મોહનદાસ કરમચંદ ગાંધી…
જેટલુ લખવુ હોય એટલુ લખાય.. મન થાય તો બેફામ ગાળો અપાય, પ્રેમ કરાય, નફરત, આદર, માન, સન્માન, ખોટા ,સાચા,જે કરવુ કેહવુ હોય તે ગાંધી માટે થાય…
લોકો એ ગાંધી ઉપર અબજો ટન ની પસ્તી થાય એટલુ સાહિત્ય લખ્યું અને ગાંધી નુ લખેલુ છાપ્યું ….
એમ. કે .ગાંધી થી મહાત્મા ગાંધી ની સફર… ઇતિહાસ ની ચોપડી માં આપણ ને મારી મારી ને ગોખાવી…
રૂપિયા ની નોટ પર નો બાળસહજ હાસ્ય વાળો ફોટો એટલો વાહલો લાગે…કે ના પુછો…
ભારત ના દરેક રાજનેતા ને રૂપિયા ની નોટ પર ચોંટવુ છે… કે એની જેમ રાજઘાટ ની આજુબાજુ મા મરી ને બળવુ છે…
નોટ પર સહી કરવા મળે એની લાહય માં મોટી બા ઇન્દીરા એ તો એક રૂપિયા ની સ્પેશિયલ નવી નોટો છાપી હતી….જેની બાંહેધરી રીઝર્વ બેંક ની જગ્યા એ ભારત સરકારે લીધેલી….અને તો પણ સહી કરી સચિવે…
નાટક કરવા માટે ગાંધી સારા મા સારુ પાત્ર છે…કે એના જેવો હું છુ એવુ બતાડવુ એવી ફેશન છેલ્લા એંશી વરસ થી ચાલે છે….અને હજી આઉટ ઓફ ડેટ થતી નથી…આટલો બધો તો એક પણ ઇટાલીયન કે ફ્રેન્ચ ડીઝાઇનર ચાલ્યો નહી….ગાંધી ની ટોપી ૨૦૧૩ મા બહુ વેચાઇ….
મને પોતાને ગાંધી જોડે બહુ ઝઘડા પડે….જયાં તયાં ડીસ એગ્રી થઇ જઇએ…પાછી સલાહ પણ આપી દઉં… બાપુ તારે આ નોહતુ કરવા જેવુ… એમાં પણ પેલા મહંમદભાઇ ઝીણાભાઇ પુંજાભાઇ ઠકકર ધોરાજી વાળા ને બહુ માથે ચડાયા તમે…બાપુ ની એક મોટી તકલીફ હતી… એમને માં બેન ની ગાળો કાઢતા નોતુ આવડતુ…ગયા જન્મ માં મને મળ્યા નહી બાકી શિખવાડી દિધી હોત તો વાંધો ના આવતે… જો પાછા બાપુ બોલ્યા … અપશબ્દો ના બોલાય શૈશવ..હવે શાંતિ રાખો બાપુ આ બે દાડા થી
એર શીપમેન્ટ આવ્યુ છે…અને તારો કસ્ટમ વાળો નાટક કરે છે…માલ છોડતો નથી… તારે તો ઠીક અંગ્રેજ સરકાર હતી.. મારે તો મોદી સરકાર છે.. પાંચ પેટી ની પથારી ફેરવી છે… પાછો કે છે અપશબ્દો નહિ બોલવા ના… રોજ ના ઝઘડા બાપુ જોડે… નથી છુટતો કે નથી ઝલાતો…તારા નામે કોંગ્રેસ તરી ગઇ…ચાર પેઢી એ મોજ કરી .. હવે સાહેબ તારુ માર્કેટિંગ કરે છે….એમણે તારુ ઝાડુ પકડયુ….
એ બાપુ યાર તમે ઝાડુ,ટોપી,ઘડિયાળ,લાકડી,
ખાદી,ચરખો,ઉપવાસ,ધરણા,ગરીબી…..આવી કેટકેટલી બધી વસ્તુઓ ને પ્રમોટ કરી નહિ….
એ તમને કદાચ કોઇ એ વરદાન આપ્યુ હોત અને અશ્વસ્થામાં ની જેમ અમર થવા નુ હોત તો…
સાચુ કહુ …તો આજે તમને કોઇ પાણી નુ પણ ના પુછતે….લોકો તમારી કિડની પણ કાઢી ગયા હોત… યાર તમે કયાં મરવાના છો…લાવો તમારી બંને કિડની….રાહુલ બાબા લોકસભા માં કાયદો લાવતે રાઇટ ટુ સી…એટલે લોકો તમારી આંખો કોઇ ના કાઢી લે….બાકી સત્ય ના પ્રયોગો તમે પોતે જ પસ્તી માં નાખી હોત……
બાપુ આ આજ જમાના માં તો ભારત ના પ્રધાનમંત્રી ને ઝાડુ મારવુ પડે છે…અને મુખ્યમંત્રી ને રોતા રોતા શપથ લેવા પડે છે….
શુભ રાત્રી
– શૈશવ વોરા