“ દેશ મને પ્રથમ પ્રધાનમંત્રી ની બદલે પ્રથમ સેવક તરીકે ઓળખાશે તો મને વધુ ગમશે ” …… પંડિત જવાહરલાલ નેહરુ . પ્રથમ સેવક …. એકદમ આવું જ આપણે ક્યાંક સાંભળ્યું નહિ ..?? હા યાદ આવ્યું લાલ કિલ્લા ના બુર્જ પર થી પંદરમી ઓગસ્ટે ….” પ્રધાન સેવક ”….
ઘમસાણ મચ્યું છે … નેહરુ ની ૧૨૫ મી જન્મ જયંતી મનાવા માટે …. કોંગ્રેસ કહે નેહરુ અમારા અને ભારતીય જનતા પાર્ટી ની સરકાર કહે નેહરુ અમારા …
એ આ તારાદાદા તો મારા મોટા દાદા થાય..!
એટલે …પેલો તરત પૂછે કેવી રીતે હેં…. ??
એ થાય ભાઈ હવે …મેં કીધું એટલે થાય …
પેહલા ગાંધી નો જોરદાર વિરોધ કર્યો એક જમાના માં … મારી નાખ્યા એવું તો નહિ કહું સાવ ,પણ વિરોધ પેટ ભરી ને કર્યો પછી એમને મહાપુરુષ ગણ્યા અને પોતાના કર્યા … પછી સરદાર નો વારો પાડ્યો અને પોતાના કર્યા… છેલ્લે નેહરુ નો વારો આવ્યો …ઈલેક્શન માં સાહીઠ વર્ષ તમે લોકો કોંગ્રેસે રાજ કર્યું એમ કરી ને એમને પ્રેમ થી કોસ્યા ,ભાંડયા અને હવે હોશે હોશે એમની જન્મજયંતી મનાવી છે ….
બિચારી કોંગ્રેસ… ગાંધી,નેહરુ ,સરદાર એ ત્રણ માંથી બે તો ભાજપ એ પોતાના કરી લીધા હવે નેહરુ એક કોંગ્રેસ પાસે બચ્યા …. નહેરુ જતા રહે તો કોંગ્રેસ બિચારી અનાથ થઇ જાય સો વર્ષ જુનો વરસો છીનવાઈ જાય…… એક મોટો દાવ નાખ્યો છે ભાજપે …..પોતાનો કોઈ મોટો વરસો નથી તો કોંગ્રેસ નો ખતમ કરો નહિ તો પાંચ વર્ષ પછી એન્ટી ઇન્કમ્બકસીવ વોટ કોંગ્રેસ ને મળે ત્યારે તકલીફ વધે …. ચાણક્ય કામ કરી રહ્યા છે દુશ્મન ને જડ અને મૂળ માં થી સાફ કરો …..મૂળ કાપ્યું છે જડ નો વારો છે ….. ચેત મછંદર ગોરખ આયા …..નેહરુ વિષે નું મારું જ્ઞાન થોડું લીમીટેડ છે ..મારું આંકલન ..
સ્વરૂપ રાની અને મોતીલાલ નેહરુ નું એકમાત્ર પુરુષ સંતાન , બે બેહનો ક્રિષ્ના અને વિજય લક્ષ્મી , જેમાં ક્રિષ્ના બિલકુલ અણજાણ અને વિજય લક્ષ્મી પંડિત જાણીતું નામ ….ભારત ની અને દુનિયા ની રાજનીતિ ઉપર નેહરુ એક એવી હસતી જેને ભારત ના ઈતિહાસ માંથી ક્યારેય દુર ના કરી શકાય … લગભગ પાંચ દસકા નું એમનું ભારત ની રાજનીતિ માં યોગદાન …ઘણી ગાળો લોકો એ આપી અને અનહદ ફૂલો ચડાવ્યા કોંગ્રેસ એ … સરદાર પટેલ અને ગાંધીજી .. નેહરુ વિના બને અધૂરા … સરદાર દેશ ના પેહલા પ્રધાનમંત્રી હોત તો ભારત નું ભવિષ્ય કઈ જુદું હોત …આવું બધું આપણે સાંભળીયે અને બોલીએ પણ ખરા …ચાઈના વોર અને કાશ્મીર નાં પ્રશ્ન ને યુનો માં લઇ ગયા એ બહુ જ મોટી ભૂલો ..ચાઈના વોર તો લગભગ તેમનો પ્રાણ લઇ ને ગયું ….ક્યારેય ઉભા ના થઇ શક્યા નેહરુ એ સદમા માં થી નેહરુ ….
મને પોતાને મારા લીમીટેડ વાંચન થી એવું લાગે છે ઘણું સારું થયું કે નેહરુ પ્રધાનમંત્રી થયા ….
આઝાદી પછી જુના રજવાડા જેને આપણે પ્રીન્સ્લી સ્ટેટ કહીએ છીએ તેમનું તેમના નાના રાજાઓ નું રજવાડા માં ખાસ્સું એવું ઉપજતું અને તેમની પ્રજા માં તેમની વગ સારી એવી હતી …ભૂતપૂર્વ રાજા રજવાડા નો સ્વતંત્ર પક્ષ પણ માંથું કાઢી રહ્યો હતો …અને બીજું ભાષા પ્રમાણે ના પ્રાંત બનાવામાં અંદર અંદર ના રાજ્યો ના એકબીજા ની સાથે ના મતભેદ સપાટી પર આવતા જતા હતા …સરદાર ની ભારત જોડવા ની મેહનત ઘણી બધી વખત પાણી માં જાય એવી પરીસ્થિતિઓ ઉભી થતી હતી …અને એવા સમયે કોંગ્રેસ નું એક ચક્રી શાસન લગભગ ત્રણ દસકા ભારત ને મળ્યું અને ચાર યુધ્ધો …એકધારા કોંગ્રસ ના શાસન વગર આ પરિસ્થિતિઓ માં થી બહાર નીકળવા માં તકલીફ ઘણી પડત…
આઝાદી પેહલા ના નેહરુ બહુ લખાયું એમના માટે …જલિયાવાલા બાગ પછી ઘણા બધા ના જીવન બદલાયા …એમાંના નેહરુ પણ એક ..જેલ જવા નો વારો આવ્યો અને પુસ્તકો લખવા નું ચાલુ થયું ત્રણ મોટા પુસ્તકો દુનિયા ને આપ્યા ..ગ્લીમ્પસીસ ઓફ ધ વર્લ્ડ હિસ્ટ્રી ,ધ ડીસ્કવરી ઓફ ઇન્ડિયા , અને ઇન્દિરા ગાંધી ને લખેલા પત્રો નો સંગ્રહ …
એક પિતા તરીકે પોતાની પુત્રી ને ઉછેરવા માં કેટલા સફળ થયા એ વાત માં ના પડતા એટલું ચોક્કસ કેહવાય કે લેટર્સ ફ્રોમ અ ફાધર ટુ હિઝ ડોટર પર સહેજ નજર નાખીએ તો પણ દીકરી ઇન્દિરા ને જેલ માં રહ્યે પોતાની દીકરી ને કેટલું જ્ઞાન આપ્યું એ દેખાશે ….. મારા ભાગે ધ ડીસ્કવરી ઓફ ઇન્ડિયા ના થોડા પાના ફેરવવા ના આવ્યા છે … પણ મને બહુ ઇમ્પ્રેસિવ ના લાગી ……
આઝાદી લેતી વખતે લોર્ડ માઉન્ટબેટન અને એમના પત્ની લેડી એડવિના સાથે ના સંબંધો જગ જાહેર છે … લેડી એડવિના એ ભાગલા પાડવા માં નેહરુ ને કન્વીન્સ કરવા માટે વિષકન્યા નો રોલ ભજવ્યો … અને ટુ નેશન થીયરી આવી અને ખંડિત રાષ્ટ્ર વિરાસત માં આપણ ને મળ્યું ..
તીનમૂર્તિ ભવન માંથી દેશ ના પેહલા પ્રધાનમંત્રી તરીકે ની શાસન ધુરા હાથ માં લીધી રાજા રજવાડા ને સાલીયાણા આપવા નો ચોખ્ખો વિરોધ કર્યો નેહરુ એ …પણ નેહરુ નું એક પાપ હતું હૈદ્રાબાદ ને ખાલસા કરવા માં તેમને અચકાટ હતો … ખાલી વિચાર માત્ર થી કમકમાટી આવે અત્યારે જો ભારત ની વચ્ચોવચ હૈદરાબાદ પાકિસ્તાન માં હોય ….
બીજું એક મોટું ખરાબ કામ ડાબેરી ઝોક અને અમેરિકા ને મૂકી અને રશિયા ની સોડ માં ભરાયા પણ ત્યાં થી ધોખો મળતા નોન એલાયંસ મુવમેન્ટ આદરી …પણ કઈ ફેર નાં પડ્યો ..રશિયા પડ્યું …અને અત્યારે જખ મારી ને આપણે અમેરિકા તરફ મોઢું કરવું પડે છે …
મૂડીવાદ અને સામ્યવાદ ની વચ્ચે નો સમાજવાદ .. પથારી ફેરવી દેશ ના અર્થતંત્ર ની …. આયોજનપંચ …સંપૂર્ણ નિષ્ફળ સંસ્થા દેશ ને માથે પાસઠ વર્ષ સુધી મારી …
બાલ દિન ઉજવીએ ૧૪ મી નવેમ્બરે ..૧૨૫ મી જન્મ જયંતી છે ….દિલ્લી સલ્તનત પર રાજ કરેલા સુલતાનો અને સલ્તનત …….. એક નેહરુ ગાંધી રજવાડા ના સ્થાપક રાજા જવાહર લાલ મોતીલાલ નેહરુ …જોકે એમણે પોતે તો લાલબહાદુર શાસ્ત્રીજી ને નોમીનેટ કર્યા હતા …પણ આપના દુર્ભાગ્યે દોઢ વર્ષ માં શાસ્ત્રીજી જતા રહ્યા અને ગુંગી ગુડિયા ને થોડા હરામી કોંગ્રેસીઓ એ ગાદીએ બેસાડી …અને પછી શરુ થયો એક બીજો યુગ … ફરી ક્યારેક યુગ વિષે …
અત્યારે તો ભાજપ અને કોંગ્રેસ બધા નેહરુ ની ૧૨૫ મી જન્મ જયંતી મનાવશે…..નેહરુ ના વાક્યો માં થોડા ફેરફાર કરી ને બોલવા માં આવે છે …પ્રથમ સેવક અને પ્રધાન સેવક …બંને માં શું ફર્ક છે …??
રાજકારણ આગળ વધી રહ્યું છે ….. દિલ્લી ના નસીબ માં આના થી કૈક મોટી રાજરમતો ભૂતકાળ માં જોવા મળી છે … પાંચ હજાર વર્ષ થી દિલ્લી બિચારી ખેલ જોતી આવી છે અને હજી જોશે ….સાલું દુખ એટલું છે કે આપણે મરેલા નેતાઓ ને પણ નથી છોડતા ……
ભવિષ્ય નો રસ્તો આ દેશ માં હંમેશા ભૂતકાળ માં થઇ ને જ નીકળ્યો છે ….
શુભ રાત્રી
-શૈશવ વોરા