પીકુ … મસ્ત ફિલ્મ જોઈ આવો ….
ઘણા દિવસે એક સારી ફિલ્મ આવી .. જોવાની મજા આવી ગઈ … કોન્સ્ટીપેશન જેવા ટોપિક પર લગભગ આખું પિક્ચર જાય .. મારા જેવા ને તો મજા પડી જાય ..બચપણમાં મુંબઈ જતા ત્યારે ત્યાં સંડાસ ની જગ્યા એ મરાઠી માં संणडास લખ્યું હોય , અને મને એનું ગુજરાતી ઉચ્ચારણ કરવાની મજા આવતી હું સણઅડાંસ બોલતો અને મજા લેતો ….. સણઅડાંસ ….બોલી જુવો મજા આવશે .. બસ પીકુ માં આવી જ હ્યુમર છે….. જેણે પોતાના માંબાપ ને સાચવ્યા હોય અને એક બાળક ની જેમ સાચવ્યા હોય એને એક ડાયલોગ બહુ જ ગમશે ..માબાપ ને એમના બાળકો એ જીવાડવા ના હોય છે … મને બહુ જ સ્પર્શી ગયું…ખુબ સારી માવજત આપી છે કથાવસ્તુ ની ..અને બચ્ચન દાદા ની એક્ટિંગ વાહ …દીપિકા આહ અને ઈરફાન ઓહ … એક જોરદાર સરપ્રાઈઝ મૌસમી ચેટરજી …ક્યા બાત …એક એક ટોપિક પર તમે તમારી જાત ને જોડી શકો …
આજે મધર્સ ડે ના દિવસે સારી ફિલ્મ જોઈ એક બાપ માટે દીકરી કેટલું બધું કરે અને એ પણ કેટલા પ્રેમથી…!!!!! મને મારા સાસુમાં યાદ આવી ગયા … કેન્સરથી પીડાતા હતા .. બસ અમે એમના બધા બાળકો એ જીદ લીધી હતી એમને જીવાડવાની …શરીર જવાબ આપી ગયું હતું , પણ મન મક્કમ હતું .. પરિવાર આખો પડખે ઉભો હતો … છેવટે ઈશ્વર નું જે ધાર્યું હતું એ જ થયું ….. અમે બધા હાર્યા પણ મમ્મીજી જીત્યા… હજી પણ એવું જ લાગે કે અહિયાં જ ક્યાંક છે આટલા માં જ …અને એનું નામ જ માં…. હોય કે ના હોય તમને ચારે બાજુ દેખાય ….
પીકુ બાગબાન ચોક્કસ નથી પણ એનાથી કમ નથી , આજે સવારે એક બેસણા માં જવાનું થયું હતું… ગીતો ગાનારા ભાઈ જે ટોર્ચર હતા … એટલા બધા લાગણીશીલ ગીતો ગાય કે આખું પરિવાર રડે અને બેસણા માં બેઠેલા બધા લોકો પણ રડે … મને ના ગમ્યું .. ભાઈ શું કામ ..?? રડાવો છો બધાને ..?? એક તો પરિવાર ના મોભી ગયા છે પરિવાર એમનેમ જ દુખી છે .. અને ઉપરથી આવા ગીતો …..જુનો જમાનો નથી આ ….છાજીયા લેવાનો … હવે બાળકો ને બીજા કે ત્રીજા દિવસથી કામે ચડવું પડે છે … તેર દિવસ ઘેર નથી બેસાતુ … ગરુડ પુરાણ બેસાડવા ના દિવસો ગયા ….!!!
પીકું આ બધામાં થી ૧૦૦ માર્કે પાસ …નવી દુનિયા ની નવી તસ્વીર .. હા એટલું ચોક્કસ કહીશ કે ભગવાન મને આવી રીતે મારી દીકરીઓ ના માથે ના પાડીશ …
શુભ રાત્રી
શૈશવ વોરા