પકડો કલમ ને કોઇ પળે એમ પણ બને …..
કે હાથ આખે આખો બળે એમ પણ બને …..
સદભાગ્યે આવુ મારી સાથે નથી થતુ ….બસ આંગળીઓ કીપેડ પર ચાલવા જ માંડે છે..
કાલે મિત્ર પરાગ નો ફોન ઓસ્ટ્રેલીયા થી આવ્યો …. ૪૦ મિનિટ થી વધારે ચાલ્યો… શૈશવ તારી ન્યુકિલયર ડીલ વાળી પોસ્ટ વાચી…. આ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે જે ડીલ થઇ છે એમા તુ જે વિચારે છે એમાનુ કશુ નથી અને આ ડીલ થાય એના માટે મેં જાતે ચાર મિંટીગ મારા ઓસ્ટ્રેલીયા ના પ્રાઈમ મીનીસ્ટર જોડે છેલ્લા ચાર વરસ મા ચાર વખત કરી છે …
દોસ્તો પરાગ મારો મિત્ર આજે ઓસ્ટ્રેલીયા ગુજરાતી સમાજ નો પ્રમુખ છે….ગર્વ થાય જયારે કોલેજ મા સાથે ભણતા અને એકબીજા ને ગમે તેવા નામ થી બોલાવતા, મારતા , દોડતા અને હેરાન કરતા , અને આજે એ જ મિત્ર ને માતૃભુમી નુ ઋણ અદા કરતા જોઇને ખુબ આનંદ થાય છે….પરાગ ના કેહવા પ્રમાણે
જયાર થી ઓસ્ટ્રેલીયા એ ભારત પર પ્રતિબંધ મુકયો ત્યાર થી ઓસ્ટ્રેલીયા મા રેહતા ભારતીયો આ પ્રતિબંધ ઉપડાવા પાછળ લાગી ગયેલા … અને હવે આ ડીલ પ્રમાણે ખાલી રીચ યુરેનિયમ જ ઓસ્ટ્રેલીયા ભારત ને આપશે … નહી કે અણુમથકો બનાવાના …. એ બધુ જ કામ તમારે જ કરવા નુ છે …. સાથે પરાગે ઉમેર્યુ દુનિયા આખી મા બાર મહિના માં થી દસ મહિના તડકો મળતો હોય એવો એક જ દેશ છે… અને એ ભારત છે…. સોલાર ઉપર ધ્યાન આપો …. ખાલી સોલાર પેનલ પર પડતી ધુળ રોજ સાફ કરવા માં આવે તો પણ તમને કેટલો બધો ફાયદો થાય …. એક દમ વાયેબલ થાય ….સોલાર પેનલ નુ આઉટ પુટ ૧૦૦ ટકા મળે અને ખર્ચો ફટાફટ નીકળી જાય …..વાત સાચી છે …. જો આપણા ધાબે સોલાર પેનલ નાખી અને ઘર મા એલઇડી વાળી લાઇટો વાપરી એ તો લાઈટ બિલ મા ઘણી મોટી બચત શકય છે…પાવર સેકટર મા ધરમુળ થી ફેરફારો આવી રહયા છે…દુનિયા આખી એલ એ ડી ઉપર આધાર રાખી ને બેઠી છે કોઇ પણ રીતે વિજળી ની ખપત ઘટડવા ની છે…
મારે ત્યાં રાત ના અગિયાર હતા અને ઓસ્ટ્રેલીયા મા સવારના અઢી …. સ્વાભાવિક રીતે મારે કેહવુ પડયુ ભાઇ હવે તુ સુઇ જા….. અને વાતો અટકી ….
પેલા ગીત ની આગળ ની સટેનઝા…
જ્યાં પોહચવાની ઝંખના વરસો થી હોય ….
તયા પોહચતા જ મન પાછુ પડે એમ પણ બને ….
એક પગ બીજા પગને છળે એમ પણ બને …
પકડો કલમ ને કોઇ પળે એમ પણ બને…….
સોલી કાપડિયા એ ગાયુ છે સુંદર ગીત છે યુ ટયુબ પર સાંભળજો ….. મજા આવશે..
શુભ રાત્રી
– શૈશવ વોરા