નિંદ્રા
ચોવીસ કલાક માં આઠ દસ કલાક ની ઊંઘ મળે તો લાઇફ ઓ કે અને જો બાર કલાક ની ખેંચવા મળે તો મોજે મોજ …!!
અતિ સર્વત્ર વર્જય્તે …!!!
ઊંઘ એ માણસ કે બીજા બધા પ્રાણી ની જરૂરિયાત….! પણ જો જરૂર કરતા વધી તો સૌથી મોટી દુશ્મન …!!
પ્રાણી ઊંઘતું ઝડપાયું એટલે ચવાઈ જાય કોઈનું ભોજન , સીધું સ્વર્ગ ના દરવાજે …..!!
પણ માણસ માટે વધેલી ઊંઘ પેહલું કામ આળસ વધારવાનું અને બીજું કામ શરીર વધારવા નું કરે ….. આળસ વધી એટલે સીધી પ્રોડકટીવીટી ને મારે …!! અને પછી ગાડી પાટો છોડે …!! જાય બધું છપ્પન ના ભાવ માં … અલ્લાહ માલિક ….!!!
વધેલું શરીર બધા રોગ ની માં…!!
અને ઘટેલી ઊંઘ એટલે ઘડપણ .. !!!પથારી માં પડયા પડયા ઘડિયાળ ના ડંકા ગણવાના ….!!!
કુંભકરણ …. આ નામ વિના તો આગળ જવાય જ નહિ, કુદરતે ઘણા પ્રાણી ને આ નિંદ્રા ભેટ આપી છે .. અને તેને ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા કહીએ છીએ …!!!
ક્યારેક ગાઢી નિંદ્રા સમાધિ અવસ્થા નો અનુભવ કરાવે અને પાતળી નિંદ્રા સ્વપ્નીલ …!
રવિવાર ની બપોરે રસ ઢોકળા દાબ્યા પછી ની ઊંઘ …!
પ્રભુ સૌ ને આપજે …..!!!!
– શૈશવ વોરા 4-5-14