પીકે ….. પીકે ડુબે..!!! કે પીકે તેરે …..? અડધે રસ્તે લટકે…. ચીલા ચાલુ મસાલા …
ના પીકે ડૂબે કે ના પીકે તરે………. કઈ જ નહિ પેલી જયપુર ના મારવાડી ના ઘેર લગન હોય અને એક ચાઇનીઝ ભેલ નું કાઉન્ટર હોય , અને મારા જેવો સમજી ના શકે કે આ ચાઈનાવાળા ભેળ ક્યારથી બનાવા લાગ્યા ….? બસ આટલા માં પીકે આવી ગયું …!!
અમીરખાન નાગપુગો ખાસ્સું એવું દોડે છે …એમાં ઉપર થી થોડા આડાઅવળા સંવાદો ,એટલે સો કરોડ તો પાક્કા …
ચાઇનીઝ ભેળ માં જેમ બધો સ્વાદ આવે એવો બધો સ્વાદ નાખ્યો છે … OMG જેવું મુવી વધારે લાગે … ફરી એક વાર એવું લાગે હિંદુ ધર્મ કે કોઈ પણ ધર્મ ની ખેચાય એટલી ખેચી લો બાવા સાધુઓ , લવ સ્ટોરી એમાં પણ રૂટીન પાકિસ્તાની છોકરો અને દિલ્લી ની છોકરી …. એમાં પછી ચાલે બધું લોલે લોલ ….યુરોપ થી દિલ્લી આખી …જોયા કરો ….આખો ટાઈમ મુવી પકડે પણ નહિ અને છોડે પણ નહિ ….
મોંઘા માં ની ટીકીટો લીધી મેં તો અને હવે એવું લાગે છે કે સાલા પચાસ ટકા રૂપિયા આ અમીરખાન ખોટા ખિસ્સા માંથી કાઢી ગયો …..ક્લાસી મુવી જોવા ના અરમાનો પર તો પાણી …ફેરવ્યું એકદમ ચીલાચાલુ …શાહરૂખ ,સલમાન અને અમીરખાન નું મુવી …
ટીનએજ છોકરા છોકરી ને બહુ ગમે …ફેમીલી સાથે જોવું થોડું વિચિત્ર ચોક્કસ લાગે , અમીરખાન એ આદત પ્રમાણે પોતાના સીન સિવાય વધુ ચંચુપાત કર્યો નથી લાગતો ,ઈંગ્લીશ મુવી ના દેસી વર્ઝન ….
છેલ્લે એન્ડ માં થીયેટર માં તાળીઓ પડી અને સીટી પણ વાગી ….લાંબો ખર્ચો ના કરવો હોય તો બે ત્રણ મહિના પછી ટીવી પર નહી તો નેટ પર થી ડાઉનલોડ લીંકો ફરતી થઇ ગઈ છે ….
મરચા ,સ્ટાર ,પોપકોર્ન કે માર્ક આપવા નું આપણું કામ નહિ ….કન્ઝર્વેટીવ હો તો છૈયા છોકરા સાથે ના જશો ,બાકી ટીનએજ જવાના અને મજા કરવાના …..
– શૈશવ વોરા