દિલ્લી ની રાજનીતિ ગરમાઈ છે …
આખું યુદ્ધ આજે બેદી વિરૃધ્ધ કેજરીવાલ થઇ ગયું છે કોંગ્રેસ ક્યાય દેખાતી નથી … આજે પેહલી વાર અર્ણવ ગોસ્વામી ખુબ શાંતિ થી વાત કરે છે અને બીજેપી નું છાનું અટ્ટહાસ્ય સંભળાય છે…. પેહલા દિવસ થી હું કહું છું કે અન્ના હજારે નું અંદોલન અને ઇન્ડિયા અગેઇનસ્ટ કરપ્શન બંને આંદોલન સંઘ અને ભાજપ પ્રેરિત હતા ….એક બહુમુખીયો જંગ હતો કોંગ્રેસ ની સામે, એક જોરદાર મોટું ષડ્યંત્ર હતું જે હવે ધીમે ધીમે ખુલતું જાય છે…જેમાં બાબા રામદેવ ,કુમાર વિશ્વાસ થી લઇ ને ને બધા હાથા બની ગયા બીજેપી અને સંઘ ની વ્યવસ્થા ના …. આજે ઓન રેકોર્ડ કુમાર વિશ્વાસ કહે છે કે અમને બીજેપી ના સ્કેમ વિષે બોલવા ની મનાઈ હતી કર્નાટક ના માઈનીંગ સ્કેમથી લઇ ને એમ પી ના સ્કેમ સુધી બોલવા ની સંપૂર્ણ મનાઈ હતી…..
બોસ મારે તમને પૂછવું છે શું અત્યારે ભારતીય જનતા પાર્ટી એ ક્યાય કોઈ ભ્રષ્ટાચાર કર્યો જ નથી ..?કેમ કોઈ કશું બોલાતું નથી ..? કોંગ્રેસ ,યુપીએ ને ભરપુર ગાળો અપાઈ છે કદાચ લાયક હતા એ લોકો એને ,પણ મજબુત વિપક્ષ વિના નો શાસક હમેશા સરમુખત્યાર બને છે …. બહુ જ મોટો ભયસ્થાન ઉભો છે , કાળા નાણા પાછા લાવવા માંનો યુ ટન ,આર્થિક પોલીસી બધુજ મનમોહનસિંહ નું છે ક્યાય કશો ફેર નથી…. પણ ભયાનક રીતે માર્કેટિંગ ચાલી રહ્યું છે ….અને ભાવના માં જનતા વેહતી જાય છે … આ દેશ ફક્ત અને ફક્ત લાગણીઓ અને વેવેલાવેડા પર ચાલતો દેશ છે ….મીડિયા સંપૂર્ણપણે ઓબામાં અને દિલ્હી ની ચુંટણી પાછળ પાગલ થયું છે …
બાજુ ના દેશ માં લગભગ પાકિસ્તાન ભિખારી થયું છે એક વધારે હથોડો મારી ને તોડી પાડવા ની વાત છે , પણ કોઈ જોતું જ નથી એ બાજુ … દસ દિવસ નું ઓઈલ પણ હવે બચ્યું નથી , ઇલેક્ટ્રિકસીટી નું પ્રોડક્શન બિલકુલ ઠપ થવા ની તૈયારી માં છે ..
એક રાજકીય પક્ષ તરીકે અન્ના હજારે ને જે રીતે વાપરી લીધા બીજેપી એ એ માફી ને પાત્ર છે ..એમણે એમનું કામ સુપેરે પાર પાડયું છે … દિલ્હી ની ગાદી પર નરેન્દ્ર મોદી ને બેસાડી દીધા અને હવે બેદીને પણ બેસાડશે ……
એક બીજી આગાહી કરવા નું મન થાય છે , કદાચ આવનારા મહિનામાં ભારત નું લશ્કર સીમાડાઓ ઓળંગશે અને આગળ કુચ કરશે ….કેડ તોડી પાડવા માં આવશે પાકિસ્તાનની… એક દેશ તરીકે પાકિસ્તાનની આબરૂ બિલકુલ બચી નથી … આર્થિક રીતે પણ સંપૂર્ણ પાયમાલ થઇ ગયું છે .. એક દિવસ ની ઉધારી મળતી નથી , નવાઝ શરીફ દાવોસ જવાની બદલે ઘેર રોકાઈ ગયા …પેટ્રોલ, ડીઝલ,ઇલેક્ટ્રિકસીટી વિનાનો દેશ મૂકી ને દાવોસ જવું કેમનું..?
અત્યારે તો બધો દારોમદાર ગોઠવાયો છે ઓબામાં ની મુલાકાત ઉપર….ઊંટ કઈ બાજુ કરવટ લે છે એ હજી નક્કી નથી… પણ મજા આવે છે પાકિસ્તાન ની પેટ્રોલ ડીઝલ ની લાઈનો ના ફોટા જોઈ ને …
તમે પણ મજા લો ….
શુભ રાત્રી
શૈશવ વોરા