના લાગતા ગોવાનીઝ આંટી જોબ કરે… મારે સારો એવો મનમેળ … મહીને દાડે એકાદ વાર એમની ઓફિસ જઉં અને તયારે મળુ …મે એમને એક દિવસ ના પુછવા નો સવાલ પુછયો … આંટી તમારી ઉંમર કેટલી…આંટી એ કીધુ તુ મારા દિકરા જેવો છે એટલે આજે તને સિક્રેટ કહુ છુ … પણ બીજા કોઇ ને નહી કેહવાનુ … મે કિધુ ઓકે પ્રોમિસ ..આંટી બોલ્યા સેવનટી સીકસ વરસ .. મારુ મોઢુ ખુલલુ…હેં.. તમે છોંતેર વરસે જોબ કરો છો આંટી …. કેમ પણ આ ઉંમરે જોબ કેમ કરવી પડી ….?? જવાબ દરેક ને વિચારતા કરે તેવો હતો …. શૈશવ …બેટા મૈને ઔર મેરે હસબંડ ને પૈસા તો બુઢાપે કે લિયે જમા કિયા થા.. લેકીન વો તો હમારે ખાને કે લીયે જમા કિયા થા…અબ હમ દોનો કી દવાઇ મહીને કા બારાહ હજાર રુપિયે કા હોતી હૈ … ઔર યે લોગ મુઝે પંદર હજાર સેલેરી દેતે હૈ…મૈ યહાં મેરી ઔર હસબંડ કી દવાઇ કા ખરચા નિકાલને કે લિયે મૈ જોબ કરતા હું…..
બેટા દવાઇ કે લિયે અલગ સે સેવીંગ કરના … હમને જો ગલતી કિયા વો આપ મત કરના…..ઓકે સન હેપી…?? એક સરસ મજા નુ એ ઘરડા ચેહરા પર નુ સ્માઈલ અને વહાલ ભર્યો એમનો મારે માથે હાથ…
આ છે દવા ના દર્દ અને એના દુઃખ ….
શુભ રાત્રી
– શૈશવ વોરા