નીતિ આયોગ …
દેશ માટે એક નવો શબ્દ અને અને નવી સંસ્થા ,અને આયોજન પંચ નો અંત ….National Institute of Transforming India .. NITI નવું નામ તો ગમે એવું છે … અને પનઘડીયા ને વાઈસ ચેરમેન બનાવ્યા , પ્રધાનમંત્રી નું રુએ નરેન્દ્ર મોદી તેના ચેરમેન રેહશે …લો નવી બાટલી માં જુનો દારૂ આવી ગયો , આયોજન પંચ માં પણ આવું જ બધું હતું ને પાસઠ વર્ષ થી ચાલતું હતું આ આયોજન પંચ , બાર પાંચ વર્ષીય યોજના આપી ,રાજ્યો ને શું જોઈએ અને શા માટે જોઈએ ,અથવા તો તમારે આમ કરવું જોઈએ અને એના માટે ના આટલા રૂપિયા લો કરો મોજ , અથવા આપો અમને પ્રેમ થી પેટ ભરી ને ગાળો … આટલા શબ્દો માં આવી ગયો આયોજન પાંચ નો સાર .
ગુજરાત માં ગમે તે સરકાર હતી હમેશા એમ જ થતું કે ગુજરાત ને અન્યાય થયો છે .. લગભગ બધા રાજ્યો આમ જ કરતા , રાજ્યો ના મુખ્યમંત્રીઓ હમેશા આયોજન પંચ ના નામ ના છાજીયા જ લેતા…હવે બાર બાર વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી આવ્યા અને એ પણ આયોજન પંચ ના અધ્યક્ષ પદ પર … એ સોરી સોરી યાર ટેવ પડી ગઈ છે નીતિ આયોગ ના ચેરમેન ના પદ પર ….ઓકે ..ભૂલ સુધારી લીધી .
આ સરકાર ની એક મોટી ખૂબી છે જે પદ બહુ વગોવાયેલું હોય એને ધરમૂળ થી કાઢી નાખું છું એમ કરી અને એનું એ જ પાછલા બારણે થી ઘુસાડી દે , અત્યાર સુધી ની જાહેરાતો નીતિ આયોગ ની વિષે ની કઈ બહુ ઇપ્રેસીવ નથી લાગતી , જેમ સામ પિત્રોડા ને રાજીવ ગાંધી લાવ્યા એમ અત્યારે શ્રી અરવિંદ પનઘડીયા ને લાવવા માં આવ્યા છે , બહુ મોટા માણસ છે ….બધું મોટું મોટું લાગે છે … સામાન્ય માણસ ની વાત કરું તો દિલ્હી ના એક રેહવાસી એ મને કરેલી વાત કહું ..
દિલ્હી માં રોડ પર નો ભ્રષ્ટાચાર બહુ જ કોમન છે, એવું કેહવાય છે કે ટ્રાફિક પોલીસ રીતસર ટેબલો લઇ ને રોડ પર બેસી અને હપ્તા ઉઘરાવે છે , કેજરીવાલ ની સરકાર આવી કે તરત જ એ ટેબલો ગાયબ થઇ ગયા હતા … અને અત્યારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે તો પણ એ ટેબલો ચાલુ છે … નવી કેન્દ્ર સરકાર એ ટેબલો હટાવી શકી નથી ….
ટૂંક માં કહું તો એક જ વાત કે કેન્દ્ર ની નવી સરકાર ઉડી ને આંખે વળગે એવું કોઈ જ કામ કરી શકી નથી , હા એટલો ફેર ચોક્કસ છે કે ટીવી પર નવું કોઈ ફાઈનાશીયલ સ્કેમ નથી ઝબકયું આ સરકાર ના આવ્યા પછી ….બ્રિટન માં વર્ષો સુધી ક્યારેય કોઈ હેલ્થ મીનીસ્ટર ડોકટર નોહતા , એક જ કારણ હતું કે બહુ એક્ષ્પર્ટ માણસ ને ટોપ પર બેસાડીયે તો બધી આદર્શ વસ્તુઓ કરવા જાય અને અંતે કોઈ મેળ નું ના રહે આખે આખો પ્રોજેક્ટ કે કામ બગડી જાય , હમેશા સારા ડોકટરો ની એડવાઇઝરી કમિટી બનાવી અને હેલ્થ મીનીસ્ટર ની ઉપર મૂકતા જેથી પ્રેક્ટીકલી જે શક્ય છે તેજ વસ્તુ થાય , મોટી મોટી વાતો અને આદર્શો ખાલી મીટીંગ પુરતા બરાબર છે ….
મનમોહનસિંગ નું ઉદાહરણ લઈએ તો એ ફાઈનાંસ મીનીસ્ટર હતા ત્યાં સુધી ઘણું બધું સીધું ચાલ્યું , પ્રાઈમ મીનીસ્ટર થયા અને બધું બગડ્યું ….શ્રી અરવિંદ પનઘડીયા ના કેસ માં પણ આવું ના થાય તો સારું , કેમકે દેશ પાસે હવે બગાડવા માટે નો સમય નથી ,પાછલા દસ વર્ષ તો કમ્પ્લીટલી નકામાં ગયા છે અને હવે કોઈ પણ અખતરો ખતરા રૂપ છે ….નીતિ આયોગ ની બીજી વધુ ડીટેઇલ બહાર આવે પછી વધારે ક્લીયર થાય અત્યારે તો બધું દિલ્લી ના કોહરા જેવું છે , વિઝીબીલીટી ઝીરો છે ..
મસ્ત ઠંડી ચાલુ થઇ છે ….ઉત્તર ભારત ની ફલાઈટ કે ટ્રેન પણ પકડતા બીક લાગે છે , સલાવવા ના પુરા ચાન્સ છે …
શુભ રાત્રી
શૈશવ વોરા