આજે ફરમાઇશ પર લખુ છુ.. મોદી સાહેબ ના કાલ ના ભાષણ પર લખો.. એવી મિત્રો ની ફરમાઇશ …. સાચુ લખીશ , જે લાગ્યુ તે લખીશ … કોઇ ને વાગે કરે તો માફ ….
પેહલી વાત અમેરીકા ને પોતાની છાતી પર બેસે એવો માણસ પસંદ નથી….
બીજી વાત અમેરીકા ના નાગરીકો ને પ્રભાવિત કરે અને તેવી વ્યક્તિ અમેરિકન ના હોય તો તે વ્યક્તિ અમને આંખ ના કણા ની જેમ ખૂચે છે….
ત્રીજી વાત અમેરીકા ને સમાજ ના બહુધા મોટા વર્ગ ને સાથે લઇ ને ચાલે તે માણસ થી નફરત છે….
ચોથી વાત અમેરિકા ને તમે ખોટુ કરો છો તેવુ કેહનાર પસંદ નથી….અમેરિકા કયારેય કશુ ખોટુ નથી કરતુ…
પાંચમી વાત અમેરિકા સિવાય ની દુનિયા આગળ વધે તે અસહય છે….
આવી ઘણી બધી વાતો આગળ છે…
તમે એમ કીધુ કે તમારા ત્યા બધા ડોસા ડોસી વધશે અને તમારો દેશ ચલાવા જુવાન છોકરા છોકરીઓ જોઇશે એ અમે મોકલીશુ…. અમને અમેરિકનો ને ના ગમ્યું….
તમારા ત્યાં વર્ગ વિગ્રહ ને તમે ખતમ કરો એ અમને ના ગમે …..
તમે એમ કીધુ કે ૭ રૂપિયે કિલોમીટર ના ખર્ચે મંગળ પર ગયા એ ના ગમ્યું… કેમ અમે ડોબા છીએ…???
તમે અમને વિઝા ગમે તેટલા વરસ ના આપો અમે તો તમને વિઝા નહી જ આપવાના…ભારતના પ્રધાનમંત્રી છો ત્યાં સુધી બરાબર છે આવો….
વધુ પડતા સારા કે પોતાના દેશ માટે કામ કરતા લોકો અમને નુકસાન પોંહચાડે છે…
અમારી ધરતી પર અમને ગમે તેટલુ સારુ કહો પણ અમને તો તમારા ગદારો પર જ વિશ્વાસ છે….
જે તમારા દેશ ને પ્રેમ કરે એવો અમેરિકન અમને ના ખપે…
તમારો એન આર આઇ તમને ગાળો આપે એ જ અમને ચાલે….
અમારી ધરતી પર આટલો મોટો તાયફો…. અમારા રસ્તા બંધ કરાવો… કાલે સવારે તમે અમારી સરકાર ને ખતરો ઉભો કરો …તમને કંટ્રોલ કરવા જ પડે…
અને છેલ્લે વધુ પડતો લોકપ્રિય નેતા અમને ના ખપે એ દુનિયા ના કોઇ પણ ખુણા નો હોય .. કારણકે આવા નેતા માં ક્રાંતિ ઉભી કરતા હોય છે … અને કોઇ પણ ક્રાંતિ અમારા હિત માં નથી..
તા.ક. સી.એન.એન. એ હજી સુધી મોદી સાહેબ અમેરિકા માં છે એવી નોંધ લીધી નથી…
બાકી તો મજા મજા કરાવી ઘણા વખતે ઠોકી બજાવી ને કોઇક બોલતુ હોય તેમ સાંભળ્યા….
એકંદરે આનંદ દાયક પ્રવચન…..
ભારત વર્ષ ની કમબખ્તી કે પનોતી રહી છે કે જ્યારે જ્યારે એક ગુજરાતી આગળ આવે છે ત્યારે બીજો ગુજરાતી એને પછાડવા મા કંઇ બાકી નથી રાખતો અને આખા દેશ નુ નખખોદ વાળે છે…
છેક થી ચાલતુ આવે છે…
સજજન ચૌહાણ ને ભીમદેવ નડયો અને સોમનાથ પડયુ અને મોહનદાસ ગાંધી ને પાનેલી ના મહંમદભાઇ ઝીણાભાઇ ઠકકર નડયા ને પાકિસ્તાન અને બાંગ્લાદેશ થયા ….
હવે નરેન્દ્ર મોદી ને આ રાજદીપ સરદેસાઇ નડવા ઉભો થયો છે….રાજદીપ ની નાલાયકીઓ ના પાર નથી… એક પત્રકાર તરીકે આટલુ બધુ બાયસ…. કયારેક તો દુશ્મન નુ પણ સારુ બોલાય..દેશ ની બહાર જઇ ને આવુ વર્તન …. છી .. છી ..જઘન્ય અપરાધ છે… દેશદ્રોહ નો કેસ ચાલવો જોઇએ..
નથી લખવુ મારે કોઇ વ્યક્તિ માટે ખાલી વિષયો જ પકડવા છે …પણ આવી વાત જોઇએ અને સાંભળી ને મગજ જતુ રહે .. દેશ મા કરવી હોય તેટલી નાલાયકી કરો પણ બહાર શું છે… છેક લોકસભા ને મૂરખ બનાવા સુધી ની શૈતાની કરી તો પણ સજા નથી મળી …
પાપી છેલ્લે મરે છે … એ સનાતન કાળ થી ચાલતો નિયમ છે… કયારેક તો કોઇક સજા આપશે …
શુભ રાત્રી